________________
( ૭ ) નકી કર્યું. વેચાણ લીધે. ભાવનગરમાં તેનું આવાહન કર્યું અને સંવત ૧૯૫૯ની સાલના શુભકારી જ્યેષ્ઠ માસમાં પરમ હિતચિંતક રાયજાદા બાલુભા પથુભાના મુબારક હાથથી આ પ્રેસને ખુલ્લું મુકવાની જાહેર કિયા મોટા દબદબા અને સારી ધામધુમથી કરવામાં આવી. આ વખતે ભાઈ પુરૂષોત્તમ હજુ વિમા કંપની સાથેના પૂવેક્ત ચાલતા પ્રસંગને કારણે જે કે મુંબઈ હતા તે પણ તેમની પાછળ તેમની ગેરહાજરી છતાં ખરા મિત્રધર્મને સમજનારા ભાઈ ભાઈચંદ દામોદરે સઘળું કાર્ય પિતાને માથે ઉપાડી Opening Ceremony કરી હતી
ભાઈ પુરૂષોત્તમને પિતાના સન્મિત્ર મંડળની દરેક પ્રસંગે અસાધારણ સહાયતા મળેલી આપણે જોઈ શકીએ છીએ. તદનુસાર છેવટ જ્યારે મુંબઈથી વિમા કંપની સાથેના વ્યવહારમાં વિજય મેળવી ભાવનગર આવ્યા તે વખતે નેહી-સંબંધીઓ અન્ય પ્રતિષ્ઠિત ગૃહસ્થ સર્વે સ્ટેશન ઉપર લેવા પધારેલા અને જયજયકાર તથા સાબાશીના ઘોષ વચે ભાઈ પુરૂષોત્તમને વધાવી લેવામાં આવ્યા હતા.
પ્રેસને ફરીથી સ્થાપન્ન કરી કામ તેવાજ પાયા ઉપર આગળ ચલાવવા માટે વલ વર્ગ પૈકી મુરબ્બી મુળચંદ ભાઈ નથુભાઇની યોગ્ય પ્રેરણા અને સારી હિમ્મત મળવામાં હતી. કારણ કે તેઓશ્રી મારફત થતું આત્માનંદ સભાના કાર્ય વ્યવસ્થાનું સઘળું કાર્ય ભાઈ પુરૂષોત્તમને સોંપવા તેમજ આત્માનંદ પ્રકાશ નામનું માસિક પ્રસિદ્ધ કરવા અને તે કાર્ય પ્રસંગે યથાશકિત સહાસ્ય અપવા કબુલ્યું હતું, તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભાના માનવંતા પ્રમુખ સાહેબ મે. કુંવરજી આણંદજીએ સંપૂર્ણ દીલજી બતાવી અને તે કામમાં પ્રવેશ કરતાં યથાવ્ય લાભ મળશે. એવી ધારણા પણ બંધાઈ ભાઈ પુરૂષોત્તમનું હૈયે જાગૃત થએલું હતું એટલેથી જ બસ કિન્તુ મુરબ્બી કુંવરજી આણંદજી ભાઈની અસાધારણ કૃપાનાં ફલ દર્શન રૂપ અગ્નિથી નાશ થએલાં પુસ્તકોને પણ પુનરોદ્ધાર કરવામાં સંપૂર્ણ મદદ કરેલી હતી
આપણે ઉપર જોઈ ગયા છીએ કે સં. ૧૯૪૨ના વર્ષમાં “આઈ મનરંજન” નામનું માસિક પ્રસિદ્ધ કરતાં તે અનાયાસે બંધ પડ્યું ત્યારથી તેવી વૃત્તિ હજુ પુનર પણ કેઈ એવું રાપ માસિક પ્રસિદ્ધ કરવા ભાઈ પુરૂષોત્તમની વૃત્તિ અદ્યાપિ ઉછળતી જ હતી અને તેથી વર્તમાન વર્ષ એટલે ૧૯૯૦ની સાલમાં વિદ્યાવૃદ્ધ બધુ શ્રીયુત ભાઈચંદ દામોદરની સહાપ્યતા વડે ખીરતી નૂતન વર્ષના આરંભ માસ માટે જાનેવારીના પ્રથમ દિવસના શુભાર પ્રભાતે સેંદર્ય નામનું માસિક પ્રસિદ્ધ કરવું શરૂ કર્યું જેમ આ માસિકના તંત્રીપદના એ ધાને ભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com