________________
૩૧૬
જેનરત્નચિંતામણિ
શ્રી યશવંતભાઈ સી. દાદભાવાલા ઝાલાવાડની બહાર વસતા સેવાભાવી યુવાનમાં શ્રી યશવંતભાઈનું નામ મોખરે રહ્યું. મુંબઈમાં તેમણે પ્રજની જુદી જુદી જરૂરિયાતને પૂરું કરનારી તમામ પ્રકારની આધુનિક સુખસગવડતા વાળી ઇમારતના બાંધકામમાં મહત્ત્વને ફાળો આપ્યો છે.
શ્રી યશવંતભાઈએ પિતાની કાર્યશક્તિ પર પૂરતા વિશ્વાસ રાખીને ઘણું વ્યવસાયી સંસ્થાને એક સૂત્રે રાખી જાણું છે. પિતાના બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વિકાસ અથે તેઓશ્રીએ યુરોપ, અમેરિકા તથા જાપાનની છ વખત મુસાફરી કરેલી છે. આ મુસાફરી દ્વારા તેઓશ્રી પોતાની વ્યવસાયિક દષ્ટિ વિકાસવી પિતાના કાર્યને સાચા અર્થમાં સંપૂર્ણતા આપવા વિચારે છે. શ્રીમતી ધીરજબેન પણ પિતાની દરેક ઈચ્છાશકિતથી શ્રી યશવંતભાઈના જીવનમાં સાચા અર્થમાં ભાગીદાર બની શક્યાં છે.
શ્રી યશવંત ભાઈના પુત્ર શ્રી અભયભાઈ પણ વારસાગત કાર્ય લક્ષણોને સારી રીતે જાળવી શકયા છે. અને પોતાની આગવી રીતે પિતાની કુશળતા બતાવી રહ્યા છે. શ્રી યશવંતભાઈ અને શ્રી અભયભાઈ બંને પોતાના બુદ્ધિબળ અને કાર્યશક્તિથી ઘણી સંસ્થાઓને લાભ આપી રહ્યા છે. તેમાં અભય બિલ્ડસ પ્રા. લિ, નીલમ બિલ્ડર્સ પ્રા. લિ, સી. ફેઈસ બિલ્ડર્સ પ્રા. લિ, સુરત બિલ્ડર્સ, અભય બિલ્ડર્સ એન્ડ એન્ટર પ્રાઈઝ વગેરે વ્યાપાર વ્યવસાયનું આગવું જૂથ બનાવી તેનું સફળ સંચાલન કરી રહ્યા છે. ઉપરાંત કેડેલ એસ્ટેટ પ્રા. લિ. ટેક્ષટાઈલ એગ્રેવર્સ, યશોધરા કનેકશન પ્રા. લિ. મીરા ફલેસ પ્રા. લિ, બ્રેબોન એસ્ટેટ લિ. ચશવંત કન્સ્ટ્રકશન, દાદભાવાલા બિલ્ડર્સ વગેરે વ્યાપાર વ્યવસાયનું વિરાટ એવું જૂથ સ્થાપી તેનું સફળ સંચાલન થાય તેવું વ્યવસ્થાતંત્ર ઊભું કરી શક્યા છે.
શ્રી ચશવંતભાઈ સામાજિક- શેક્ષણિક-ધાર્મિક કાર્યોમાં પણ એટલો જ રસ ધરાવે છે. તેઓશ્રી વઢવાણ મિત્ર મંડળ (મુંબઈ) ના પ્રમુખ, વર્ધમાનભારતી (વઢવાણ)ના પ્રમુખ, વર્ધમાન ભારતી સંચાલિત મણિબહેન તલકશી હાઈસ્કૂલ તથા અન્ય સ્કૂલોના સફળ સંચાલ, મગનલાલ તલકશી જૈન વાડી વઢવાણના ટ્રસ્ટી છે. સિકન બેક (જરબાઈ વાડિયા હોસ્પિટલ) મુંબઈના પ્રેસિડેન્ટ તથા વઢવાણની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
સ્વ. શ્રી રતિલાલ બેચરદાસ મહેતા દુદાણાના વતની અને તળાજાના રહેવાસી ગણાતા શ્રી રતિભાઈ મહેતા ચાર વર્ષની વયે મુંબઈ આવ્યા - બે અંગ્રેજી સુધી અભ્યાસ કર્યો ન કર્યો ત્યાં તે કટુંબિક જવાબદારીઓ પિતાના શિરે આવી પડી-હૈયે કેળવણીની જિજીવિષા છતાં આર્થિક સંજોગોએ જેમને અભ્યાસ માટે આડશ બાંધી દીધી અને કાચા અભ્યાસ
