________________
સ સ ગ્રહગ્ર ંથ
કૈવલજ્ઞાન સમસ્તગુણ અને પર્યાયને પ્રત્યક્ષ કરતું હાવાથી કેવલજ્ઞાન સકલપ્રત્યક્ષ કહેવાય છે.૧૧ અવિધ અને મનઃ પર્યાયજ્ઞાન દ્રવ્યના સમગ્ર અને સ્પષ્ટ કરી શકતા નથી. તેથી તેમના વિભિન્ન પ્રકાર પડે છે. તે આપણે ઉપર જોયુ. જ્યારે કેવલજ્ઞાનથી આવરણના અત્યંત ક્ષય થાય છે. તેમાં કઈ જ ખાકી રહી જતું નથી આથી, તે, ભેદરહિત છે. કારણકે, કારણમાં ભેદ ન હેાવાથી પરિણામમાં પણ ભેદ સભવિત નથી.
આ રીતે ઇન્દ્રિયા વસ્તુની સાથે સ'ચુક્ત થઈ પેાતાતાના વિષયને ગ્રહણ કરે છે. પરંતુ ચક્ષુ અને મન જ્ઞાન પ્રાપ્તિમાં વસ્તુની પાસે આવતાં નથી એટલે કે આ બે ઇન્દ્રિયા વસ્તુ સાથે સયુક્ત થયા વગર પણુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલા માટે જ જૈનન્યાય શાસ્રીએ તેને “ અપ્રાપ્યકારી” કહે છે. ૧૨
(૩) પરાક્ષપ્રમાણ *→
અસ્પષ્ટ જ્ઞાનને પરાક્ષજ્ઞાન કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ.
(૧) સ્મરણ :
જે જ્ઞાન માત્ર અનુભવથી ઉત્પન્ન થાય છે તેને સ્મરણજ્ઞાન કહે છે. પ્રત્યક્ષ તર્ક અમિતિ અને શબ્દભેાધ આ બધા અનુભવના પ્રકારેા છે. પૂર્વાનુભવના આધારે ઉત્તરાનુભવ સમયે જે જ્ઞાન થાય છે તેને સ્મરણુ કહી શકાય. જેમકે, “તે તીર્થંકરની પ્રતિમા.” ગૌતમ ન્યાયના અનુગામી વૈશેષિકા, બૌદ્ધો અને મીમાંસકા સ્મૃતિને પ્રમાણ માનતા નથી કેમકે પ્રત્યક્ષ પ્રમાણના તત્ત્વાની અથવા વસ્તુની સમાપ્તિના લક્ષણાની ગેરહાજરી સ્મૃતિમાં હાય છે. આ ટિકાના જવાબ આપતાં જનત ભાષામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, – “ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણા જે રીતે અવિસ'વાદક છે તે જ પ્રકારે સ્મરણ પણ વિસંવાદક છે અને તેથી અપ્રમાણ નથી. ૩
(૨) પ્રત્યભિજ્ઞાનઃ
ખાવાઇ ગયેલી મુદ્રિકા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, “ તે જ આ મુદ્રિકા ” એવું જ્ઞાન જે સ્ફુર્ર છે. તે પ્રત્યભિજ્ઞાન છે. બૌદ્ધોના મતે પ્રત્યભિજ્ઞાનમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ એવા એ આકારા હેાય છે. જેમાં “ તે ” આકાર અસ્પષ્ટ અને ‘ આ” આકાર સ્પષ્ટ પ્રત્યભિજ્ઞાન છે. આકારભેદના
૧૧. નિખિલદ્રવ્યપર્યાયસાક્ષાત્કારિ કેવલજ્ઞાનમ્ અંત અદ્વૈત-સકલપ્રત્યક્ષમ્ જૈનત ભાષા, શ્રીમદ્ યશાવિજયજી પ્રમાણપરિચ્છેદ.
૧૨. જૈનદર્શન, મુનિશ્રી ન્યાયવિજયજી, નવમી આવૃત્તિ
પા. ૪૨૧.
