Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1301
________________ સર્વ સંગ્રહ ગ્રંથ-૨ ૩૫૧ પ્રથમ અપાપા નગરી નામ હતું પરંતુ પ્રભુ તે નગરીમાં કાળધર્મ પામ્યા તેથી દેએ તેનું નામ ફેરવીને પાપાપુરી પાડ્યું. આ રીતે પ્રભુના બધા મળીને ૪૨ ચોમાસા થયાં. શ્રમણ ભગવાન મહાવીર કાર્તિક વદ અમાસ ( ગુજરાતી આસો વદ અમાસ) ની પાછલી રાત્રિએ સંસારને પાર પામી ગયા અથવા પાવાપુરીમાં કાર્તિક વદ અમાસ (દિવાળી) ના દિવસે મોક્ષે ગયા. તેજ રાત્રિએ ભગવાનના શ્રેષ્ઠ અંતેવાસી શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીર પર જે પ્રેમ બંધન હતું તે નષ્ટ થયું અને પ્રભાતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે ઈન્દ્રાદિએ મહોત્સવ કર્યો. પ્રભુ મહાવીરના અગીયાર ગણધરમાંથી નવ ગણધરે પ્રભુ મહાવીરની વિદ્યમાનતામાં જ રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક એક માસનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા. અને બે શિષ્ય વિદ્યમાન રહ્યા હતા તે પૈકીના એક સૌથી મેટા અને પ્રથમ ગણધર શ્રો ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીને તે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે પ્રભુ મહાવીર સ્વામી પછી સંધનાયક થવા 5 શ્રી સુધર્માસ્વામી જ વિદ્યમાન રહ્યા એટલે સંઘ વ્યવસ્થાને બધે ભાર શ્રી સુધર્માસ્વામી ઉપર આવ્યું. તેમ જ બીજા બધા ગણધરના શિખે પણ સુધર્માસ્વામીની આજ્ઞામાં રહ્યા. આ કારણે આજને સમસ્ત શમણુ સમૂહ શ્રી સુધર્માસ્વામીને અનુયાયી ગણાય છે. સુધર્માસ્વામીજી શ્રી સુધર્માસ્વામીજી કેલ્લાગ અભિવેશના અગ્નિવેશ્યાયન ગોત્રના ધમિલ નામના બ્રાહ્મણની ભક્િલા નામની સ્ત્રીની કુક્ષીએ જમ્યા હતા. તેઓશ્રી વિદ્યાના ઉપાસક અને વેદ સાહિત્યના પારગામી હતા. ચારે વેદ, પુરાણ, ઇતિહાસ, આચાર-ક્રિયાકાંડ આદિ ચૌદ વિદ્યાના ભંડાર હતા. એકદા અપાપાપુરીમાં મિલ ભટ્ટે મોટો યજ્ઞ કરાવેલ. એ યજ્ઞના પુરોહિત-ઋત્વિજ તરીકે આજુબાજુના ગામોમાંથી મગધ દેશના પ્રસિદ્ધ અણગાર પંડિતને પોતપોતાના શિષ્ય પરિવાર સહિત આમંત્રણ આપ્યું હતું. તેમાં સુધર્મા નામના પંડિત પણ ૫૦૦ શિષ્ય સહિત પધાર્યા હતા. ત્યાં મળેલા વિદ્વાનોમાં સુધર્મા પાંચમા નંબરના પંડિત ગણાતા હતા. શ્રી ઈન્દ્રભૂતિ વગેરે ગણધરની જેમ સુધર્મા પણ ભગવંતની પર્ષદામાં આવ્યા અને એમને શંકા હતી કે “ આ જીવ જે આ ભવમાં છે તે જ પરભવમાં રહે છે !” જેનું સમાધાન પ્રભુ મહાવીરે વેદવાથી કર્યું, જેથી તેઓ પોતાના ૫૦૦ શિષ્ય સાથે વીતરાગ પ્રભુ મહાવીરના શિષ્ય થયા. દીક્ષા લીધા પછી પ્રભુની દેશના