Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1325
________________ સંપ્રતિ રાજાના સમયની શ્રી આબુ તીર્થ મડણની મંગલમય દિવ્ય પ્રતિમાઓ અમદાવાદ પ્રાંતિજ રેલ્વે લાઈનમાં રખીયાલ સ્ટેશન વિસ્તારમાં શ્રી સર્વોદય વીરશાસન વેતામ્બર મૃતિ પૂજક જૈન સંઘ સંચાલિત શિખરબધી દેરાસરનાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી કુંથુનાથ ભગવાન જે સંપ્રતિ રાજાના સમયમાં ભરાવેલાં, દેદિપ્યમાન અને દેવવિમાન જેવા શિખરબધી જિનાલયમાં પ્રવેશતાં જ હૈયુ હિલોળે ચડે છે. ભવની ભાવઠ ભાંગવામાં સાધકને પ્રેરણા સાથે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય ત્રણેયની એકાગ્રતા સાધવા માટે આ સ્થળ અતિ રમણીય બન્યુ છે. રખિયાલ મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન દેવ અને દેરાસર બને દુરિત પાપને નાશ કરવામાં નિમિત્ત બની રહ્યાં છે. ૨'ગમ'ડપની ચારે દિવાલે કાચના સુશોભિત અને મનોહર તીર્થ પટેલ અને મૂતિઓથી કંડારવામાં આવતા મદિરની શોભામાં અનેરો વધારો થયો છે. * ડો. નવીનભાઈ સી. શાહ તથા શ્રીમતી શારદાબેન શાહના સૌજન્યથી જ બહારના ખુલા પટાંગણમાં મેરૂ પર્વતની રચના કરી ચાર શાશ્વત જિનબિંબ શ્રી ત્રદુષભ-ચંદ્રાનન-વારિણું અને વર્ધમાન એમ ચારે દિશામાં ચાર બિરાજમાન કર્યા છે. પાપ, તાપ અને સંતાપ નિવારનાર કોઈ નૂતન તીર્થ આકાર લઈ રહ્યાં યાત્રિકોને જરૂર ભાસ થાય છે. અમદાવાદ–મોડાસા રોડ ઉપરનું' આ જિન મંદિર ખરેખર તીર્થ સમાન છે. બાજુમાં જ ઉપાશ્રય, આયંબિલ શાળા છે. દેરાસરની બાજુમાં જ મંગલ ધરમાં શ્રી માણિભદ્રવીર તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આબુ તીર્થ મંડરા શ્રી કુંથુનાથ ભગવાનનું તીર્થ પટોથી કંડારાયેલું સુંદર જિનાલય T A ચુપકલાલ કાદરલાલ શાહનાં સૌજન્યથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1323 1324 1325 1326 1327 1328 1329 1330