________________ જયાનંદ કેવળી ચરિત્ર. પર ભકિતવાળો છે, મારે મિત્ર છે, ઉત્તમ મહા શ્રાવક છે, ધર્મને વિષે સહાય આપવાથી મારો ઉપકારી છે. તથા વિનયવાળે, નીતિવાળે, પરાક્રમવાળો અને બુદ્ધિવડે સર્વ કાર્યમાં સમર્થ છે. આવા નિર્દોષને કષ્ટ આપવું તે પણ કેમ ઘટે? તે વિશ્વાસુનો વિશ્વાસઘાત કરીને પાપ કેણ કરે? તેથી કરીને મારે પાપના મૂળરૂપ પરસ્ત્રીના ગ્રહણવડે સયું! કેણ શુદ્ધ બુદ્ધિવાળે આ ભવ અને પરભવમાં વિરૂદ્ધ એવું અકાર્ય કરે?” ( આ પ્રમાણે રાજાનું વચન સાંભળી દુષ્ટબુદ્ધિનાં સ્થાનરૂપ, અંતઃકરણમાં દુષ્ટ અને બહારથી શિષ્ટ (સારા આચરણવાળ) પુરોહિત મનમાં ખેદ પામી બે કે –“હે સ્વામી! તમે યુકિતચુક્ત વચન બેલ્યા છે, પરંતુ પોતાના સેવક ઉપર એકાંત વાત્સ ત્ય હોવાથી તમારી વિચારદષ્ટિ ગુમ થઈ ગઈ છે, તેથી તમે નીતિશાસ્ત્ર તરફ દષ્ટિ નાંખી શકતા નથી. હે નિપુણ સ્વામી ! નીતિશાસ્ત્ર ને અનુસરનારું આ મારું વચન સાંભળો; કારણ કે જે ભક્તિવંત હોય છે તેજ હિતને કહે છે અને જે બુદ્ધિમાન હોય છે તે જ હિતવચન શ્રવણ કરે છે. હે પ્રભુ! તમારી પૃથ્વીમાં કોઈ પણ ઠેકાણે જે જે રત્નો ઉત્પન્ન થાય છે, તે સર્વનાં વૃક્ષ અને ધાન્ય વિગેરેની જેમ તમે જ સ્વામી છે. નીતિશાસ્ત્રમાં રહેલે આ આચાર સર્વ રાજાઓને માન્ય છે, તેથી તમારી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલાં સર્વ સ્ત્રીરત્નોના તમે જ સ્વામી છે. આ રીતે સર્વ સ્ત્રીઓ તમારી જ છે. તમારે કોઈ પણ પરસ્ત્રી નથી, તેથી મંત્રીની સ્ત્રીઓ ગ્રહણ કરવામાં વ્રતને ભંગ શી રીતે થાય? વળી મંત્રી સ્વામીભકત છે, મારે મિત્ર છે.” વિગેરે જે તમે કહ્યું, તેના પર હું વિશ્વાસ રાખતા નથી, કારણ કે જે તે સ્વામીભકત હોય તો તે તમને પોતાની પ્રિયાઓ કેમ અર્પણ ન કરે? વળી મેં કઈક ઠેકાણેથી જાણ્યું છે કે–આ મંત્રી શત્રુના પક્ષને છે, તે તમે પણ સમય આવે જાણશે. તેથી તેને તમે સ્વામીભકત કહે છે, તે શી રીતે સિદ્ધ થાય ? સરળ સ્વભાવવાળા તમારે તે માયાવીની સાથે મૈત્રી રાખવી ગ્યજ નથી. તે તો તમારા ઉપર વિશ્વાસવાળ નથી, પરંતુ તમે જ તેના પર વિશ્વાસવાળા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust