________________
ગાથા ૧૪૫
૧૫
એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે. આહા..! એથી કર્મબંધનના “સ્વભાવમાં ભેદ છે.” એમ. એક શાતા બંધાય છે, એકમાં અશાતા બંધાય છે. માટે કર્મના સ્વભાવમાં બંધમાં ફેર છે. એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે.
કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી...” આહા...હા....! ‘કર્મના અનુભવમાં -સ્વાદમાં) ભેદ છે.” (અર્થાતુ) કર્મના ફળના સ્વાદમાં ભેદ છે. શાતાવેદનીયથી મળેલી ચીજ, એનો સ્વાદ બીજો હોય છે, શુભ ફળ છે. અશાતાના ઉદયથી રોગાદિ આવે, એના ફળમાં (સ્વાદ બીજો હોય છે. આહા...! પેલામાં –શુભભાવનું) શુભ ફળ છે અને પેલામાં (-અશુભભાવનું) અશુભ ફળ – વિપાક છે. તો ફળમાં ફેર છે. બંધનના કારણમાં ફેર છે, બંધનના પુદ્ગલપરિણામના સ્વભાવમાં ફેર છે અને તેના ફળમાં ફેર છે. એમ વ્યવહારનયના પક્ષવાળાએ ત્રણ વાત કરી.
(હવે) વ્યવહારવાળાનો ચોથો પક્ષ (કહે છે). કોઈ કર્મ શુભ સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે–જોકે પરમાર્થે) કર્મ એક જ છે તોપણ” પરમાર્થે કર્મ એક જ છે. આ શુભ એવા મોક્ષમાર્ગને આશ્રિત છે ને ! ત્યાં આગળ મોક્ષમાર્ગને આશ્રિતનો અર્થ ફૂલચંદજી” એવો કરે છે. અહીં એ નથી (કહેવું).
પરમાર્થે) કર્મ એક જ છે તોપણ—કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે.પરંતુ તે પક્ષ) પ્રતિપક્ષ સહિત છે.” (એટલે કે, તે પક્ષનો વિરોધપક્ષ છે. નિશ્ચય છે એ વ્યવહારનો વિરોધપક્ષ છે. આહા..હા...! તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે :- આ.હા..હા...!
શુભ કે અશુભ જીવપરિણામ...” પેલો કહેતો હતો કે, બંધનના પરિણામમાં ફેર છે. એકમાં શુભપરિણામ છે અને એકમાં અશુભ પરિણામ) છે. એના ઉત્તરમાં નિશ્ચયથી એવો પ્રતિપક્ષ રજુ કરે છે કે, “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક (જી છે.” આ..હા..હા...! ચાહે તો શુભ હો કે અશુભ હો, એ અજ્ઞાન છે. એટલે કે એમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી. આ.હા..! ચૈતન્ય સ્વભાવ છે. શુભ-અશુભભાવમાં જ્ઞાનસ્વરૂપી ભગવાન, એના અંશનો એમાં અભાવ છે. એથી તે અજ્ઞાન છે. શુભ-અશુભ બેય પરિણામ અજ્ઞાન છે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ અજ્ઞાન છે, કહે છે. હમણાં કહેશે. કારણ કે એમાં જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! જે જ્ઞાયકસ્વભાવ તત્ત્વ ! એનો એમાં અભાવ છે. એની જે જ્ઞાનની નિર્મળ પર્યાય જોઈએ એ એમાં (-શુભ-અશુભભાવમાં) નથી. એથી એ અજ્ઞાન છે. શુભ-અશુભ બેય પરિણામ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે મિથ્યાત્વ છે એમ નહિ. એ તો વળી એને પોતાના માને તો મિથ્યાત્વ છે) પણ એ પોતે અજ્ઞાન છે. (એટલે કે) એમાં જ્ઞાનસ્વરૂપનો – ચૈતન્યસ્વરૂપનો અભાવ છે. આહાહા...!