________________
૨૭૬
જેનરત્નચિંતામણિ
છે. આ સંસ્થાનું સંચાલન છેલા ૧૭ વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. દેશના કોઈપણ ભાગ જેવા કે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તામીલનાડુ, બંગાળ કે રાજસ્થાન હોય ત્યાં દરેક સ્થળે જાતિ જઈને માનવસેવા તથા પશુસેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કરે છે. તેઓ શ્રી ખરેખર ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રના “One man Army ' એકલવીર છે.
તેઓએ આંદ્રની ૧૧૦ થી ૧૧૫ ડીગ્રી માથું ફાડી નાખે તેવી ગરમીમાં, જેસલમેરની ઠંડીમાં, બિહારમાં પાણીમાં સર્પોની વચ્ચે ચાલીને તથા ઉત્તરપ્રદેશમાં પણ અભૂતપૂર્વક સેવાકામ કર્યું છે. આ ઉપરાંત કાંદાવાડીમાં કાસ્ટ જૈન કિલનિકમાં અને ભરુચમાં અ. ત્રી. આવું. સાર્વજનિક હોસ્પિટલમાં તેની સ્થાપનાથી હજુ સુધી સેવા આપે છે.
શ્રી જગજીવનભાઈ એચ. દેશી છેલા બે અઢી દાયકામાં સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાં જે જે પ્રગતિશીલ ઉદ્યોગપતિઓ અને ઉદાર ચરિત દાનવીરોએ પિતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે. તેમાં શ્રી જગુભાઈ દેશીને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય.
શેઠ શ્રી જગુભાઈ આજે જે સ્થાને બેસીને ચોગરદમ જે સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેની પાછળ તેમનાં કુળ પરંપરાગત સંસ્કાર વારસો મૂળભૂત કારણ છે.
સાહસિકતા, પ્રસન્નતા, ઉદારતા અને સૌ કોઈની સાથે આત્મિયતા ભર્યું વલણ અપનાવવાને કારણે જૈનેત્તર સમાજમાં પણ તેઓ પ્રીતિપાત્ર બની શક્યા છે.
રંગરસાયણના ઔદ્યોગિક ક્ષેત્રે અસોસારણ પ્રગતિ હાંસલ કરવામાં તેઓ શ્રી મેધાવી બુદ્ધિ પ્રતિભાને તપ તેજથી જીવનના અસામાન્ય પગથિયા ચડવ્યા છે. અહમની આળપંપાળ વિનાના આ ઉદ્યોગ મર્મજ્ઞની વિશિષ્ટતા એ છે કે એમના મુખ ઉપર સદા સર્વદા પ્રસન્નતા જ ફરકતી રહી છે. ગુલાબી સ્વભાવે અને ઉમાભર્યા હૃદયવાળા શ્રી જગુભાઈની મધુર મુખમુદ્રા સંપર્કમાં આવનાર સૌ કોઈ લાંબા સમય સુધી વિસરી શકે તેમ નથી. તેમને માયાળુ મિલનસાર સ્વભાવ અનેકોના હૃદય જીતી લેવામાં કારણભૂત બનેલ છે. ભારતના રંગ રસાયણ ઉદ્યોગક્ષેત્રે અનન્ય સર્જન પ્રતિભા દાખવવા સાથે વિશેષતઃ તે સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રમાં રંગદર્શીતાને નવો યુગ નિર્માણ કરવાને પ્રશસ્ય પુરુષાર્થ સાધનાર શ્રી અમૃત- લાલ કાળીદાસ દેશી પછી ૧૯૭ર થી મેસર્સ અમરડાય કેમ. લી. ના અધ્યક્ષથી પદનું સ્થાન શ્રી જગુભાઈ સંભાળી રહ્યા છે. ઉત્પાદનની ગુણવત્તા અને અભિજાત સંશોધનાત્મકતા સાથે જેનું ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રભુત્વ પ્રગાઢ સ્વરૂપમાં પાંગર્યું છે. એ મેસર્સ અમર ડાય કેમ. લિ. એ સંશોધન, ગુણવત્તા અને વિકાસાથે
સર્વસ્વ અર્પણ કરીને રાષ્ટ્રના રંગ રસાયણ ઉદ્યોગક્ષેત્રે આગવી પ્રતિભા પ્રસ્થાપી છે.
