________________
૨૨
સમયસાર સિદ્ધિ-૬. પરિણામ છે, બાપા ! પ્રભુ ! એમાં ભગવાન કયાંય આવ્યો નહિ. આહા..હા...! એ શુભાશુભ પરિણામમાં પ્રભુ ન આવ્યો. તો એના બંધન અને એના ફળમાં ક્યાંથી પ્રભુ આવે? આ.હા.! આ.હા..હા...! આકરું કામ છે. (આની) મોટી તકરાર છે ને ! એક ફેરી પુણ્યને વિષ્ટા કીધી ત્યાં તો લોકો રાડ નાખી ગયા ! અહીં તો કહે છે) શુભભાવ છે એ પુગલ છે, ઝેર છે.
મુમુક્ષુ :- આત્મા અમૃત છે.
ઉત્તર – પેલો પ્રભુ અમૃત છે. અમૃતનો સાગર પ્રભુ અંદર ડોલે છે. આ..હા..હા..! સચ્ચિદાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનું ધ્રુવ. ધ્રુવ (ધામ) બિરાજે છે. એની સામે શુભઅશુભ પરિણામ તો ઝેર છે, કહે છે. આહા..હા...! પેલો કહે કે, તમે આટલો બધો ફેર માનો ? આ નરકના દુઃખો અને ક્યાં સ્ફટિકમણિના બંગલામાં રહેવું ! ક્યાં સાતમી નરકમાં તેંત્રીસ સાગરે રહેવું ? બાપુ ! બેય પુદ્ગલના પરિણામ છે, ભાઈ ! એમાં ક્યાંય આત્મા આવ્યો નહિ. આ..હા...હા..હા...! એના ફળમાં ફેર નથી. સાતમી નરકનું નારકીપણું મળે કે સ્ફટિકમણિના બંગલા મળે (બેમાં કાંઈ ફેર નથી). આ.હા..હા...! ‘રાવણ’ સ્ફટિકમણિના (મહેલમાં) રહેતો ! આ..હા...હા...! એ મરીને નરકે ગયો. આહા..હા...! અને મુનિ જંગલમાં ઊના તપેલા પથરા (ઉપર) બેસે અને અંદર આનંદના ધ્યાનમાં જાય ! આ..હા...હા..! એને કેવળજ્ઞાન થાય !! આ...હા..હા..! અંદર ભગવાનનું અવલંબન લીધું છે. પ્રભુ મોટો બિરાજે છે) ! આહા..હા...! એનું જ્યાં અવલંબન છે ત્યાં મોક્ષમાર્ગ અને મોક્ષ તો એની હથેળીમાં (છે) ! અંદર ભર્યું છે. આહા...હા...! શક્તિમાં છે તે વ્યક્તિમાં પ્રગટ થાય જ. તો આ પુણ્ય અને પાપના પરિણામ શક્તિમાં ક્યાં હતા ? અને એનું બંધન ને ફળ, એ ક્યાં આત્માનું કોઈ ફળ છે ? આ..હા..હા...! આવું છે.
અહીં તો જરીક અનુકૂળતા હોય ત્યાં બસ ! આપણે જાણે સુખી છીએ, સુખી છીએ. અને સાધારણ ગરીબ માણસને બિચારાને એવું હોય... “મુંબઈમાં નહિ ? શું કહેવાય ઈ ? પેલા ઉપર સૂતા હોય છે. ફૂટપાથ ! ગરીબ માણસ બધે ‘અમદાવાદ, ભાવનગર જ્યાં હોય ત્યાં એકલા પડ્યા હોય બહાર. જ્યાં મોટર ચાલતી ન હોય એવી જગ્યા હોય ને આમ ત્યાં બિચારા પડ્યા હોય. આ..હા...હા..! એ ખાવાના ક્યાં ? પીવાના ક્યાં ? નળના પાણી પીવા ! આ.હા...હા.! અને મોટરું ઉભી રહે એની પાસે માંગવું. જ્યાં મોટર ઉભી રહે ને ! પેલું લાલ લાલ થાય ને ! લાલ સિગ્નલ) આવે ત્યાં જ્યાં સુધી (ગાડી) ચાલે નહિ ત્યાં સુધી બધા ભિખારી ત્યાં માંગવા માટે ભેગા થાય. મોટરું ઉભી રહે ને ! આહા...હા...! અને ક્યાં માગે ત્યાં મળે હજાર ફળ ! કહે છે કે, પણ પ્રભુ ! બેયના ફળમાં ફેર નથી હોં ! આ..હા...હા...! બાપુ ! તને ફળમાં ફેર લાગે છે.
અતીન્દ્રિય આનંદનો નાથ જેમાં અતીન્દ્રિય આનંદનું ફળ આવે, પ્રભુ ! એની પાસે