સાંભળી તેમણે ઉપજોઈવા, વિગમેઈવા, ધુવા, એટલે કે પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય રહે છે, આ ત્રિપદી સાંભળી દ્વાદશાંગી - બાર આગમોની રચના કરી. તે આગમના નામ આ પ્રમાણે છે: (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીજી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપસકદશા, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર, (૧૨) દૃષ્ટિવાદ. તેમણે પચાસ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન શ્રી મહાવીરસ્વામીના દિવ્ય સંદેશને ચોમેર પ્રચાર કર્યો. પ્રભુ મહાવીરની આજ્ઞાનુસાર જૈન સંઘની ખૂબ સેવા બજાવી. એમણે ત્રીસ વર્ષ સુધી ભગવાન શ્રી મહાવીરસ્વામીના એક મહાન સેવકની જેમ સેવા કરી અને ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી પણ બાર વરસ સુધી ભગવાનની આજ્ઞાનુસાર સંઘની વ્યવસ્થા જાળવી, ભગવાન મહાવીરના સિદ્ધાંતને ખૂબ પ્રચાર કર્યો. પ્રભુ મહાવીરના નિર્વાણુના ૧૨ વર્ષ પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ૮ વર્ષ સર્વજ્ઞપણે વિચરી જગતના અનેક જીવોને કલ્યાણને માર્ગે વાળી ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી ૨૦ વર્ષ એટલે ૧૦૦ વર્ષની વયે પિતાની પાટે શ્રી જ બુસ્વામીને સ્થાપી વૈભારગિરિ ઉપર નિર્વાણ પામ્યા. તેઓશ્રીને સર્વ પરિવાર નિગ્રંથ ગચ્છથી પ્રસિદ્ધ થયે. નિગ્રંથ ગચ્છ ૨ શ્રી જખ્ખસ્વામી-જેઓ અષભદત્તના પુત્ર હતા અને તેમને પિતા-માતાની અતિ આગ્રહ યુક્ત કાકલૂદીભરી વિન તિ છતાં તેઓએ એક રાત્રિના પર૭ને પ્રતિબોધી તેઓની સાથે સંયમ સ્વીકાર્યો. વર્તમાન યુગમાં વૈરાગ્યનું જવલંત ઉદાહરણ પૂરૂ પાડયું. પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પછી ૬૪ વર્ષે તેઓ મેક્ષે પધાર્યા. તેમના મિક્ષે ગયા બાદ ભરતક્ષેત્રમાં દશ વસ્તુઓ વિ છેદ પામી. ૧. મન:પર્યવજ્ઞાન, ૨. પરમાવધિ, ૩. પુલાક લબ્ધિ , ૪. આહારકલબ્ધિ, ૫. ક્ષપકશ્રેણિ, ૬. ઉપશમશ્રેણિ, ૭. જિનકલ", ૮, સંયમત્રિક, ૯. કેવળજ્ઞાન અને ૧૦. મોક્ષ. તેઓશ્રીની પાટે. ૩ શ્રી પ્રભવસ્વામીજી થયા. ૭૫ વર્ષે સ્વર્ગે ગયા. તેઓની પાટે, ૪ શ્રી શય્યભવસૂરિ થયા. ૯૮ વર્ષે સ્વર્ગે ગયા. તેમની પાટે, ૫ શ્રી યશોભદ્રસૂરિ ૧૪૮ વર્ષે સ્વર્ગે ગયા. તેમની પાટે, ૬ શ્રી આર્ય સંભૂતિવિજયજી થયા તથા આ ભદ્રબાહુ રવામીજી થયા. તેઓશ્રીની પાટે, ૭ શ્રી રસ્થૂલભદ્રજી થયા. તેઓની પાટે, ૮ શ્રી આર્ય મહાગિરિજી તથા શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ. તેમની પાટે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330