________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રકારના અનંતા જીવો જાતિભવ્ય રૂપે રહેલા હોય છે. (૨) અભવ્ય જીવો :
જે જીવોના આત્મામાં કેવલજ્ઞાન રહેલું હોવા છતાંય કોઇકાળે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા જ પેદા થવાની નથી તે જીવોને અભવ્ય જીવો કહેવાય છે. સામાન્ય રીતે જગતમાં જેટલા જીવો છે તે દરેક જીવના અસંખ્ય-અસંખ્ય આત્મપ્રદેશો સ્વતંત્રરૂપે હોય છે. તે અસંખ્ય આત્મપ્રદેશોના બરાબર મધ્યભાગમાં રહેલ આઠ આત્મપ્રદેશો એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ ગાયના આંચળ (સ્તનની) એમ ચાર ચાર આકાશ પ્રદેશો ઉંધા ચત્તારૂપે જે રહેલા હોય છે તેની જેમ આ આત્મપ્રદેશો રહેલા હોય છે. તે આઠેય આત્મપ્રદેશો સંપૂર્ણ કેવલજ્ઞાનધી યુકત સિધ્ધ પરમાત્માની જેમ કોઇપણ કર્મના પુગલથી રહિત સદા માટે રહેલા હોય છે. તેમ આ અભવ્યજીવોનાં પણ એ આત્મપ્રદેશો સંપૂર્ણ કેવલજ્ઞાનથી યુકત સદા માટે રહેલા હોય છે. એ જીવો વ્યવહાર રાશીમાં આવી સન્ની પર્યાપ્તપણાને પામી મોક્ષગમન વાની સામગ્રીને પણ પ્રાપ્ત કરી શકે તેમ હોવા છતાંય એ જીવોને કદી જ પોતાના મોક્ષગમન માટેની ઇચ્છા પેદા થવાની જ નથી માટે તે અભવ્યો કહેવાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં જે ભવ્ય જીવો છે તે કદી અભવ્ય થવાના નથી અને જે અભવ્ય જીવો છે એ કદી ભવ્ય થવાના નથી. અભવ્ય અભવ્ય જ રહેશે અને ભવ્ય ભવ્ય રૂપે જ રહેશે.
આ અભવ્ય જીવો પણ બે પ્રકારના હોય છે. (૧) જાતિ અભવ્ય રૂપે (૨) અભવ્ય રૂપે. કારણકે જગતમાં સદા માટે આ અભવ્ય જીવોની સંખ્યા ચોથા ધન્ય યુક્ત અનંતાની જેટલી સંખ્યા છે. તેટલી ૨હેવાની. તેમાંથી મોટા ભાગના અભવ્ય જીવો કદી અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાના નથી. એવા અભવ્ય આત્માઓને જાતિ અભવ્ય આત્માઓ કહેવાય છે અને જે અભવ્ય આત્માઓ વ્યવહાર રાશિમાં આવેલા છે તે હવે સદા માટે વ્યવહાર રાશિવાળા અભવ્ય