________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૧
જાય છે. અભયકુમાર દર્શન કરવા માટે જાય છે ત્યાં ભગવાનની સ્તુતિના સુંદર શબ્દો સંભળાતા બહાર ઉભા રહ્યા. તે વેશ્યા પોતાની પરિચારીકાઓ સાથે દર્શન કરી ચૈત્યવંદન કરી બહાર નીકળ્યા એટલે અભયકુમારે કહ્યું કે પરદેશી લાગો છો ? આજે સાધમિક તરીકે મારું જમવાનું આમંત્રણ છે મને લાભ આપો ! ત્યારે વેશ્યાએ કહ્યું કે આજે અમારે ચોવીહાર ઉપવાસ છે જે દિવસે નવા મંદિરે દર્શન કરીએ છીએ તે દિવસે અમે ચોવીહાર ઉપવાસ કરીએ છીએ. તે સાંભળી અભયકુમારને આનંદ થાય છે અને ધન્ય છે એમ કહે છે પછી કાલે પારણાનો મને લાભ આપો એમ જણાવે છે. ત્યારે કહ્યું કે જે અમારું આમંત્રણ સ્વીકારે તેનું અમે આમંત્રણ સ્વીકારીએ છીએ. અભયકુમારે હા કહી પછી આમંત્રણ સ્વીકાર્યું. વિચારો ગુણો કેવા ઉંચી કોટિના છે પણ માત્ર એક સુખની લાલસાથી આ ગુણો ગુણાભાસ રૂપે કામ કરી રહ્યા છે. અભયકુમારે બીજા દિવસે માણસોને તેડવા મોકલ્યા-આવ્યા. જમવા બેસતાં પૂંજી પ્રમાર્જીને બેસે છે. ત્યાગ પણ એટલો બધો કે કોઇ ચીજ ખપે એમ નથી. સુકુ પાકુ ખવડાવી પારણું કરાવ્યું (કર્યું). અભયકુમારને આશ્ચર્ય થાય છે. આમના જેવું શ્રાવકપણું તો હું પણ પાણી શકું એમ નથી. ધન્ય છે એમ થાય છે. ચાર બુધ્ધિનો નિધાન ભગવાનના શાસનની આરાધનામાં બુધ્ધિનો ઉપયોગ કરતો નથી. ભગવાને જે કહ્યું તેજ સાચું આવી બુધ્ધિ છે. માટે અનુમોદના થાય છે. બીજા દિવસે અભયકુમારને આમંત્રણ આપ્યું. અભયકુમાર ગયા છે જમતાં ચન્દ્રહાસ દારૂ પાઈ દીધો. ઘેન ચડ્યું. બાંધીને લઇ ગઇ. વિચારો સંસારમાં પણ અનુકુળ સામગ્રી લેવા-મેળવવા માટે પણ આ રીતે ધર્મનો ઉપયોગ કરે એ ધર્મથી શું ફળ મલે ? વિચારજો. આ ઉપરથી આ જીવો તો સંસારમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને ધર્મ પ્રવૃત્તિ કરવાના છે અને સંસારની રખડપટ્ટી કરે જ રાખવાના છે. આપણો શું કરવું એ આના ઉપરથી વિચારણા કરવી પડશે ને ?
આ અભવ્ય જીવો ગાઢ મિથ્યાત્વના ઉદયકાળમાં જધન્યથી