________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ઘણાં વિચારો આવ્યા કરે. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ આવેલગ્ન કરવા કેવા હોંશથી અને રાગથી જાય ? તે જઇ-લગ્ન કરી જલદીથી ઘરે આવે અને ઘરમાં લઇને આવતો જ ખબર પડે કે કુમાર્યા છે. ઘરમાંથી કઢાય એમ નથી. જીંદગી એની સાથે જ રહેવું પડે એમ છે તો તે ઓળખ્યા પછી કેવી રીતે રહે ? જવા રાગથી લેવા ગયો હતો-લઇને આવ્યો હતો એવો રાગ એનો એની સાથે રહે ? શું થાય વિચાર કરો ? છતાંય એની-સાથે જ જીંદગી કાઢવી પડે એમ છે-રહેવું પડે એમ જ છે તો કેવી રીતે રહે? અંતરમાં રાગ નથી પુરેપુરો દ્વેષ છે. જો એને ખબર પડે કે મારા પ્રત્યે દ્વેષ છે તો શું થાય ? માટે અંતરમાં પરેપુરો દ્વેષ હોવા છતાં બહાર રાગ દેખાડીને જીંદગી ભર સુધી રહે છે, રહેવું પડે છે. તેમ આ અભવ્યના અત્માઓ મોક્ષે જવાની સામગ્રી મળેલી હોવા છતાં-તેની આરાધના કરવા છતાં-અંતરમાં મોક્ષ પ્રત્યે જરાય રાગ ન થઇ જાય તેની કાળજી રાખીને-મોક્ષ પ્રત્યે પુરેપુરો દ્વેષ અંતરમાં રાખીને-બાહ્ય દ્રષ્ટિથી કોઇને ખબર ન પડે એ રીતે રાગ દેખાડીને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી નિરતિ ચાર ચારિત્રનું પાલન કરે છે. એ પાલનના પ્રતાપે નવમાં ચૈવેયકનું આયુષ્ય બાંધી શકે છે. આ રીતે આરાધના કરતાં તેમનામાં ગુણો જે પેદા થાય છે તે ગુણો એવા ખીલેલા હોય છે કે સામાન્ય માણસને ગુણસ્થાનકની પ્રાપ્તિમાં જેઓને ગુણો પેદા થયેલા હોય તેઓની જેવા જ આ ગુણો ખીલેલા હોય છે. માટે તે ઓળખી શકાતા નથી. આથી એ નક્કી થાય છે કે ગાઢ મિથ્યાત્વના ઉદય કાળમાં છઠ્ઠા ગુણ સ્થાનકમાં રહેલા જીવોને જેવા ગુણોની પ્રાપ્તિ થયેલી હોયતેવા જ ગુણો આ જીવોમાં દેખાય છે. પેદા થયેલા હોય છે. છતાં પણ એક અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના કારણે એ ગુણો ગુણાભાસ રૂપે બની સંસારની રખડપટ્ટી કરાવનારા બને છે. જેમકે વિનય રત્નનો જીવ અભવ્યનો આત્મા હતો એને ગીતાર્થ ગુરૂ ભગવંત આચાર્ય પાસે સંયમ લઇને બાર વરસ સુધી સંયમનું સુંદર રીતે પાલન કરેલ હતું તેણે માત્ર ઉદાયન રાજાને ખતમ