Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1295
________________ કમએલ વિજ્ઞાનની ઝાંખી. (વિજ્ઞાનના અંજામણું સ્વરૂપની ઝાંખી ) લેખક :–મુનિ શ્રી હેમચંદ્રસામરજી મહારાજ વિજ્ઞાન....!! વિજ્ઞાન-શબ્દને સીધે અર્થ થાય છે વિશિષ્ટ જ્ઞાન. વિજ્ઞાન એટલે “આત્મ વિકાસની ઉર્વ દિશા તરફ સમ્યફ પ્રકાશ પાથરનારો એક રત્નપ્રદીપ...” જેનાં પ્રકાશને પામી આત્મા, નિજ-પર છાએલા અજ્ઞાનના પડછાયા ભેદી શકે છે અને એ પ્રકાશના માધ્યમે ઉર્ધ્વમુખી બની જીવનશુદ્ધિના કૌવતભર્યા કદમ માંડી શકે છે. આવું ઉચ્ચ વિજ્ઞાન એ જિનશાસને આપેલી સવપેક્ષા આગવી દેન છે... આ વિજ્ઞાનના માધ્યમે જિનશાસન સદાય સમુન્નત છે..... અને પોતાના વિજય વજને પણ ક્યારેય હતપ્રભ નથી થવા દેતું..... સમયના સાગર પર વણરૂક ગતિએ પસાર થતાં આ જિનશાસનના જહાજ પર આંધી અને તુફાને તે અનવરત આવતાં જ ગયા છે. પરંતુ એની અણનમતા અને અડગતા ક્યારેય જોખમાઈ નથી, કારણ એની પાસે એવું વિજ્ઞાન-તત્વ છૂપાએલું છે, જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી.. કાળ-રાખનાં થર ઉપર થર જામતા જાય છે. પરંતુ જિનશાસનના સિદ્ધાંતો અને એની દાર્શનિકતા ક્યારેય દબાઈ નથી, એનું વિજ્ઞાન ક્યારેય વડાયું નથી. આદિ અને અંત વગરના શાશ્વતકાળ સુધી અખંડગૌરવને ધારણ કરવાની આ જિનશાસનની અદમ્ય અદાની પાછળ હેતુ તરીકે હસ્તી ધરાવતું કેઈ તત્વ હોય છે તે છે સર્વજ્ઞતા.. જિનશાસનના વિરલ વિજ્ઞાનનાં મૂળમાં સચવાએલી આ સર્વજ્ઞતા સર્વતે મુખી વિકસિત છે... આથી જ આ સર્વજ્ઞતાના આધારે રહેલુ વિજ્ઞાન અને વિજ્ઞાનના જ પાયા પર ઉભેલું જિનશાસન હરગીઝ હતપ્રભ નથી બની શકતું. સર્વજ્ઞતા સિવાયના પાયા પર મંડાએલુ વિજ્ઞાન વિશ્વસનીય અને વિસંવાદ-વિહોણું રહી શકતું નથી. એમાં સંવાદિતાને કેઈ સૂર સંભળાતું નથી.” કારણકે એ વિજ્ઞાનને મળલે ટેકે સંપૂર્ણ નથી, અપૂર્ણ છે... અપૂર્ણના આધાર પર રહેલું તત્વ પણ સંપૂર્ણતા નથી કેળવી શકતું..તે પણ અધુરાશભર્યું જ બની રહે છે... એવી અધુરાશની છાશમાં મધુરાશનો આસ્વાદ ક્યાંથી સંભવે ? શ્રદ્ધેય અને વિશ્વસનીય વિજ્ઞાન તેને જ કહી શકાય કે જેના મૂળભૂત પાયામાં સર્વજ્ઞત્વ જડાયેલું હોય, જેમાં જ્ઞાનીની નિશ્રા સર્વથા સંકળાએલી હોય કે જેને એક અંશ માત્ર પણ અજ્ઞાન વિજ્ઞાનને અશ્રધેય અને અનુપાદેય બનાવી શકે છે. - જિનશાસનને મળેલા વિજ્ઞાનની શ્રધેયતા પાછળ આ જ મહત્વનું કારણ છે: સર્વજ્ઞતા....! આ સર્વજ્ઞતા આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની સંપૂર્ણ નાબૂદી બાદ જ પ્રગટી શકે છે. જ્યાં સુધી આત્મા પર જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની એકાદી આછી-પાતળી સુરેખ પણ વળગેલી હશે, સર્વજ્ઞતા માટે એ અંતરાયભૂત બનશે... આવરણભૂત બનશે. ત્યાં સુધી સર્વજ્ઞતાનું અનાવરણ અસંભવ જ બન્યું રહેશે... જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને સંપૂર્ણતયા કે સર્વાશતયા નાશ થયા બાદ જ આત્મભૂમિ પર સર્વજ્ઞતા અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330