________________
ગાથા ૧૪૫
૨૧
કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” આહા..હા..! પેલા પરિણામના ભેદ કીધાં, આ બંધનના ભેદ છે. આહા..હા....!
“શાતાવેદનીય, શુભ-આયુ,” આહાહા..! શાતાવેદનીય બંધાય કે દેવનું શુભ-આયુ હો. “શુભનામ.... જશોકીર્તિ. “શુભગોત્ર... ઊંચ ગોત્ર. “એ કર્મોના પરિણામ -પ્રકૃતિ વગેરે)માં તથા ચાર ઘાતિક, અશાતાવેદનીય...” એની સામે ફેર છે એમ કહે છે. ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર—એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે)માં ભેદ છે;” એમ અજ્ઞાનીનો પક્ષ છે. એક બાજુ ચાર ઘાતિનો.. આ..હા..હા....! બંધ પડે અને એક બાજુ શાતાનો બંધ પડે. આ..હા...હા..હા...! ઘાતિકર્મનો બંધ પડે અને એક બાજુ શાતાનો બંધ પડે, કહે છે. ફેર નથી ? આટલો બધો ફેર નથી લાગતો ? કાંઈ ફેર નથી. આ..હા...હા...! ઘાતિકર્મનો બંધ પડો, શાતાનો પડો કે જશકીર્તિનો પડો. આ..હા...હા.! પણ બંધ છે, એ તો બધો પુદ્ગલનો સ્વભાવ છે. આહાહા..! આ “સોનગઢની વાણી છે આ ? “સોનગઢથી છપાણું એટલે (‘સોનગઢની વાત થઈ ગઈ ?) આ તો પહેલાની વાત છે. આ...હા..!
“અશુભગોત્ર–એ કર્મોના પરિણામ (પ્રકૃતિ, વગેરેમાં) ભેદ છે. ક્યાં શાતાવેદનીય બંધાય અને ક્યાં દર્શનમોહનીય બંધાય ! ચારિત્રમોહનીય બંધાય. એમ અજ્ઞાની કહે છે કે, આમાં તમને ફેર લાગતો નથી ? તો કહે છે), ના. ત્યાં બેય પુદ્ગલના પરિણામ છે. આ..હા..હા...! કારણમાં પણ બેય અજ્ઞાનમય પરિણામ અને બંધમાં પણ) શાતા બંધાય કે ઘાતિ (બંધાય), બેય પુગલના પરિણામ છે. આમ છે. આકરું પડે એવું છે.
‘કર્મના શુભ કે અશુભ એવા બે ભેદ છે. ક્યાં શાતાવેદનીય બંધાય અને ક્યાં ઘાતકર્મ ! તમે કાંઈ ફેર ન માનો ? અમને તો કેટલો ફેર લાગે છે, કહે છે. સાંભળ, સાંભળ ! હજી એનો પ્રશ્ન છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે.” આ કલ્પના (છે). અનુકૂળ દેખીને સુખની કલ્પના થાય. “અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે;” છે તો બેય દુઃખરૂપ. પણ એણે માન્યું છે ને કે, શાતાવેદનીયના ઢગલા આવવા, અબજો રૂપિયાના ઢગલા ! આમ એકલા મખમલના ગાદલાં ને મખમલના પાથરણા ! લાખો રૂપિયાના મખમલના આ પાથરવાના ! ત્યાં આવા (સાદા) પાથરે ?
આહા...હા...! અરે! પેલા “રાવણને સ્ફટિકમણિના બંગલા (હતા) ! સ્ફટિકમણિની નિસરણી ! સ્ફટિકમણિની લાદી ! સ્ફટિકમણિની લાદી !! અને સાતમી નરકમાં અગ્નિના
ભડકા) ! એમ ફેર નથી લાગતો ? (એમ) વ્યવહારવાળો કહે છે. કાંઈ ફેર નથી, બાપા ! સાંભળ ! આ.હા..હા...! એ સાતમી નરકની અગ્નિની વેદના અશાતાનું ફળ (છે) અને અહીંયાં સ્ફટિકમણિની લાદી ! આમ નિસરણી ચડતાં અંદર વિચારે ચડી જાય કે, આ ચડાય છે કે પગલું આમ જાય છે ? પગ હેઠે દેખાય. આહા...હા...! ભાઈ ! એ બધા પુદ્ગલના