________________
ગાથા૧૪૫
૨૩
એ પુદ્દગલના ફળ તો અજ્ઞાનના ફળ (છે), બંધના ફળ છે, એ પુદ્ગલમય છે. પ્રભુ એમાં નથી. આ..હા..હા...! અને ભગવાન ત્રિલોકનાથ ચૈતન્યપ્રભુ ! એનો એક જરીક આશ્રય લીધો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદ આવ્યો ! આ..હા..હા...! એ ચીજ આગળ આ બધા તારા સુખની સાહેબીઓ પુદ્ગલની જાત અને ઝેરની જાત છે. આહા..હા...! આવું છે. ગરીબ થઈ જાય એટલે આમ દીન થઈ જાય અને પૈસા થાય એટલે આમ ચાલે ત્યાં... (આમ ચાલે) ! અમારે બોટાદ’માં (એક) સ્વામિનારાયણના ‘હિંમતલાલ' શેઠ હતા. એની ચાલ એવી હતી ને ચાલ... એની કોપી બીજો એક કરતો. સ્થાનકવાસી હતો એ એની કોપી કરતો. ઈ ચાલે એના જેવું ચાલે. શેઠ જેવું (ચાલે). આ..હા....! શું છે પણ આ ? એમ કે આમ નગરશેઠ ! શરી૨ મજબુત ! લાખો રૂપિયા ! આબરુ મોટી ! એની સાથે આપણે હોડ કરીએ, થોડું થોડું તો કરીએ, એમ કહે). અરે.. પ્રભુ ! કોની સાથે હોડ કરવી (છે) ? એ બધા પુદ્ગલના ફળ, ઝેરના ફળ છે, ભાઈ ! આ..હા..હા..હા...! પ્રભુ ! તારો આનંદનો સાગ૨ ! ચિંતામણિ રત્ન પડ્યું છે ને ! આ..હા..હા...!
૧૪૬ (ગાથામાં) દાખલો આપ્યો છે. ૧૪૬ ગાથા છે ને ! (એની) યસેનાચાર્યદેવ’ની ટીકામાં દાખલો આપ્યો છે). છાશને માટે રત્નને વેંચે છે. ૧૪૬માં ચસેનાચાર્યદેવ’ની સંસ્કૃત ટીકામાં (છે). છાશ... છાશ જોવે છે એમાં રત્નને વેંચી નાખે ! રત્નને વેંચીને છાશ લે !! આહા..હા...! રાખ માટે રત્નનો ઢગલો બાળે ! થોડી રાખ જોઈતી હોય, આ મગ સડી ન જાય (એટલે) નાખે છે ને ! એ રાખ માટે રત્નની રાશિ – ઢગલો બાળે. આ..હા..હા...! એક દોરા માટે હીરાના હારનું ચૂર્ણ કરી નાખે ! યસેનાચાર્યદેવે’ ચાર દાખલા (આપ્યા) છે અને એક કોદરવા માટે ચંદનનું વન છેદી નાખે. ચંદનનું વન ! યસેનાચાર્યદેવ’ની ટીકામાં ચા૨ દાખલા છે. પહેલા કહેવાય ગયા છે. આહા..હા...! એમ પુણ્યને માટે મરી જાય છે, કહે છે. આહા..હા...! રાગના પુણ્યના પ્રેમમાં આત્માને હારી દે છે. આ..હા...! છાશ માટે જેમ રત્નને વેંચે એમ એ પુણ્યના પરિણામના પ્રેમમાં આખો વેંચાઈ જાય છે, આખો આત્માનો અનાદર કરી નાખે છે. આહા..હા...!
રાખ માટે રત્નની રાશિનો – ઢગલો બાળે છે. એમ એક પુણ્યના પરિણામમાં ભગવાન મોટો રત્નની રાશિ છે... આહા..હા...! એનો એ અનાદર કરે છે. સૂતરના દોરા માટે એક હા૨ને ચૂરી નાખે છે, ચૂરણ કરે છે. (એમ) એક શુભભાવના રસમાં અનંત રત્નનો હીરલો પ્રભુ !... આ..હા...હા...હા...! એને એ બાળી મૂકે છે, અનાદર કરી નાખે છે. આહા..હા...! કોદરવા માટે ચંદનના વનને છેદી નાખે છે. આહા..હા...! એમ એક શુભ પરિણામના પ્રેમમાં ભગવાન ચંદનવૃક્ષ મહાપ્રભુ ! આ..હા..હા...! એનો અનાદર કરે છે. આહા..હા...! સાધારણ કામ નથી, બાપા ! આ તો અંતરની વાતું (છે). આહા..હા...! વીતરાગમાર્ગને સત્યપણે, (સત્ય) રીતે સાંભળવા પણ મહાભાગ્ય જોઈએ ! આ..હા..હા...! આહા..હા...! કાં