________________
સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર – પણ સંસારમાં રખડે એને (ભલો) કેમ કહેવાય ? એના માટે તો ગાથા છે. “શું તદ્રવતિ સુશીને યત્રાંસાર પ્રવેશયતિ' એનો તો આ અર્થ છે. આહા..હા...! જેનાથી ભવ મળે એને સારો કેમ કહેવાય ? આહા..હા...! સારો તો મોક્ષનો માર્ગ છે) કે જેનાથી મોક્ષ થાય તેને સારો ને ભલો ને શુભ કહેવામાં આવે. શુભ એ છે. મોક્ષ જે ત્રિકાળી કેવળજ્ઞાન એ જેનાથી પ્રાપ્ત થાય એવો નિશ્ચય મોક્ષમાર્ગ તે શુભ છે. બાકી શુભાશુભ પરિણામ તે બેય અશુભ અને અજ્ઞાન છે. આહા..હા...! આમાં આવી તો ચોખવટ પડી છે. માણસને પક્ષ થઈ જાય છે ને ! અને એકવાર, બે વાર બોલાઈ ગયું હોય પછી માળું ફરવું મુશ્કેલ પડે. એમ નહિ કે, ભઈ મારી ભૂલ થઈ હતી, એમાં શું છે.
શુભ એટલે મોક્ષમાર્ગ. અહીં શુભ એટલે પુણ્યને મોક્ષમાર્ગ વ્યવહાર (કહેવો છે) એમ નહિ. શુભ એટલે એ શુભ ભાવરૂ૫) વ્યવહાર મોક્ષમાર્ગ તે નહિ. અહીંયા તો શુભ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ, જે નિશ્ચય વીતરાગી પર્યાય (પ્રગટી તે શુભ). જે જિનસ્વરૂપી પ્રભુ ! એને આશ્રયે થયેલી જિનદશા તે વીતરાગીદશા તે મોક્ષમાર્ગ (છે), તેને અહીં શુભ કહેવામાં આવે છે. આહાહા...! તેને અહીંયાં ભલો કહેવામાં આવે છે. તેને અહીંયાં સારો કહેવામાં આવે છે. સામે છે ને ! પાઠ સામે પડ્યો છે ને ! આહા..હા...!
“અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ દેખો ! શુભ-અશુભ બને ભાવ અશુભ છે. આહા.હા...! વ્રત, અવ્રતના પરિણામ, દયા, દાનના પરિણામ, પ્રભુની ભક્તિના પરિણામ આહાહા...! કહે છે કે, એ બેય અશુભ છે. “અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદગલમય હોવાથી...” આ...હા..હા..! બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી. એમ એની સામે લેવું. મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી. એકલો આનંદનો સાગર પ્રભુ ! એની નિર્મળ દશા એ કેવળ જીવમય છે. એમાં પુદ્ગલનો કોઈ અંશ નથી. આહા..હા...! અને બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. બંધમાર્ગ એકલો મુગલમય છે. આહાહા....! આવું છે.
‘તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે;.” જુદાં જુદાં બે છે. મોક્ષમાર્ગ ભલો, એક, જીવમય (છે) અને પુદ્ગલમય બંધમાર્ગ બીજો. એમ બે છે. બેય એક નથી, એમ કહે છે). આહાહા...! શું કહ્યું ? સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી (અર્થાતુ) શુદ્ધ ચૈતન્યની પરિણતિ નિર્મળ હોવાથી તે ભલો અને સારો કહેવામાં આવે છે અને શુભ કહેવામાં આવે છે. અને જે બંધમાર્ગ છે તે કેવળ પુગલમય હોવાથી. આ.હા.હા.હા...! એ શુભાશુભ પરિણામ કેવળ બંધમાર્ગ, કેવળ પુદ્ગલમય હોવાથી શુભાશુભ પરિણામ હોં ! એ કેવળ પુગલમય હોવાથી. આહા...હા...!
દયા, દાન, વ્રત, ભક્તિના) પરિણામ હો કે હિંસા, જૂઠું, ચોરી આદિના પરિણામ હો, બેય બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. આહાહા..! તેઓ અનેક જુદાં જુદાં, બે)