________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૩૨૧
સેનસૂરિ તથા શ્રી ચંદ્રોદયસૂરિજી મ. સા. ના આશીર્વાદ મળતા રહ્યા છે.
T
રવ. શ્રી રતિલાલ જેઠાભાઈ સલત સત કુટુંબના સુપ્રસિધ, સાહસિક તથા ધર્માનુરાગી શ્રી રતિભાઈને જન્મ ભારતની પ્રસિદ્ધિ અને પવિત્ર તીર્થભૂમિ સિદ્ધગિરિમાં (મોસાળ)માં થયો હતા. તળાજા અને ભાવનગરની શાળામાં પ્રાથમિક અભ્યાસ બાદ સૌ પ્રથમ મુંબઈમાં અને ગદગ આદોનીમાં કરી કરી અવનવા અનુભવોની સરાણે ચડયા. ત્યાર બાદ ફરી મુંબઈ આવી તેમણે ફાયર એકટીન્ડવીસરને ધંધે શરૂ કર્યો, અને ફેકટરીના માલિક બન્યા.
તેઓશ્રીને સાધર્મિક ભક્તિ પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો. તેમની ધર્મભાવના પણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. વળી તેમના ધર્માનુરાગી સ્વભાવને પુષ્ટિ આપવાનું સત્કાય તેમના ધર્મપત્ની ધીરજબેને કર્યું. સ્વ. રતિભાઈએ ભારતના આપણુ બધા તીર્થોની યાત્રા કરી પિતાની લમીને સદુપગ કર્યો હતો. તેઓશ્રી છેલા પંદર વર્ષથી ગિરિરાજ શ્રી સિદ્ધાચલની શીતલ છાયામાં વર્ષમાં એકાદ બે વખત આવી સારી એવી સ્થિરતા કરી સુપાત્ર દાન તેમ જ તીર્થ ભક્તિને અપૂર્વ લાભ લેતા. આ બધું ધીરજબેનને આભારી હતું, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. ૬૦ માણસને વિશાળ પરિવારના સ્નેહીજનેને સાથે રાખી જેસલમેરની યાત્રા કરાવી. સાધમિક ભક્તિ, જીવદયા, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, ભેજનશાળા, પૂ. સાધુ -સાવી વૈયાવચ્ચ આદિ કાર્યોમાં મુક્ત મને દાનને પ્રવાહ વહેવડાવીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાયારૂપ માનવતાની મધુર મહેકથી જીવને કૃતાર્થ કર્યું, તેમના કુટુંબના ધમપરાયણ વાતાવરણને લીધે એમની સુપુત્રી રમાબહેને આજથી ૨૧ વર્ષ પહેલા ભાગવતી પ્રવજયા અંગીકાર. કરી હતી. ચાર પુત્રો ખાંતીભાઈ, જીતુભાઈ, પ્રદીપભાઈ, હરીશભાઈ, બે પુત્રએ : રમાબેન (હાલમાં સાધ્વી રયણયશાશ્રીજી) અને સરોજબેન, ચાર પુત્રવધૂઓ, પાત્રો વગેરે એમને પરિવાર સંસ્કા૨વારિત છે.
શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા)
સને ૧૯૦૫માં શ્રી વીસાનીમાં જૈન કુટુંબમાં જન્મ પામી વ્યાવહારોપયોગી અંગ્રેજી શિક્ષણ ભરૂચમાં જ મેળવી સને ૧૯૨૧માં દિલ્હી જઈ મોટાભાઈએ શરૂ કરેલ જે. સી. પરીખની કંપની કે. જે. ઈલેક્ટ્રોપ્લેટીગનું કામ કરતી હતી, તેમાં જોડાયા. અનુભવે તેમને ખૂબ આગળ વધાર્યા. સને. ૧૯૪૯માં મુંબઈમાં ‘ સ્ટાર મેટલ રીફાઈનરી” નું સુકાન સંભાળ્યું. કે. જે એન્ટીમની ધાતુ બનાવનારી હિંદભરમાં એકમાત્ર કંપની હતી. ધંધાના વિકાસ અથે સને. ૧૯૬૦માં તેઓ આખા જગતનો પ્રવાસ કરી આવેલા છે. તેઓ દિલ્હીમાં લાગલગાટ અાવીસ વર્ષ રહ્યા, એટલે દિલ્હીવાળાના નામથી ઓળખાય છે. તેમને દિલ્હીને ધંધે આજે પણ ચાલુ છે. ( શ્રી રમણભાઈનું જીવન ધર્મપરાયણ છે. તેમણે ઉપધાન વહન કરેલા છે. સં ૨૦૧૯માં કપડવંજથી છરી પાળતા શ્રી કેસરિયા તીર્થને સંધ કાઢી ઉજજવળ યશ પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી ગોડીજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓના ટ્રસ્ટી છે. શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના મેનેજીંગ ટ્રસ્ટી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સમિતિના સભ્ય છે. તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલિતાણાના ટ્રસ્ટી છે.
શ્રી રતિલાલ મનજીભાઈ શ્રી રતિલાલભાઇ મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુરાવસ્થિત કાર્ય પ્રણાલિકામાં માનનાર તેઓશ્રીએ જીવનની એક પણ ક્ષણ નકામી નથી જવા દીધી. હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂકવું નથી. બર્મા-કરાંચીમાં તેમનો ધીકતો ધંધો ચાલતા હતા. પણ બીજા વિશ્વયુદ્ધના ડંકા નિશાન વાગ્યા અને તે બધું છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેર પાર્ટસ તથા એવી અન્ય ચીજોનું કમિશન બેઈઝથી વેચાણુકામ માટે સમગ્ર ભારતને તેમણે પ્રવાસ કર્યો છે. મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા, જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ કરાવે છે. હિંમત અને સાહસની એક માત્ર મૂડીથી તેમણે ધંધાને વિકસાવ્યું. ૧૯૫૪ થી ૧૯૬૨ સુધીને ધંધામાં મંદીનો વસમોકાળ પણ તેમણે જોયા, પણ નીતિમાગથી ચલિત ન થયા. જીવનમાં અનેક ઝંઝાવાતમાંથી પસાર થઈને વબળે જ આગળ આવ્યા.
૧૯૬૦ માં ભાવનગરમાં તેમનું શુભ આગમન થયું. પરફયુમરી અને પાન-મસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું જેમાં સારી એવી સફળતા મળી. નાનપણમાં ધર્મ સંસ્કારોથી ઘેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં
શ્રી રતિભાઈ એમના છેલો દિવસમાં બીમારીની અસહ્ય વેદનામાં પણ સ્વસ્થતાપૂર્વક નમસ્કાર મહામંત્રના જાપમાં લીન રહેતી, ખૂબજ સમાધિપૂર્વક નવકાર મંત્રનું રટણ કરતા કાળના વિરાટ પંજામાં તા.-૧૬-૩-૮૧ને સવારમાં ઝડપાઈ ગયા. તેમના શ્રેયાથે ત્રણ દિવસને જિનેન્દ્રભક્તિ મહેસવ ઊજવાશે. આ શુભ પ્રસંગે વિવિધ સંસ્થાઓમાં રૂા. ૫૧૦૦નું દાન કરવામાં આવેલ. અગસ્થના આત્માને પરમ શાંતિ મળે એ જ કામને. શ્રી ધીરજબેને વતય અને ઉપધાન કરેલ છે. છેલ્લા અગિયાર વર્ષથી બેસણું ચાલે છે તેમની તપશ્ચર્યા ચાલુ જ છે.
જે. ૪૧
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org