________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આત્માઓ કહેવાય છે. એ જીવો હવે અવ્યવહાર રાશિમાં કદી જવાના જ નથી. સૂક્ષ્મ નિગોદમાં જશે પણ તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જ ઉત્પન્ન થઇ શકે છે. એ જીવોને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા માટે એક જીવ મોક્ષે જાય તો જ નીકળે એવો નિયમ હોતો નથી. એ એમના કર્મ પરિણતિ પ્રમાણે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે છે.
આ વ્યવહાર રાશીમાં રહેલા અભવ્યના આત્માઓ સંસારમાં સદા માટે રહેવાના જ છે અને એકેન્દ્રિયથી સન્ની પંચેન્દ્રિયપણા રૂપે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરવાના છે. આ જીવોને જીવ-અજીવપુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા અને બંધ આ આઠ તત્વોની શ્રધ્ધા મજબૂત રૂપે પેદા થઇ શકે છે પણ નવમા મોક્ષ તત્વની શ્રધ્ધા અંતરમાં જરાય પેદા થઇ શકતી જ નથી. ઉપરથી આ તત્વ માટે ગપ્પા માર્યા છે. એક મોક્ષતત્વ ભગવાને ન કહ્યું હોત તો શું બગડી જવાનું હતું ? આવા વિચારો સ્થિર પરિણામ રૂપે કાયમ રહેલા હોય છે. આથી જ આ જીવો સંયમનો સ્વીકાર કરી-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવેલા હોય તો દ્રષ્ટિવાદ નો અભ્યાસ કરતાં કરતાં ચૌદ પૂર્વમાંથી સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ પણ કરી શકે છે. તે પૂર્વના જ્ઞાનને ટકાવવા માટે નિરતિચાર ચારિત્રનું પાલન સંદર રીતે કરતાં હોય છે. છતાંય આ
જીવોનું મિથ્યાત્વ ગાઢરૂપે જ ઉદયમાં હોય છે. ચારિત્ર લઇ શકયા તે માત્ર અનંતાનુબંધિ ક્રોધાદિ કષાયો પાતળા પડ્યા તેના પ્રતાપે લઇ શકે છે અને પાળી શકે છે. પણ અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ રાય ઓછો થતો નથી ઉપરથી એ નવમા શૈવેયકના સુખને પામવા માટે જ આ ચારિત્રનું પરિપાલન કરે છે. આથી આ જીવોનું ચારિત્ર એ દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. આ જીવો મોક્ષનું વર્ણન કરે તો એવું સુંદર કરે છે કે કોઇ લઘુકર્મી ભવ્ય જીવ સાંભળવા બેસે તો તે જીવની યોગ્યતા પેદા થઇને મોક્ષમાર્ગમાં દાખલ થઇ-મિથ્યાત્વની મંદતા કરી-ચંથીભેદ કરી-સમ્યક્ત્વ પામીને સારો કાળ હોય તો સર્વવિરતિ