________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પામી-અપ્રમત્તભાવ પેદા કરી-ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી મોહનો નાશ કરીવીતરાગ દશાને પામી-કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી-અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી-સિધ્ધિ ગતિને પામી શકે છે. છતાંય અભવ્ય જીવોનાં આત્માને કોઇ પ્રકારનો લાભ પેદા થતો નથી. એ જીવોને તો અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના પ્રતાપે આ ચારિત્રના પાલનથી પાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન થાય છે. આથી કહેવાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માઓથી જેટલા જીવ મોક્ષે જતાં નથી તેના કરતાં અનંત ગુણા અધિક લઘુક ભવ્ય જીવો અભવ્ય જીવોથી પ્રતિબોધ પામીને મોક્ષે જાય છે. આનું કારણ એ છે કે તીર્થંકર પરમાત્માઓનું આયુષ્ય કેવલજ્ઞાન પામ્યા પછી જેટલું હોય છે તેટલા કાળમાં જેટલા પ્રતિબોધ પામે તેટલા જ મોક્ષે જઇ શકે છે. જ્યારે અભવ્યનાં આત્માઓ સંસારમાં અનાદિકાલથી અનંત કાળ સુધી રહેવાના હોય છે અને તેમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને અનંતી વાર નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા બને છે તેમાં જે જે લઘુકર્મી આત્માઓ તેમની દેશનાથી યોગ્યતા પામે તે સઘળા મોલે જાય છે. માટે અનંત ગુણા અધિક ગણાય છે.
આ રીતે નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાંય દ્રવ્ય ચારિત્ર રૂપે ગણાય છે. માટે એ ચારિત્ર પણ દ્રવ્ય અહિંસા કે ભાવ અહિસા વગરનું એટલે હિસાવાળું જ ગણાય છે. કારણકે નવમા સૈવેયકના સુખને મેળવવાનો જ અભિલાષ હોય છે. એના કારણે અંતરમાં મોક્ષ પ્રત્યેનો પુરેપુરો દ્વેષભાવ બેઠેલો હોવા છતાંય બાહા દ્રષ્ટિએ મોક્ષ પ્રત્યેનો અદ્વેષ ભાવ દેખાડવો પડે છે. તોજ નવમા સૈવેયક નું આયુષ્ય બાંધી શકે છે ! આ શી રીતે બને? તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કોઇ જીવને વિષય વાસનાની આતસ જોરદાર હોય-કોઇ મલતું ન હોય અને એમાં નક્કી થયું હોય, તે નક્કી થયા પછી લગ્ન માટેનો દિવસ નક્કી થયો હોય અને જેમ જેમ તે દિવસ નજીક આવે તેમ તેમ શું થાય ? વિષય વાસનાની આતશને કારણે તીવ્રતા વધતી જાય, ઉજાગરા થાય દિવસો ગણે કલાકો ગણે હવે તો નજીક જ છે એવા