________________
૧૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કરવાના ઇરાદાથી અને સુંદર ઇનામ પ્રાપ્ત કરવા માટે સંયમનો સ્વીકાર કરી પોતાના ઓઘામાં છરી ગુમ રીતે રાખેલી હતી. સંયમ લઇ અભ્યાસ કરતાં કરતાં એવા ગુણો પ્રાપ્ત કરેલા કે ગુરૂ ભગવંતે યોગ્ય જાણી વિનયરત્નની પદવી આપેલ હતી. દર પંદર દિવસે ગુરૂ મહારાજ ઉદાયન રાજાને ત્યાં, તેઓ સાંનો પૌષધ કરતાં તેથી રાતના ધર્મચર્ચા કરવા માટે
તાં-રાતવાસો કરતાં-તેમાં જુદા જુદા મહાત્માઓને લઇ જતાં. બાર વરસ પછી વિનય રત્નને સવારથી કહેલ કે આજે સાંજે મારી સાથે તારે આવવાનું છે તૈયાર થઇ જે. આ કહેતા વિનયરને તહત્તિ કરી વાત વધાવી લીધી. વિચારો ! બાર વરસે એને ત્યાં જવાનું કહ્યું. જે કામ માટે આવ્યો છે તે કામ આજે પૂર્ણ થશે એનો એના અંતરમાં આનંદ કેટલો હશે ? છતાંય બહાર મોઢા ઉપર કે સાથેના સાધુઓને ખબર પડવા દે છે ખરો ? કેવો ગુણ કેળવ્યો હશે ? સાંજ થઇ. ગુરૂ સાથે તૈયાર થઇ રાજાને ત્યાં જાય છે. પૌષધશાળામાં ઉતર્યા છે. પ્રતિક્રમણ પૂર્ણ કરી સંથારો કરી વિનયરત્ન સુઈ જાય છે. અને રાજા તથા આચાર્ય ભગવંત ધર્મની ચર્ચા કરે છે.
જ્યારે બન્ને સંથારા પોરસી ભણાવી સુઇ ગયા અને ગાઢ નિદ્રામાં છે એમ જોયું એટલે ઉઠીને ઓઘામાંથી છરી કાઢી રાજાના ગળા ઉપર ફેરવીને રાજાને ખતમ કરી ત્યાંથી નીકળી રવાના થાય છે. રાજાના શરીરમાંથી નીકળતું લોહી આચાર્ય મહારાજના સંથારા પાસે આવે છે. હાથ ભીનો થયેલ જાણીને ઉઠી જોયું તો. વિનયરન નથી રાજાના ગળામાં છરી જાણી શાસનની અપભાના ન થાય માટે તે છરી કાઢી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી તેજ કરી પોતાના ગળા ઉપર ફેરવી દીધી. એજ રીતે અભયકુમારને ઝૂવા આવનારી વેશ્યા શ્રાવકપણામાં શ્રાવકના આચારોનું સારામાં સારી રીતે જ્ઞાન મેળવીને નિરતિચારપણે શ્રાવકના આચારોનું પાલન કરતી રાજગૃહી નગરીમાં અભયકુમારને પકડવા માટે આવેલી છે. એને નિયમ છે કે જે દિવસે નવા મંદિરના દર્શન કરુતે દિવસે ચોવીારો. ઉપવાસ કરવો એ વિચારથી શ્રેણિક મહારાજાના ઘર મંદિરે દર્શન કરવા