________________
૨૪
સમયસાર સિદ્ધિ-૬. ચૈતન્યરત્નથી ભરેલો ભગવાન અને ક્યાં પુણ્ય-પાપનો અજ્ઞાન ભાવ ! આહા...હા...! અને એના બંધનમાં પણ પુદ્ગલના પરિણામ, એના ફળમાં પુગલમય પરિણામ અને એ બંધ પણ પુદ્ગલ ને બંધને આશ્રયે થાય છે. મોક્ષમાર્ગના આશ્રયે કાંઈ રાગ, બંધ ન થાય. આહા..હા..!
આ.હા...! (શુભ-અશુભના સ્વાદમાં) “અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે.” જોયું ! ઈ સામું કહે છે. મોક્ષમાર્ગને આશ્રિત કોઈ કર્મ છે. (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે, અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” એમ વ્યવહારનયના પક્ષવાળા અજ્ઞાની માને છે. આહા...હા...! આકરું બહુ !
આ પ્રમાણે હેતુ” એટલે પરિણામ. “સ્વભાવ” એટલે પુગલબંધન. “અનુભવ” એટલે એનું ફળ “અને આશ્રય.” એટલે બંધને આશ્રયે વિકાર છે. મોક્ષના માર્ગને આશ્રયે પુણ્ય ન હોય, આત્માના આશ્રયે પુણ્ય ન હોય. બંધમાર્ગને આશ્રયે પુણ્ય હોય. આહા..હા...! આમ કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.” આહાહા...!
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે – જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે.” શું કહે છે ? કે, શુભ પરિણામ રાગની મંદતા અને અશુભ પરિણામ રાગની તીવ્રતા. આટલો ફેર છે. અહીં કહે છે કે, “બને અજ્ઞાનમય છે.” ઈ આમાં પહેલું આવી ગયું છે ને ! શુભ-અશુભ પરિણામ અજ્ઞાનમય છે. પહેલું આવી ગયું છે. એનો ખુલાસો કરે છે. તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે.” આ.હા..હા..! કર્મના હેતુના બે પરિણામ, જાત, બે ભેદ છે એમ નથી. કર્મનો હેતુ તો એક જ અજ્ઞાન છે. આહા..હા..! માટે કર્મ એક જ છે.”
‘શુભ અને અશુભ પગલપરિણામો બને પુદ્ગલમય જ છે.” (અર્થાતુ) બંધન. શાતા બંધાય કે અશાતા બંધાય, જશ બંધાય કે અપજશ બંધાય. આહા...હા...! એ શુભ-અશુભ પુદ્ગલપરિણામ અને પુદ્ગલમય જ છે.” તેથી તે બંધના કર્મનો સ્વભાવ “એક પગલપરિણામરૂપ જ છે.” આહાહા...તું એ પુદ્ગલપરિણામના સ્વભાવમાં ભેદ પાડે છો (પણ) અમે કહીએ છીએ કે, બન્ને પગલપરિણામ છે. હવે એમાં ભેદ શાનો પાડે છે ? આહા...હા...!
ત્યારે પેલા છાંયા અને તડકાનો દાખલો આપે છે. જુઓ ! અવ્રત છોડીને વ્રતમાં આવવું. છાંયે બેસીને શુદ્ધઉપયોગની વાટ જોવી. પણ ઈ તો એની વાત બીજી છે). એ વ્રતના વિકલ્પોની ભૂમિકા કોને હોય ? જેને સમ્યગ્દર્શન છે અને એમાં પ્રભુનો વિશેષ આશ્રય લીધો છે એને વ્રતના વિકલ્પ હોય છે. એને પુણ્યબંધ થાય છે એમ કહે છે. આહાહા...! પણ એને લઈને એમ કહે કે, અવ્રતમાં રહેવું ઈ કરતાં વ્રતના પરિણામ સારા, ઈ કઈ અપેક્ષાએ કીધા ?