________________
ગાથા ૧૫
૧૭
‘તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી.” શાતાવેદનીયમાં સુખનું વેદન આવે, અશાતમાં દુઃખનું (વેદન) આવે એમ અજ્ઞાની કહે છે. અહીં કહે છે કે, બેયનો
સ્વાદ ભંડો છે, ખોટો છે. સ્વાદમાં ભેદ નથી. આહા..હા...! શાતા વેદનીયને લઈને મળેલી લક્ષ્મી – કરોડો, અબજો રૂપિયા અને અશાતાને લઈને મળેલી નિર્ધનતા, દરિદ્રતા, રોગ ઈ ફળમાં ફેર છે ને ! એમ અજ્ઞાનીનો પક્ષ છે. આહાહા...! (તો કહે છે કે, ફળમાં જરીયે ફેર નથી, ઈ બેય પુદ્ગલની વાતું છે બધી. આહા..હા..! –સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.”
“શુભ સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી...” આમાં ‘શુભ સારો) એવો મોક્ષમાર્ગ...” અહીં “શુભ' શબ્દ શુદ્ધ. શુભ એટલે સારો. સારો એટલે શુદ્ધ એમ ત્યાં અર્થ લેવો. શુભ સારો) એવો મોક્ષમાર્ગ” કેમકે પુણ્ય અને પાપના બેય ભાવ અશુભ છે અને આ મોક્ષમાર્ગ છે તે શુભ છે, આ શુભ છે. પેલા શુભાશુભ બેય પરિણામ તો અશુભ છે. આહાહા.! ત્યારે મોક્ષનો માર્ગ તે શુભ છે. શુભ છે એટલે સારો છે. સારો છે એટલે શુભાશુભ ભાવથી રહિત છે. આહા...હા...! આહાહા...! એમ “મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી.” એમ લીધું છે ને ! આમાં ક્યાં (શુભભાવને મોક્ષમાર્ગ કહ્યો છે ?) શુભરાગને (મોક્ષમાર્ગ) કહે તો ત્યાં તો એને) અજ્ઞાન કીધું છે. જો શુભનો અર્થ ત્યાં શુભભાવ (હોય તો) મોક્ષમાર્ગ કેવળ જીવમય (છે) એ વાત મળતી નથી. આહા...હા...! માણસને પકડ થઈ જાય પછી ફરવું કઠણ પડે, આકરું પડે છે.
અહીં તો કહે છે કે, શુભ એટલે કે નિશ્ચય જે મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અવલંબે થાય તેને અહીંયાં શુભ કહેવામાં આવે છે. તેને જ ભલો કહેવામાં આવે છે. શુભ અને અશુભ બેય પરિણામ તે ભલાં નથી, ભુંડા છે. આહાહા...! આ.હા...હા....!
હવે પેલા લોકો ટીકા કરે છે, એમ કે તમે પુણ્યને વિઝા (કહીને) હલકી ઉપમા આપી દીધી. ‘ઉત્તરાધ્યયન’નું પહેલું અધ્યયન છે ને ! એમાં બોલ છે ઈ આવી ગયો હતો. તદ્દન હલકી ઉપમા આપી છે. અહીં તો કહે છે કે, ઝેર છે ને અજ્ઞાન છે. શુભ અને અશુભ ભાવ બેય અજ્ઞાન છે. અને મોક્ષમાર્ગમાં તો કહે છે કે, ઝેર છે, ભલો નથી. શુભ-અશુભ ભાવ બેય ભલાં નથી. ભલો તો એક આત્માનો શુદ્ધ મોક્ષમાર્ગ છે તે ભલો છે).
આત્મા ચિદાનંદ પ્રભુ ! એને આશ્રયે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે). નિશ્ચય કેમ (કહ્યું) ? કે, પેલા રાગની અપેક્ષાએ (કહ્યું). બાકી પર્યાય અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય છે. આહા...હા...! પણ પર્યાયની અપેક્ષાએ જે વ્યવહાર કહેવાય છે તે રાગની અપેક્ષાએ નિશ્ચય છે. તે અહીં ભલો કીધો છે. ભલો અહીં શુભભાવને ભલો કીધો છે એમ નથી. આહા...હા....!
મુમુક્ષુ – જે સંસારમાં દાખલ કરે એને ભલો કહેવાય કેમ ?