- પ્રકૃતિને નાથવા મથનાર પરિશ્રમના પ્રકૃતિના આક્રમણ સાથે સમાધાન સાધવા ઇરછતા પૂર્વના સારસ્વત સંશોધન પ્રવાહેમાં સંવાદી રીતે કરવા માટે મેસર્સ અમર ડાય કેમ. લિ. માં શ્રી જગુભાઈ અને પ્રાણ પૂરી રહ્યા છે, એ અભિનંદનીય છે. જેમના નેહાળ સાન્નિધ્યથી અનેક સંસ્થાઓ અને કાર્યોમાં સંસ્કાર અને સદ્ભાવ પાંગર્યો છે. એવા સુરી મહાનુભાવ શ્રી જગુભાઈને અને તેમની વિશિષ્ટ પ્રણાલિકાઓને આવકાર અને અભિનંદન આપ્યા વગર રહી શકાતું નથી. શ્રી જગુભાઈની ધાર્મિક પ્રવૃત્તિઓએ પણ તેમને જૈન સમાજમાં ઉચ્ચ સને બેસાડવા છે. અનેક સંસ્થાઓના પ્રાણસમા શ્રી જગુભાઈ જૈન સમાજનું ગૌરવ ગણાય છે.
શ્રી જયંતિલાલ ડુંગરશી સંઘવી સૌરાષ્ટ્રમાં લીંબડીના વતની અને ઘણાં વર્ષોથી મુંબઈમાં આવી સ્થિર થયેલા શ્રી જયંતિલાભાઈ રૂના અગ્રેસર વ્યાપારી હતા. પણ સમાજસેવાના ઉમદા ગુણે નાનપણથી ખીલેલા એટલે સામાજિક પ્રવૃત્તિ અને સામાજિક સુધારણના પ્રખર હિમાયતી રહ્યાં, સંતબાલજી સાથેના તેમના સહવાસે સ્થાનકવાસી વિચારદશને વરેલા હતા, હોસ્પિટલ, પાંજરાપોળ, ઉપાશ્રય વગેરે સાથે સતત સંકળાયેલા રહ્યાં. શ્રીમદ્ રાજચંદ્ર ઉપર તેમને અનન્ય ભક્તિભાવ હતા. સર્વધર્મસમભાવમાં માનનારા હતા, તેમની એક એક પ્રવૃતિ યોજનાબદ્ધ હતી. શિક્ષણ પરત્વે પણ એટલી જ પ્રબળ મમતાને કારણે વેઢવાણમાં એક બેડિગ ઊભી કરી નાના મોટા અનેક કામોને તેમની સહાય મળતી, એ વારસે તેમના સુપુત્રોએ જાળવી રાખ્યો.
જયંતિલાલ વાડીલાલ શાહ
બાંસઠ વર્ષની વયના શ્રી જયંતિલાલ વાડીલાલ શાહ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વતની છે. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ૧૯૧૮માં મુંબઈ આવ્યા. નેકરીથી જીવનની કારકિર્દી શરૂ કરી તેઓ પ્રગતિના એક પછી એક સોપાન સર કરતા ગયા. તેણે પરમફયુમરીની ફેક્ટરી નાખી. ૧૮૫૭થી ઈપેટ લાયસનસ લાઈનમાં પડવ્યા. ધંધાના હેતુસર તેઓ પરદેશમાં યુ. કે., જર્મની, ફાનસ, ઈટાલી વગેરે સ્થળોએ ૧૯૭૭માં ફરી આવ્યા. તેમને યોગ અને ધ્યાનમાં ધણ રસ છે. તેઓ ચગેશ્વર શિબિરમાં જઈ આવ્યા છે. આ ઉપરાંત તેમને શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકોમાં પણ રસ છે. ધાર્મિક ક્ષેત્રે તેમને આચાર્ય વિજય પ્રિયંકરસૂરિ મહારાજ સાહેબ, આચાર્ય કૈલાસસાગર મ. સા. વગેરેની પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહ્યા છે. તેમણે કેસરિયાનગરમાં મૂર્તિ પધરાવી છે. વતન મૂળીમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org