________________
૨૦
સમયસાર સિદ્ધિ-૬,
છે નહિ. આહા...હા...!
‘તેઓ અનેક –જુદાં જુદાં બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત” છે. આહાહા..! જુઓ ! “કર્મના આશ્રમમાં ભેદ નથી.” કર્મના બંધનના આશ્રયમાં – અવલંબનમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે.” આ.હા...! આવું સ્પષ્ટ છે છતાં લોકો) ગોટા વાળે. પ્રભુ એક કોર શુદ્ધ ચૈતન્યમૂર્તિ !
ત્યાં પુણ્ય-પાપ અધિકાર’માં વ્રતમાં પણ એ કહ્યું ને ! ચારિત્ર જે છે એ સ્વદ્રવ્યને આશ્રિત છે. સ્વરૂપાચરણ ! પોતાનો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન ! એને આશ્રયે જે સ્વરૂપ એનું આચરણ (થયું) તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને પરદ્રવ્યને આશ્રયે જે વ્રત, તપ, આદિ ભગવાનની ભક્તિ આદિ (થાય) એ તો પરદ્રવ્યને આશ્રયે છે. આહા..હા..! તેથી તે પરદ્રવ્યને આશ્રયે બંધમાર્ગ છે. આ સ્વરૂપ આશ્રયથી મોક્ષનો માર્ગ છે. આ..હા...! સ્વદ્રવ્યને આશ્રયે છે એ મોક્ષમાર્ગ છે અને પરદ્રવ્યના લક્ષે જે થાય એ પદ્રવ્યને આશ્રયે છે. આહાહા.. એ બંધમાર્ગ છે. ભગવાન એમ કહે કે, અમારા ઉપર લક્ષ કરતા તને બંધભાવ ઉત્પન્ન થશે, બાપા ! આહાહા...! તારું તત્ત્વ અંદર ભરેલું ભગવાનસ્વરૂપ છે ને ! ત્યાં જો ને! ત્યાં જા ને ! ત્યાં માલ પડ્યો છે. રાગાદિમાં કાંઈ માલ નથી, પ્રભુ! વૃથા (છે). આહા..હા...! એ તો પુદ્ગલમય છે. શુભભાવ બંધમાર્ગ હોવાથી પુગલમય છે. આહા..હા.! શુદ્ધભાવ – શુભભાવ – ભલો ભાવ – મોક્ષ સ્વદ્રવ્યને આશ્રયે હોવાથી તે મોક્ષમાર્ગ છે. આ...હા..હા...! સ્વદ્રવ્ય આશ્રયે મોક્ષમાર્ગ અને પરદ્રવ્ય આશ્રયે બંધમાર્ગ – આ સિદ્ધાંત. પછી એના બધા ભેદ પાડ્યા. આહા..હા...!
હવે એનો ખુલાસો કરે છે. ભાવાર્થ – “કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ -અનુરાગ...” પંચ પરમેષ્ઠીમાં ભક્તિ , વ્રત, તપ... આ..હા..હા..! “જીવો પ્રત્યે અનુકંપાના....” ભાવ. આ..હા..! કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ...” એ બંધ શુભરાગ (છે). “મંદ કષાયથી ચિત્તની ઉજ્જવળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેગ્યા,” આહા..હા...! “નિર્દયપણું.... અનુકંપા હો કે નિર્દયપણું હો. આહા...હા...! “વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઈત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી...” કોઈ કર્મ બંધાય છે એમ.
“કોઈ કર્મ પહેલું લખ્યું છે ને ? કોઈ કર્મ તો એમ. અરહંતાદિની ભક્તિ આદિ. જીવની અનુકંપાથી, મંદ કષાયથી, શુભ પરિણામોના નિમિત્તથી. કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેયા આદિ અને દેવ-ગુરુ પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ. ‘આમ હેતુનો ભેદ હોવાથી...” (એમ) વ્યવહારનયના પક્ષથી પક્ષકાર કહે છે. છે ? હેતુનો ભેદ હોવાથી...” બંધનના હેતુના કારણમાં ભેદ હોવાથી. અરહંતાદિની ભક્તિમાં પુણ્ય બંધાય અને નિર્દયપણામાં પાપ બંધાય. આહા..હા...! તો વ્યવહારનયના પક્ષવાળો કહે છે કે, આમ હેતુનો ભેદ છે.