________________
૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અવ્યવહાર રાશીવાળા ગણાતા નથી. કારણકે એકવાર અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા પછી જીવ ફરીથી અવ્યવહાર રાશીવાળો થઇ શકતો નથી.
આ વ્યવહાર રાશીમાં રહેલી સાદિ સૂક્ષ્મ નિગોદમાંથી જીવને જ્યારે બહાર નીકળવું હોય તો એક જીવ સિધ્ધિગતિને પામે તોજ બહાર નીકળી શકે એવો નિયમ નથી ગમે ત્યારે એ જીવ બહાર નીકળી શકે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકના બે ભેદો હોય છે.
(૧) અવ્યકત મિથ્યાત્વ અવ્યક્ત મિથ્યાત્વ :
(૨) વ્યકત મિથ્યાત્વ
જે જીવોને મોહનો ઉદય અવ્યક્ત રૂપે રહેલો હોય છે. તે જીવોને અવ્યકત મિથ્યાત્વવાળા કહેવાય છે.
આ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે. આથી આ જીવોને મોહનો ઉદય પણ અવ્યકત રૂપે એટલે તેમના વિચારોને વ્યક્ત ન કરી શકાય તેવા પ્રકારનો ઉદય હોય છે. તેથી તે અવ્યકત મોહનો ઉદય ગણાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ પણ જીવોને પાપનો અનુબંધ સંખ્યાતા ભવોનો અસંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો પેદા કરાવી શકે છે. આ મિથ્યાત્વ અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવોને એટલે અવ્યવહાર રાશીવાળા જીવોને હોય છે.
ભક્ત મિથ્યાત્વ :
જ્યારે જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે છે ત્યારે તે જીવને વ્યકત મિથ્યાત્વ હોય છે. આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને સન્ની પર્યાપ્તા સુધીના જીવોને હોય છે. કારણકે એકેન્દ્રિયપણામાં અવ્યવહાર રાશીવાળા જીવોનું જે અવ્યકત મિથ્યાત્વ હોય છે તે સ્થાવર જીવોને યોગ્ય જ પ્રકૃતિઓનો બંધ કરાવનારૂં હોય છે. જ્યારે આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિયપણામાં રહેલા જીવોને ત્રસપણાને યોગ્ય પ્રકૃતિઓનો પણ બંધ કરાવી શકે છે. આથી આ મિથ્યાત્વના