________________
[૩૫૫]
સ્વ. શ્રી મોહનલાલ નેમચંદ દેશી સાબરકાંઠા જીલ્લાના અગ્રગણ્ય સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી તેમજ કેળવણી પ્રેમી સ્વ. શ્રી મોહનલાલભાઈ વડાલીના વતની હતા. તેમના એક પુત્ર છે. વિનોદભાઈ ભરયુવાનીમાં નામ રોશન કરી, યશ પ્રાપ્ત કરી સ્વર્ગસ્થ થયેલ છે. જ્યારે સિવિલ એજીનીયર શ્રી પ્રફુલચંદ્ર દોશી કન્સલ્ટીંગ એન્જીનીયર છે. શ્રી બીપીનભાઈ અગ્રગણ્ય ધારાશાસ્ત્રી છે. શ્રીમતી જાસુદબેન સેવાભાવી, પરગજુ છે. તેઓશ્રી પોતાની આગવી સૂઝ અને વિચક્ષણ બુદ્ધિથી છલાની એનેકવિધ સહકારી સંસ્થાઓમાં ઘણાં વર્ષોથી બાહોશ ધારાશા ગ્રી તરીકે ધંધાકીય સેવાઓ આપી રહ્યા છે. ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે યથાયોગ્ય ફાળો અને સાથ સહકાર આપી જીવન સાર્થક બનાવેલ છે.
દિક્ષાથી વર્ષાબેન રમણલાલ શાહ વર્ષાબેન S. S. C. પાસ થતાં આગળ વધી રહેલ હતા. પરંતુ ગુરુદેવને સંજોગ મળતા ત્યાગની ભાવના વધી. એમનું મૂળ વતન દહેગામ છે. ઉપધાન તપ કર્યું છે. ૨૧ વર્ષની ભરયુવાનીમાં ત્યાગના માર્ગે પ્રયાણ કરી રહેલ છે. શાંત – ધીર – દયાળુ છે. જ્ઞાન પ્રવૃત્તિમાં પણ સદાય પ્રગતિવાન છે.
શ્રીમતી શાંતાબેન ચંદુલાલ શાહ મોહનપુર નિવાસી શ્રીમતી શાંતાબેને સિદ્ધિતપ, ઉપધાન તપ એમ વિવિધ તપ કરી જીવન આદર્શ બનાવેલ છે. પુત્ર શ્રી જશવંતલાલ તથા શ્રી મહેન્દ્રકુમારે ઘણું દાને કેળવણી ક્ષેત્રે તથા ધાર્મિકક્ષેત્રે આપેલ છે. તેઓ ગુપ્તદાનની રુચિ ધરાવે છે. શાંતાબેનની માતાનું નામ પાલીબેન તથા પિતાજીનું નામ મણીલાલ છે. શ્રી મફતલાલ તથા શ્રી સુમતીલાલ બે ભાઈઓ સુતરબજાર – બોમ્બેમાં અગ્રગણ્ય વેપારીઓ છે. એમની એક દીકરી દિક્ષાથી કુસુમબેન સ્વર્ગસ્થ થયેલ છે. પતિશ્રી ચંદુલાલના બોમ્બે જઈ વસવાટ કરવાથી આખું કુટુંબ સારી લાઈને આવેલ છે.
શ્રી સી. સી. શેઠ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ગામના રહીશ અને હાલ હિંમતનગરમાં વસવાટ કરી રહેલ શ્રી. સી. સી. શેઠ સિવિલ એનજીનીયર છે. આપબળે આગળ વધી કપરા અને જટિલ સંજોગોમાં પણ તેમના જીવનની કેટલીક વાસ્તવિકતાને બહુ જ સહજતા અને સરળતાથી સ્વીકારી હિંમતનગર નગર પંચાયતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સેવા આપી રહેલ છે. ઘણી બધી સંસ્થાએના પ્રમુખ – મંત્રી કાર્યકર છે. જીવનમાં કંઈ કરી છૂટવાની ઉત્તમ ભાવનાવાળા નવયુવાન છે. તેઓના પત્ની શ્રીમતી સરયુબેન પણ ધર્મપરાયણ છે.
શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆ સમાજસેવા અને દેશસેવામાં પિતાનું સમગ્ર જીવન વ્યતીત કરનાર શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆના જીવનમાંથી આજને યુવાવગ ઘણી પ્રેરણા મેળવી શકે તેમ છે. મુરબ્બી શ્રી ભુજપુરીઆએ જે રીતે જીવનની શરૂઆત કરી અને અનેક અવરોધે સામે ઝઝુમતા રહી જીવતરના ચઢાણે કાપતા ગયા એ કઈ નાનીસૂની વાત નથી. આજની પેઢીને કદાચ કલ્પના પણ ન આવે એવી તાતી કસોટીએ તવાઈને એમનું જીવન ઘડાયું છે. શ્રી ભુજપુરીઆનું સમગ્ર જીવન સેવા, નિષ્ઠા, અને પરગજુતાથી ભર્યું છે, અને કચ્છી પ્રજની જે એમણે સેવા કરી છે તે સદાચ સ્મરણીય રહેશે. મુંબઈના સમાજ જીવનમાં તેમણે સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા રહીને એક પરોપકારી – પરમાથી જીવ તરીકેની નામના મેળવી છે, એટલું જ નહીં પણ અનેક તપ્ત છે હારીને એમના અંતરના આશીર્વાદ - દુવા મેળવ્યા છે.
શ્રી ધરણીધરભાઈ કે. શાહ જૈન શાસન અને જન ધર્મભક્તિમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર વિનય-વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણોને લઈને જેમનું વ્યક્તિત્વ હંમેશાં ઉજજવળ રહ્યું છે. કેળીયાકના વતની છે, હા મુંબઈ રહે છે. ૧૯૫૮થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં ક્રમેક્રમે આગળ વધતા રહ્યાં. નેનફેરસ મેટલ, એક્સપર્ટ અને કર્યુશન લાઈનમાં એક પછી એક કદમ માંડયા - શિક્ષણને ઉત્તેજન આપવાની અને ધર્મ પરત્વેની તેમની અભિરૂચિ સતતપણે ટકી રહી છે. ધંધામાં ચડતી પડતીના પ્રસંગો આવ્યા છે છતાં પણ ધર્મતપશ્ચર્યાને વળગી રહ્યાં છે. ગુરુભક્તિ – આરાધના અને જૈન સામાજિક કાર્યોમાં શકય તેટલા મદદરૂપ બનવાની તેમની અંતરની લાગણી કયારેય છૂપી રહી નથી. તળાજા જૈન વિદ્યાથીગૃહ અને ઘણી જૈન સંસ્થાઓમાં તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. પચાસ વર્ષની તેમની ઉંમરમાં તેઓ અનેક જ ખૂબ ને ઉપયોગી થઈ પડયા છે.
શ્રી છોટાલાલ મણીલાલ બેચરદાસ મૂળ કુંડલાના વતની રેક કુટુંબના શ્રી છોટાલાલ મણીલાલ બેચરદાસ મુંબઈમાં કાપડની દુકાન ધરાવે છે. ધાર્મિક ક્ષેત્રે એમનું ધણુ મે ટું પ્રદાન છે. કુંડલા દેરાસરને વહીવટ પણું સંભાળેલ છે. દોઢ વર્ષ પહેલા મોતીશા શેઠની ટુકમાંથી ધર્મનાથ સ્વામી લઈ આવ્યા. એ વખતે પ્રતિષ્ઠા સમયે આદિથી અંત સુધી શેઠ કુટુંબ મોખરે હતું. ૨૦૦૨માં શ્રી મણીલાલભાઈ ગુજરી ગયા. ત્યાર પછી વહીવટ શ્રી માનચંદદાસે કર્યો. અને પછી શ્રી છે - ભાઈએ વહીવટ સંભાળ્યું. તેમણે ભારતના દક્ષિણ સિવાયના બધા જ તીર્થોની યાત્રા કરી છે. આ ઉપરાંત શાંતિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાન તપ, અને કુટુંબમાં વધુ માન તપની ઓળી વિગેરે કરેલા છે. તેમની સાધર્મિક ભક્તિ ચાલુ છે.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org