________________
૧૬
સમયસાર સિદ્ધિ-૬ ‘તે એક જ હોવાથી કર્મના કારણમાં ભેદ નથી.” તેં કારણમાં પરિણામ-ભેદ કહ્યો પણ અમે કહીએ છીએ કે, બેય પરિણામ એક (છે), અજ્ઞાન છે એમાં કાંઈ ભેદ નથી. આહાહા..! બંધના કારણમાં શુભ-અશુભ બેય પરિણામ જીવના ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ હોવાથી તે અજ્ઞાન છે. તેથી પરિણામમાં તું ફેર માને છે એમ નથી. બેય અજ્ઞાન છે. આ..હા....! પાછું “અજ્ઞાનમય’ કહ્યું છે હોં !
ભગવાન જ્ઞાનમય પ્રભુ છે ત્યારે શુભાશુભ પરિણામ અજ્ઞાનમય છે. કારણ કે એની જાતથી તે વિરુદ્ધ જાત છે. આહા..હા...! “માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી.” તું કહે છે કે, એક પુગલ શાતાવેદનીયનો સ્વભાવ (છે) અને અશાતા(વેદનીય) આદિનો સ્વભાવ (એ બેમાં) ભેદ છે. તો અમે કહીએ છીએ કે, “શુભ કે અશુભ પુદ્ગલપરિણામ...” બેય કેવળ પુદ્ગલમય હોવાથી.” ભલે શાતા બંધાણું કે અશાતા બંધાણું. આહા..હા...! “
પુ લમય હોવાથી તે) એક (જી છે.” ઈ કોની વાત થઈ ? બંધનની. પહેલાં બંધનના કારણની વાત હતી. (વ્યવહાના પક્ષવાળાએ એમ કહ્યું કે, બંધનના કારણમાં ફેર છે. ત્યારે આ (આચાર્ય મહારાજ) કહે કે, બેયમાં ફેર નથી, બેય અજ્ઞાન છે. ત્યારે પેલાએ એમ કહ્યું કે, પુદ્ગલના બંધનમાં ફેર છે. એકમાં શાતા બંધાય અને એકમાં અશાતા (બંધાય). પુદ્ગલનો સ્વભાવ જુદી જાત છે. એકમાં જશકીર્તિ બંધાય, એકમાં અપજશકીર્તિ બંધાય. આહા...હા..! એના પુદ્ગલના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહારનયવાળાનો પક્ષ હતો અને અહીં તોડ્યો છે.
શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુગલમય હોવાથી એક હજી છે.” આહા..હા...! “તે એક હોવાથી...” બંધન હોં ! ‘કર્મના સ્વભાવમાં ભેદ નથી;...” માટે કર્મના સ્વભાવમાં ભેદ નથી). પુદ્ગલમય છે માટે કર્મના સ્વભાવમાં ભેદ નથી. ચાહે તો શાતા બંધાય કે અશાતા બંધાય, જશકીર્તિ બંધાય કે અપજશકીર્તિ બંધાય, મનુષ્યગતિ બંધાય કે ઢોરગતિ બંધાય કે દેવગતિ બંધાય. આહા...! પણ () બંધાય છે એ પુદ્ગલમય છે. આ.હા..હા... એમાં ચૈતન્યની જાત ક્યાંક આવી નથી. માટે પુદ્ગલના સ્વભાવમાં તું ભેદ કહે છે એમ નથી. બેય પુદ્ગલમય છે માટે પુદ્ગલનો સ્વભાવ છે. આહા..હા...! તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી, માટે કર્મ એક જ છે.
ચોથું. “શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી” તું કહે છે કે, શુભનું ફળ આવે આમ શાતાવેદનીયના સંયોગો, પૈસા-લક્ષ્મી, શરીરાદિ, અશાતાના ઉદયમાં રોગાદિ (આવે). પણ એ બધું પુદ્ગલમય કર્મ હોવાથી કેવળ “એક () છે. શુભ-અશુભના ફળરૂપે થતો ઈ બધો વિપાક કેવળ પુદ્ગલમય છે. આ..હા..હા! ચાહે તો રોગ હોય કે ચાહે તો નીરોગ હો, એ બધું પુગલમય છે. એના ફળમાં તને ફેર દેખાતો હોય તો કહે છે કે એના ફળમાં ફેર નથી. આહાહા..!