Jain Education Intemational
૪૪૧
કારણે પ્રત્યભિજ્ઞાન એક સ્વરૂપ નથી. આના બચાવ કરતાં જૈનતક ભાષામાં કહેવાયું છે કે, “આકારમાં ભેદ હેાવા છતાં જે રીતે ચિત્રજ્ઞાન એક છે, તે જ રીતે પ્રભિજ્ઞાન નામનુ જ્ઞાન પણ એકરૂપે પ્રતીત થાય છે.” ૧૪
(૩) તર્ક :
બે વસ્તુએ અનેક જગ્યાએ સાથે રહેલી દેખાવાથી કે એમને એકમેકના ક્રમમાં જોવાથી એમના પરસ્પર સહુભાવ અથવા ક્રમભાવના નિયમરૂપ અવિનાભાવ સિદ્ધ થઈ શકતા નથી. પરતુ એ એ વસ્તુને જુદી પાડવામાં અથવા તેમને નિશ્ચિતરૂપે ક્રમભાવી ન માનવામાં શે। વાંધા છે એ તપાસતાં વાંધા સિદ્ધ થતા હાય તે જ એટલે કે ઉપરોક્ત પ્રકારના વનાભાવ સબંધ નિઃશંક નિરપવાદ જણાતા હાય તા જ એ બંનેના નિયમ સિદ્ધ થઈ શકે છે. આ રીતે વસ્તુના સહભાવ અથવા અવિનાભાવ નિયમની પરીક્ષા કરવાના જે અધ્યવસાય તે તક છે. દા. ત. અગ્નિ અને ગરમીની ખાખતમાં આવી તણા કરી શકાય છે કે જો અગ્નિ વિના પણ ગરમી હાય તા તે અગ્નિનું કા”— પરિણામ બનશે નહિ. એટલે કે એમની પરસ્પર કાર્ય કારણતા (cause & effect) છે તે ટકશે નહિ, અને એમ થવાથી અગ્નિની અપેક્ષાવાળા અવશ્ય ગરમીની જે શેાધ કરે છે તે કરશે નહિ. આવા પ્રકારની તાર્કિક પ્રક્રિયાથી એ એની વ્યાપ્તિ નક્કી થાય છે.
(૪) અનુમાનઃ
साधनात्साध्य विज्ञानम् ।
જૈનત ભાષા
અનુસાર
સાધન – હેતુથી સાધ્યનું જ્ઞાન થવું તે અનુમાન છે. ઉપર તર્કની સ્પષ્ટતા જોયા મુજબ, જે વ્યાપ્તિ સંબંધ નક્કી થયા છે, તેનું સ્મરણ થતાં સાધ્યનું અનુમાન થાય છે, જેમકે જેણે અગ્નિ અને ગરમીના વિશિષ્ટ સબંધ જાણ્યા છે, અર્થાત, ગરમી તરફની વ્યાપ્તિ આગ્નમાં છે, એ, જે સમજ્યા છે, તે કોઈપણ અગ્નિ જોઈ અને તગત ( અગ્નિગત ) વ્યાપ્તિને (ગરમી તરફની વ્યાપ્તિને) સ્મરી, તે સ્થળે ગરમી હાવાનું અનુમાન કરે છે. આ અનુમાન પ્રમાણુના પશુ જૈનાચાર્યના મતે બે પ્રકારા છે. (૧) સ્વાર્થાનુમાન (૨ ) પરાર્યનુમાન. હેતુ અને સબંધના કારણેા દ્વારા સાધ્યનું જે જ્ઞાન મળે તે સ્વાર્થાનુમાન – સ્વાર્થાનુમાનના પણ ત્રણ અંગા છે. ધમી, સાધ્ય અને સાધન. પક્ષ અને હેતુ વચના પરાર્થનુમાન કહેવાય છે.
૧૩, ન ચેદમપ્રમાણમ્ પ્રત્યક્ષાદિવત્ અવિસાદ કાત્ જૈનત ભાષા
૧૪. આકારભેદેડપિ ચિત્રજ્ઞાનવદેકસ્ય તસ્યાનુભૂયમાનવાત્. જૈનત ભાષા શ્રીમદ્ યશાવિજયજી પ્રમાણપરિચ્છેદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org