________________
ગાથા૧૪૫
૧૯
છે;...’ એટલે કે સારો એવો મોક્ષમાર્ગ અને ખરાબ એવો બંધમાર્ગ. સારો એવો મોક્ષમાર્ગ જીવમય (અને) ખરાબ એવો બંધમાર્ગ અજીવ પુદ્ગલમય. એમ બે છે. બેમાં આ એક ઠીક અને એક અઠીક એવા ભાગ નથી. આહા..હા...!
તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી...’ દેખો ! ‘અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્દગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત...’ છે. મોક્ષમાર્ગને આશ્રિત જરીયે અંશે રાગ કે બંધ નથી. આહા..હા...! અનેક હોવા છતાં...' એ અનેક એટલે (શું) ? જીવમય મોક્ષનો માર્ગ – નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ ભલો. અને એનાથી વિરુદ્ધ પુણ્ય અને પાપનો પુદ્ગલમય બંધમાર્ગ. એ તો પુદ્ગલમય છે, એ જીવમય નહિ. આહા..હા...!
=
મોક્ષમાર્ગ અને બંધમાર્ગ બે અનેક હોવા છતાં ‘કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત...' છે એમ કહે (છે). આહા..હા...! કર્મ તો એ પુણ્ય-પાપને આશ્રિત કર્મબંધન છે. મોક્ષમાર્ગને આશ્રિત બંધ છે નહિ. બંધનો આશ્રય મોક્ષમાર્ગ નથી. બંધનો આશ્રય બંધમાર્ગ છે. આહા..હા...! આવી વાત છે. દુનિયાને આકરું પડે.
લાખો, કરોડો રૂપિયા ખર્ચે, મંદિર બનાવે... કેટલાક એમ કહે કે, પૈસા ખર્ચે છે), લ્યો ! આ ‘શાંતિભાઈ ઝવેરી' જુઓ ! કેટલા ખર્ચ્યા ! પોણા બે લાખ રૂપિયા ! પંદર દિ’માં પોણા બે લાખ (ખર્ચા). આહા..હા..! એક લાખ ને સાંઈઠ હજાર તો ખર્ચ્યા. ચોખ્ખું દેખાય. બીજું અંદર ઘણું (ખર્ચતા), દ૨૨ોજ મૂકતા, મહેમાનોને જમાડતા ને.... પેલી બુકું આપતા. એકમને બુકું હસુભાઈ’એ આપી હતી, બીજ-ત્રીજે એણે આપી હતી. જેની પાસે નહોતી ને (એને) એના તરફથી (આપી). ચારે બાજુમાં એનો હાથ હતો.
મુમુક્ષુ :– જમણ હતું.
ઉત્તર :– હા, જમણમાં રૂપિયા આપ્યા. આખા જમણના અગિયાર હજાર રૂપિયા મંડળને (આપ્યા). બાકી મંડળને ખર્ચ તો મોટો થયો હોય. ચાર હજાર માણસ જમે તોપણ વીસ હજાર થાય. પણ એને એમ કે કોઈને કાંઈ આમાં આપવું છે ? તો એમના તરફથી એમણે અગિયાર હજાર આપ્યા. એ તો ઠીક. પણ વાત એ છે કે, એ બેય બંધમાર્ગને આશ્રયે જ શુભાશુભ પરિણામ છે, એ બંધમાર્ગ છે, એ પુદ્ગલમય છે, અજ્ઞાનમય છે. આ..હા..હા...! પેલી ટીકામાં આવે કે, વ્યવહા૨ે ફેર છે. પણ વ્યવહા૨ે ફેર છે એનો અર્થ ? વ્યવહારનય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આહા..હા...!
મુમુક્ષુ :
લૌકિકમાં એમ કહેવાય.
ઉત્તર ઃબહારથી લૌકિક બહારની અપેક્ષાએ (કહેવાય) એનો અર્થ શું ? ત્યાં સત્ય ક્યાં આવ્યું ? સત્ ચિદાનંદ પ્રભુ ! પૂર્ણાનંદનો સાગર ! એની જે નિર્મળ પરિણિત છે (એ) રાગ, પુણ્યના પરિણામ વિનાની છે. એ એક જ મોક્ષમાર્ગ છે) અને એને આશ્રયે બંધ