________________
સર્વસંગ્રહગ્રંથ
૩૭૫
શ્રી હસ્તગિરિજી તીર્થ પાલિતાણાથી ૨૦ કિ.મિ.ના અંતરે શેત્રુંજી નદીના ઉત્તર તટ પર આવેલી એક ટેકરી પર આ તીર્થ આવેલું છે.
આ તીર્થને શત્રુંજય તીર્થની એક ટક માનવામાં આવે છે. પ્રથમ તીર્થકર શ્રી આદિશ્વર ભ.ની અનેકવારની પાદસ્પર્શનાથી આ ભૂમિ વિભુષિત બનેલી છે. ટેકરી પર શ્રી આદિશ્વર ભ.ની પ્રાચીન ચરણપાદુકાની દહેરી દર્શનીય છે. એમ કહેવાય છે કે શ્રી આદિશ્વર ભ.ના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવતી આ ભૂમિ પર મોક્ષપદને પામ્યા છે. શ્રી ભરત ચક્રવતીને હાથી અનશન કરીને અહીં સ્વર્ગે સિધાવ્યું હતું તેથી આ પર્વતનું નામ હસ્તગિરિ પડયું છે. અનેક મહાત્માઓની ચરણરજથી આ તીર્થ પુનિત બનેલ છે.
શ્રી શત્રુંજય ગિરિરાજની ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં આ તીર્થ આવે છે. અહીં આ પર્વત પર હાલ પૂ. આ. શ્રી. વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ૭૨ દેવકુલીકાયુક્ત અષ્ટકોણાકૃતિવાળું એક અલૌકિક, અદ્વિતિય જિન મંદિરનું નિર્માણ પૂરઝડપે થઈ રહ્યું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની વ્યવસ્થા છે.
આ તીર્થમાં આવવા માટે પાલિતાણાથી બસ અથવા ટેક્સી મારફત જાળિયા (અમરાજી) આવવું પડે. જાળિયાથી આ પહાડનું ચઢાણ અઢી કિ. મિ. જેટલું છે. પર્વત પર જવા માટે હવે સડક તૈયાર થયેલ છે તેથી ટેક્સી, કાર વિ. ઉપર જઈ શકે છે.
સર્ગિક વાતાવરણથી ભરપૂર અને પરમ શાંતિના ધામ સમા શેત્રુજી કાંઠાના આ તીર્થની એકવાર અવશ્ય સ્પર્શના કરવા જેવી છે.
શ્રી કદમ્બગિરિ પાલિતાણાથી ૨૨ કિ.મિ.ના અંતરે આવેલ આ તીર્થ શ્રી શત્રુંજય તીર્થની એક ટ્રક ગણાય છે. અહીં ગઈ ચોવીશીના બીજ તીર્થકર શ્રી નિર્વાણ પ્રભુના ગણધર શ્રી કદમ્બમુનિ એક
કરોડ મુનિવરો સાથે મોક્ષપદને પામ્યા હતા. તેથી આ પર્વતનું નામ કદમ્બગિરિ પડયું છે. શ્રી નાભ ગણધર ભગવંત પાસેથી આ ગિરિવરને મહિમા જાણી શ્રી ભરત મહારાજાએ અહીં શ્રી મહાવીર પ્રભુનું એક ભવ્ય દેરાસર બંધાવ્યું હતું.
આ સ્થળને પૂણ્ય પાવન તીર્થ શ્રી શત્રુંજયના પંચતીર્થમાં સ્થાન પ્રાપ્ત છે. ગિરિરાજની બાર ગાઉની યાત્રામાં પણ આ તીર્થને ગણવામાં આવે છે.
કદમ્બગિરિ પર્વત પર શ્રી આદિશ્વર ભટનું ભવ્ય જિનાલય છે. આ જિનાલયમાં શ્રી આદિશ્વર ભ.ની પદમાસનસ્થ, તવણું બે મિટરની તેજોમય પ્રતિમાના દર્શન કરતા ભાવિકે કૃતાર્થ બને છે. આ જિનાલય ઉપરાંત શ્રી નેમિનાથ ભ. તથા શ્રી સીમંધરસ્વામીના ભવ્ય જિનાલય સાથે કુલ આઠ દેરાસરો ગિરિરાજની શભામાં વધારે કરી રહ્યા છે. પહાડ ઉપર આગળ જતા બે દેરીઓ આવે છે. જેમાં નિર્વાણી પ્રભુ તથા કદમ્બ ગણધરની પ્રાચીન ચરણપાદુકા છે. કદબગર ગામમાં શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે.
પર્વત પરથી પાછળના રસ્તેથી આવતા વાવડી ભંડાર અવાય છે. જ્યાં અંજનશલાકા નહિ થયેલી અસંખ્ય પ્રતિમાઓ રાખવામાં આવેલી છે. તેમજ અહીં એક ભવ્ય દેરાસર દર્શનીય છે.
આ પહાડ પરનું પ્રાકૃતિક દશ્ય અત્યંત મનોહર લાગે છે. સમગ્ર તીર્થ નિર્મલ શાંતિ અને અલૌકિક આલાદ આપનાર છે.
પૂજય શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના સદુપદેશથી આ તીર્થનો ઉદ્ધાર થયેલ છે.
તીર્થને વહીવટ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢીના નામથી ચાલે છે. ધર્મશાળા તથા ભેજનશાળાની વ્યવસ્થા છે. યાત્રા કરીને આવનારા યાત્રિકોને ભાતુ અપાય છે. ડોળીની વ્યવસ્થા પણ છે. અહીં આવવા માટે પાલિતાણાથી બસ તથા ટેક્ષીની પૂરતી સગવડ છે.
* 1
.
ક.
E
.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org