વ્યવસાયિક ક્ષેત્રે ઝંપલાવ્યું . નાની મોટી અનેક ધંધાદારી લાઈનને અનુભવ કરી લી. ચડતી પડતીના દિવસે પણ જોયા. હિંમત અને સાહસની એક માત્ર મૂડી સાથે નિરાશ થયા વગર પુરુષાર્થ જારી રાખે. તેમની ધીરજ અને નિષ્ઠાનું એ પરિણામ આવ્યું કે ચેડા સમયમાં એટલે કે ૨૦૦૮ થી જૈન આદશ દુગ્ધાલયની સ્થાપના કરી. શ્રીખંડ અને આઈસ્ક્રીમ માટે મુંબઈમાં તેમનું નામ ગુંજતું થયું. સ્વબળે ઊભા કરેલા આ ધંધાએ તેમને પ્રગતિ તરફ લઈ ગયા. વડીલોપાર્જિત આ ધંધાની ફાવટ આવતી ગઈ અને મુંબઈ પચાસ લાખની વસ્તીમાં નામ કમાયા. ધંધામાં મળેલી સંપત્તિને સદ્દઉપયોગ પણ કર્યો. પિતાશ્રીને નામે જૈન બાલાશ્રમમાં મોટી રકમ તથા બનેવીને નામે પણ મેટી રકમનું દાન કર્યું છે. ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. ચાત્રાથે હિંદના ઘણુ સ્થળોએ જઈ આવ્યા છે. નાની મોટી અનેક જૈન સંસ્થાઓમાં દાન આપતા રહ્યા છે. જે તેમની ઉદારશીલતાની પ્રતીતિ કરાવે છે.
શૂન્યમાંથી સર્જન કર્યું અને જીવનમાં આગળ આવ્યા. તેમણે કરેલા કાર્યો ઘણું ઉત્તમ અને પ્રશંસનીય હતા. દાખવેલ પરોપકારવૃત્તિ અને ઉદાર સ્વભાવને લાભ જૈન સંસ્થાઓને મળે છે. ધર્મધ્યાનમાં સારો ફાળો આપી તેઓએ તે ધર્મ સાથે લઈ જઈ પિતાને પૂર્વનું ભાતુ બાંધી લીધું છે. ધર્મ આરાધના કરવામાં કયાંય પાછા નથી પડ્યા. સાહસિક વેપારી ઉપરાંત કેળવણી પરત્વે તેમને ખૂબજ માન અને ભાવ હતો. કેળવણીના કાર્ય અંગે કામ કરતી દરેક સંસ્થાને તેમના તરફથી સહકાર મળતા. સમેતશિખરમાં આયંબિલ શાળામાં તેમના પરિવાર તરફથી દાન અપાયું છે. સામાન્ય રીતે નાની મોટી બધીજ સંસ્થાઓમાં અને તીર્થસ્થાનોમાં નાનામોટી દાનગંગા વહેતી રાખી છે. આ સુંદર વારસે આજે પણ તેમના સુપુત્રોએ જાળવી રાખ્યો છે.
સ્વ. શ્રી રમણીકલાલ મણીલાલ શાહ
શ્રી રમણીકલાલ મણીલાલ શાહની સમગ્ર કારકીદી માત્ર વ્યાપાર વાણિજયનાં ક્ષેત્રે જ નહિ પરંતુ જીવનના વિવિધક્ષેત્રે જવલંત રહી હતી. મહાનગર મુંબઈની ભૂમિ ઉપર પોતાના અનુભવ અને પ્રાવીણ્યથી મેસર્સ ડી. મણીલાલ નામક વ્યવસાય દ્વારા સારો એવો વિકાસ સજીને તેઓશ્રી પોતાની કહાબુદ્ધિથી સમગ્ર દવા બજારમાં સુકીતિકમાયા હતા. સુપુત્રાના સાથ સહકારમાં દરામાં
વ્યાપારને વિસ્તારવાની સાથોસાથ તેઓશ્રીએ હીરાના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું હતું. અને એ ક્ષેત્રે મેસર્સ અરૂણ ડાયમન્ડન્સ તથા મેસસ જવાહર ડાયમન્ડસૂની સ્થાપના કરીને પ્રભાવજનક પ્રગતનું નિર્માણ કર્યું હતું. એમના સુપુત્રી શ્રી સુરેશભાઈ ( ડી. મણીલાલ) શ્રી અરૂણભાઈ, શ્રી જવાહરભાઈ તથા શ્રી વિપુલભાઈ (વી. આઈ. પી. એ પરિયમ ન્યુયોર્ક) અવસાય ઉદ્યોગનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે.
તેઓશ્રીએ મુંબઈની તેમજ વતન લીંબડીની અને ઝાલાવાડની
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org