________________
૩૧૪
જેનરત્નચિંતાક ણિ
શરૂ કરાવવામાં તેમના પરિવાર તરફથી તેમના નામે રૂા. ૨૧૦૦૦- નું માતબર રકમનું દાન અર્પણ કર્યું.
ટોટલ છ દિવસ સુધી ૧૫૦ સ્નેહીઓને સાથે લઈને આબુ, ઉત્તર ગુજરાતના શખેશ્વર, તારંગા, મહેસાણા વિગેરે તીર્થોની યાત્રા કરાવ્યા લાભ લીધો.
શ્રી મનસુખલાલ ખીમચંદ પારેખ * પાલીતાણાના વતની. જન્મ તા-૧૬––૧૯૩૪ મેટ્રિકને અભ્યાસ પૂરો કરી નાની ઉંમરમાં જ પિતાના વ્યવસાયમાં જોડાયા. સાથે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે ભાગ લેતા રહ્યા. વિદ્યાથી પ્રવૃત્તિમાં ૧૯૫૦ થી ૫૪ પાલીતાણા હાઈસ્કૂલમાં વિદ્યાથી મંડળના પ્રમુખ, મંત્રી, ૧૯૫૫ માં તુવક કોંગ્રેસના મંત્રી, રચનાત્મક મંડળના મંત્રી, સર્વોદય પુસ્તકાલય, હરિજન છાત્રાલય, સર્વોદય લોકશાળા વગેરે સંસ્થા સાથે કાર્યવાહક કમિટીમાં મહત્ત્વને ભાગ ભજવ્ય. સહકારી અને પછાત વર્ગ પ્રવૃત્તિ એમને શેખના વિષય હતા. ૧૯૬૨ પછી રાજકીય નિરાશા આવી. સ્વતંત્ર વ્યાપાર માટે કેટલાક સમય મુંબઈમાં કામ કર્યું. છેલ્લે અત્યારે લીંબડીમાં એક મોટા ઔદ્યોગિક એકમનું સફળ સંચાલન કરી રહ્યા છે. સર્વોદય વિચારધારા સાથે હજુ પણ સંકળાયેલ છે.
સ્વભાવે આનંદી, મળતાવડા, નિયમિત અને હસમુખા હોઈને એક જ મુલાકાતમાં બીજાનું દિલ જીતી લેવાની તેમનામાં ઉમદા કળા છે. વતન પાલિતાણામાં સામાજિક પ્રવૃત્તિઓમાં એમનું અનુમદન અને પ્રેરણું રહ્યાં છે. મુંબઈ, ભાવનગરના ઉદ્યોગપતિઓમાં પણ એમનું આગવું સ્થાન રહ્યું છે. સેવાભાવી મનોવૃત્તિવાળા તથા દયા, નમ્રતા અને પરોપકારને વારસે પિતાશ્રી પાસેથી મળે. એટલે ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સારો રસ લીધે છે. મિત્રોને હંમેશાં એક યા બીજી રીતે ધણુજ મદદરૂપ બન્યા. લીંબડીની લાયન્સ કલબના સૂત્રધાર બન્યા-હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રે સારો વિકાસ કરી રહ્યાં છે.
શ્રી મણિલાલ બેચરદાસ શાહ તળાજા પાસે દાઠાના વતની. જૈન જૈનેતર સંસ્થાઓને પ્રાણસમા શ્રી મણિલાલભાઈ ધણા વર્ષોથી ધંધાથે મુંબઈ રહેતા. કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે તેમનું સારું એવું માન હતું. ઉદાર આત્માનું તેમનું જીવન આજની આત્મલક્ષી જનતા માટે અવલંબને રૂપ અને ગતા અને આગળ વધતા વ્યવસાયીઓ માટે માર્ગદર્શક હતું. જૈન સમાજ માટે સૌજન્ય અને સૌલભ્યની દછિએ દષ્ટાંતરૂપ હતું. તેમણે તેમની કારકિદી માં હમેશ કુટુંબી. જનોને વાત્સય અને એક નાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સને એકતાના અતૂટ બંધનમાં બાંધવાને આદેશ આપી ગયા છે. એમના સ્નિગ્ધ મધુર સ્વભાવને વારસો તેમના
સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા દાઠાના જૈન દેરાસરમાં, કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠામાં હાઈસ્કૂલ ઊભી કરવામાં તમને મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. રૂ. ૨૫૦૦૦- નું દાન આપી નામ રોશન કર્યું છે. તેમના સુપુત્ર રજનીભાઈ પણ દાનધમની પ્રવૃત્તિએમાં પ્રસંગોપાત્ત છૂટે હાથે દાન કરતા રહ્યા છે. આ કેન્દ્ર બની અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પિતે તેના મોટા વેપારી હતા અને આજે કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સાધુ- સંતે પરત્વેની પણ એટલી જ ભક્તિ. તેમણે અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનાં થથાં નથી ઉથલાવ્યાં પણ બોધ જવનમાં મેળવી લીધું છે કે “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખું કુટુંબ ખૂબ જ કેળવાયેલું છે. આ પરિવારના શ્રી રજનીભાઈ ધણા જ સૌમ્ય સ્વભાવને અને પરગજુ વૃત્તિવાળા છે. તેઓ પણ પિતાશ્રીએ ઊભી કરેલ મંગલ ધમની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ છે.
મોહનલાલ પારેખ ચાર દાયકા પહેલાં પાલિતાણ છોડયું અને સોળ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. ગરીબાઈના એ દિવસે હતા. પૈસાની ત્યારે ઘણી જ કિંમત હતી. મનમાં ગાંઠ વાળીને પુરુષાર્થ આદર્યો અને
સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. લીઅરિંગ-ફોરવર્ડિગનું કામ શરૂ કર્યું. દેશભરને પ્રવાસ કર્યો છે. તળાજા–મહુવા-કુંડલા અને પાલિતાણમાં જૈન સંસ્થાઓમાં સારો એવો ફાળે આપેલ છે.
શ્રી મનસુખલાલ તલકચંદ શાહ શ્રી મનુભાઈને જન્મ મહુવા પાસે જાદરા ગામે થશે. શ્રી ચશે વિજયજી જૈન ગુરુકુળમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ભાગ્ય અજમાવવા ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. પ્રારંભમાં એક વર્ષ ડ્રગની વ્યાપારી પેઢીમાં નેકરી કરી અનુભવ મેળવી એ જ લાઈનને સ્વતંત્ર ધંધે એક્ષેસિયર ટ્રેડિંગ કુ. ના નામથી ચાલુ કર્યો અને પુરુષાર્થ કરી પગભર થયા. તે પછી કલકત્તામાં એક્ષલ ડ્રગ હાઉસ નામથી એક શાખા પણ ચાલુ કરી અને મહુવામાં જીનિંગ કાં. માં ભાગીદારીમાં ધંધે ચાલુ કરેલ છે. શ્રી અમૃતલાલ ભાણજી શાહની સાથે ભાગીદારીમાં વિવિધ ધંધાકીય સાહસ કરી આગળ આવ્યા છે.
શ્રી યશે વિજયજી જેન ગુરુકુળના માનદ્ મંત્રી છે. અને શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના માનદ કાપાધ્યક્ષ છે. આ ઉપરાંત મુલુન્ડની અનેક નાની મોટી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. શ્રી મુલુન્ડ ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજના મંત્રી અને શ્રી મુલુન્ડ જૈન મિત્રમંડળના સક્રિય સભ્ય છે. તેમના ધર્મપત્ની શ્રીમતી ઇન્દુબેન સમાજ કલ્યાણની અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સાથ આપી રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org