Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1274
________________ ૩૨૪ જૈનરત્નચિંતામણિ શ્રી રસિકલાલ ભૂદરશીભાઈ શાહ | (S. E. M.) વેપારી આલમમાં તેમજ સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાની કદર કરી, શ્રી મહારાષ્ટ્ર સરકારે (S. E. M.) સ્પેશીય એકસપ્રકટીવ મેજીસ્ટ્રેટ ને ઈલકાબ એનાયત કરી બહુમાન કર્યું છે. તે બદલ તેઓ યોગ્ય છે. સૌરાષ્ટ્ર ઇલેક્ટ્રીક ઈકવીપમેન્ટ કુ. માં ભાગીદારી સાથે સારી પ્રગતિ સાધી છે. શ્રી રસિકલાલભાઈને જન્મ ત્રાંગધ્રા તાલુકાના ઝીંઝુવાડા ગામમાં થયો હતો. તેઓએ અભ્યાસ ધ્રાંગધ્રાની સર અજીતસિંહ હાઇસ્કુલમાં કરેલ. મુંબઈ આવી ઇલેક બજારમાં સ્થિર થયા. ઈલેકટ્રીક મરચન્ટ એસોસીએશન તથા શ્રી બ્રધરહુડ સોસાયટી ધ્રાંગધ્રા, જીલ્લા સોશીઅલ ગ્રુપ તેમજ ઝાલાવાડ મુ. જૈન સંધના સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે. બીજી અનેક નાનીમોટી સંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. સુરતની પ્રલયકારી રેલ વખતે રાહતના કાર્યમાં તન, મન અને ધનથી ખૂબ કાર્ય કર્યું હતું. રાજકીય ક્ષેત્રમાં પણ રસ લે છે. “સી લેડમાં એવા શ્રી ખૂબ જાણીતા છે. જનતા જનાર્દનની સેવામાં તેઓ સદા જાગૃત છે. તેઓ જનહિતના કાર્યમાં આગળ આવતા રહે અને દિનપ્રતિદિન તેઓ ઉન્નતિને આરે પહોંચે એજ અભ્યર્થના. શ્રી લલિતચંદ્ર લક્ષ્મીચંદ ધ્રુવ શ્રી લલિતભાઈ યુવાન વયથી જ તેજસ્વી કારકિર્દીથી તેજસ્વી યુવાન તરીકે ઓળખાતા હતા. ઠેકટર પિતાની સેવાવૃત્તિ અને ઉચ્ચ પ્રણાલિકાઓને શોભાવતું ધ્રુવ કુટુંબના જન્મજાત લક્ષણો જેવાકે બુદ્ધિ ચાતુર્ય, ખંત, વિવેક નિષ્ઠાથી તેમના વ્યક્તિત્વને તેઓ અને રો રાહ આપી શક્યા છે. મુંબઈને કમ ભૂમિ બનાવવામાં તેમની વહિવટી શકિત સફળ નીવડી છે. મુંબઈમાં તેમણે અરૂણ લાસ્ટિકસનો વ્યવસાય શરૂ કર્યો. અનેરી વ્યવસાયિક દૃષ્ટિને કારણે ગુજરાતમાં પણ તેઓ અરૂણ પલાસ્ટિકની સ્થાપના કરી શક્યા છે. તથા અરૂણુ ફલેકસો પ્રિન્ટર્સ નામક ઔદ્યોગિક એકમથી તેમની અદ્વિતીય સફળતાનું દર્શન જરૂર થાય છે. પોતાની વહીવટી શકિત, કાબેલિયત તથા વ્યાવસાયિક ગુણોથી ગુજરાતનું ગૌરવ વધારનાર શ્રી લલિતભાઈ જન્મભૂમિ ઝાલાવાડને પણ ત્રણ આપવાનું ચૂકી નથી. સુરેન્દ્રનગરમાં છેલ્લા એક સૈકાથી ચાલતા અનાથાશ્રમના વિકાસ માટે રૂ. સવા લાખનું દાન તેઓએ આપ્યું છે. હમણાં સુરેન્દ્રનગરમાં સી. યુ. શાહ આઈ હોસ્પિટલમાં એક લાખ રૂપિયાનું દાન આઉટડોર પેશન્ટ વિભાગ માટે આપેલ છે. શ્રી લક્ષ્મીચંદ મણિલાલ શાહ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે સીયાણાના વતની, પણ વર્ષોથી ધંધાથે મુંબઈમાં સ્થિર થયા છે. વચ્ચે થોડો સમય મધ્યપ્રદેશમાં રાઈસ મિલનું. પણ કામ કરેલું પણ કંટ્રોલ આવતાં જ એ ત્યાંની રાઈસમિલ બંધ થઈ અને મુંબઈમાં આગમન થયું. બેબે બીન મિસ લી ના સેલીંગ એજન્ટ તરીકે સફળ સંચાલન કરી હાલમાં રાજહંસ ઘંટી બનાવવાને ઉદ્યોગ શરૂ કરેલ છે. પિતાની દીર્ધદષ્ટિ અને ઉદારતાની ભાવનાથી તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. સમાજ સેવાના કામોમાં પણ એટલી જ દિલચસ્પીથી કામ કરી રહ્યા છે. ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, લીંબડી નાગરિક મંડળ, આદર્શ પ્રગતિ મંડળ, મહાવીર કલ્યાણ કેન્દ્ર તેમજ ઘાટકોપર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે. એવી કોપગી કામ કરતી ૨૦ થી ૨૨ જેટલી સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. ભારતના મોટા ભાગના સ્થળોને ધંધાથે અને યાત્રા પ્રવાસ કર્યો છે. | શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા ભાવનગરમાં અન્ય ફાઉન્ડ્રી વર્કસના નામથી ચાલતા ઔદ્યોગિક એકમના સફળ સંચાલક. શ્રી લહેરભાઈ મહેતા મૂળ અમરેલીના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થયા છે. તેઓશ્રી મૂળ હંસરાજ માવજી મહેતાનાં વારસદારોમાંના તેઓશ્રી એક ગણાય છે. જુના ગાયકવાડ ૨ાજયના અપલ કુશળ સુખાગીરીની ફરજ બજાવવામાં હંસરાજ મહેતાએ ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીમાં જેઠા કુરાવાળાની ધીકતી વ્યાપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં રહેતી. તેઓ દર વર્ષે ગાયકવાડી ગામોના ઈજારા રાખતા. તેમને ત્યાં જવા દમામ અને ઠાઠમાઠ હતા. જેઠા કુરાવાળાને ત્યાં તેમને એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીનાં વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા લિમ બહારવટીયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો વહીવટદારી અમલ એટલે જુની અને નવી પદ્ધતિને સંધિકાળ. જુના જમાનામાં રાજાઓ ગામે ઈજારે આપતા. એમણે એ પધ્ધતિ બંધ કરાવી ખેડૂતોને વધારે સુખી અને આબાદ બનાવ્યા. ઈજારાશાહી વહીવટને અંત લાવનાર માવજી મહેતા ગાયકવાડ સરકારના સ્થંભમાં હતા. જેન કામના એક જાજરમાન પ્રતિભાશાળી આગેવાન હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ.સી. એન્જિનિયર થયેલા શ્રી લહેરૂભાઈ ૧૯૬૨-૬૩ માં ચફેલોશિપથી આઠ માસ માટે ફાનસને પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાન-અમેરિકા; ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતોવખત પ્રવાસે જઈને જ્ઞાન અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330