________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૩૧૫
ડે. શ્રી મણિલાલ બી. શાહ સમઢિયાળા (વીરનગર) ના વતની છે. મણિલાલભાઈ શાહ મુંબઈ યુનિ. માં ૧૯૩૬ની સાલમાં એમ. બી.બી. એસ. ની પદવી ધારણ કરી તબીબી વ્યવસાયના ક્ષેત્રમાં સ્વતંત્ર ધંધો શરૂ કરી સ્વપ્રયતને આગળ આવ્યા. શરૂઆતનાં દસ વર્ષ સુધી ધંધાકય કીતિ જમાવવા તેઓએ અનેક જનરલ હોસ્પિટલમાં તથા ચેરિટેબલ ઈન્સ્ટીટયુટમાં સેવાઓ આપી. છેલ્લા ૩૦ વર્ષથી ખૂબ જ સફળ જનરલ મેડિકલ પ્રેક્ટિશનર તરીકેનું સ્થાન જમાવી ચૂક્યા છે. તેઓ પેથોલોજી, બેકટેરીઓલોજી, અને પેરાસીટાલોજીના નિષ્ણાત તરીકે ભારતની અનેક મેડિકલ કોલેજોમાં પિતાની સેવાએ. આપવા જાય છે. તેઓ એબે રાઇ, શેરેટન, ટંકન બ્રધર્સ, મહારાષ્ટ્ર સ્ટેટ કુ. ઓ. હાઉસિંગ નાણા નિગમ, યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોફેશનલી સેવાઓ આપે છે. તેઓ ઘણાં નામાંકિત કુટુંબને ફેમિલી દાક્તર તરીકે પ્રિય થઈ ચૂક્યા છે. અનેક વખત તેઓ પોતાના કુટુંબ સહિત દદી સાથે સાઉદી આરેબિયા જઈ ચૂક્યા છે. તે જ રીતે ખાસ દહીંની પેસ્યલ ટ્રીટમેન્ટ અથે હસ્ટન (યુ. એસ. એ.) વગેરે સ્થળોએ જઈ ચૂકયા છે. તેઓ જીવન વીમા નિગમને કલાસ-૧ દરજજાને ફિઝીશિયન તરીકે મેડિકલ સ્કીમમાં નિમાઈ ચૂક્યા છે. તેઓ નિયમિતપણે બેંક ઓફ ઇન્ડિયા મુંબઈના સ્ટાફને દાકતરી સેવા આપે છે. તેઓએ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં “મોડેલ ક્લિનિક ' નામની તબીબી સંસ્થા શરૂ કરી ચોકકસ ડાયાગ્નોસ્ટિક મેડિકલ ચેકઅપ તથા સારવાર, જરૂરી દવાઓના કેસ સાથે ૪ થી ૫ દિવસની સારવાર, ૫૦ વર્ષની ઉંમરના લોકોને આપી તંદુરસ્ત બનાવવા યોગ્ય ચાર્જ સાથે સેવા આપે છે.
શ્રી મદનલાલ ઠાકુરદાસ શાહ જન્મ તા-૧૨-૨-૧૯૧૪ માં સુરતમાં થયો હતો. તેઓશ્રીએ બેબે સેંટ ઝેવિયર્સ કોલેજમાં બી. એસ.સી. સુધીનો અભ્યાસ કરેલ. ઉત્સાહી મન અને ઉજજવળ શૈક્ષણિક કારકિર્દીએ તેમને મુંબઈમાં સ્થાયી થવા નક્કી કરાવ્યું. અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન, ઈટ અને એકટને વ્યવસાય શરૂ કર્યો. અને ધીમે ધીમે સારી પ્રગતિ સાધતા ગયા. આ સાથે “ સેવન સીઝ પિકચર્સ સાથે ભાગીદારીમાં જોડાયા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે યુનાઈટેડ પાનિયર ફિલ્મ્સ પ્રા. લિ. વગેરેમાં જોડાયા. આમ એક સાથે બધાં ક્ષેત્રોને વ્યવસ્થિત રીતે ચલાવવા શક્તિમાન હતા, અને પિતાની સાર્થકતા બતાવી શકયા.
શ્રી મદનલાલભાઈ સામાજિક સેવામાં પણ આગળ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જૂના વિવાથી સંઘના પ્રમુખ હતા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલશ્રમ અને શ્રી સી. એમ. વિદ્યાલચ હાઇસ્કૂલ પાલિતાણા ટ્રસ્ટના માનદ સભ્ય, સેક્રેટરી હતા. શ્રી જૈન વેતામ્બર
મૂર્તિપૂજક સંધ મુંબઇના પ્રમુખ પદે સારી કામગીરી બજાવેલી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી પદે પણ હતા. આ ઉપરાંત સિનેમાગ્રાફી એક્ઝીબિશન ઈન્ડિયા અને બીજી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સને ૧૯૬૩ માં ફિલ્મ ડેલીગેશનના મેમ્બર તરીકે યુ. એસ. એસ. આર. ની મુલાકાતે ગયેલા. તેમણે ૧૯૬૯-૭૦ માં ૧૪ દેશોની મુલાકાત લીધેલી. આ ઉપરાંત મહાતમા ગાંધીજીની ચળવળની દસ્તાવેજી ફિલ્મ માટે ઘણા દેશોને સાંકળવા મુલાકાત લીધેલી. અને આ બધી મુલાકાતમાં તેમણે ભારતીયોનું સારું પ્રતિનિધિત્વ કરેલું.
શ્રી મહેશકુમાર કાન્તિલાલ ભાયાણી બત્રીસ વર્ષના શ્રી મહેશકુમાર કાન્તિલાલ ભાયાણી ભાવનગર પાસેના ધારૂકા ગામના વતની છે. ૧૯૬૭ ના ડીસેમ્બર માસમાં તેઓ મુંબઈ આવ્યા. મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો. મામાને ત્યાં રબ્બર ઈન્ડસ્ટ્રીઝને અનુભવ મેળવ્યો. ૧૯૭૩ માં સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. ઈન્ડસ્ટ્રીયલ રબર, પ્લાસ્ટીક એકસપર્ટ, ડાયમન્ડ એકસટસ, જનરલ એકસપર્ટસ, લેકલ મેન્યુફેક્યરીગ એમ વિવિધલક્ષી
વ્યવસાયિક વિકાસ સાથે અને તે માટે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉપરોકત કંપનીઓ શરૂ કરી.
ધંધાર્થે તેઓએ દુનિયાભરના દેશોમાં પ્રવાસ કર્યો. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરના એક ડેલીગેશનમાં તેઓ મોરેશિયસ-આફ્રિકા ગયા હતા. ઘાટકોપરની પંતસર લાયન્સ ક્લબમાં તેઓએ અગત્યનું, પ્રદાન આપ્યું છે.
સિહોર પાસે ધારૂકામાં (વતનમાં) ભીખાલાલ કેશવજી ભાયાણી ટ્રસ્ટ બનાવી દાદાના નામની પ્રાથમિક શાળા બનાવી. - આચાર્યશ્રી પ્રેમસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી શંખેશ્વરમાં આકાર લઈ રહેલ ૧૦૮ દેરીમાં પોતાની તરફથી પણ એક દેરીમાં દાન આપેલ છે. તદુપરાંત તેઓએ નાના મોટા અનેક ફંડફાળા આપેલા છે. ઘાટકોપરના કાનજી મુનિ દેરાસરમાં તેઓએ મૂતિ આપેલ છે.
શ્રી મંગલદાસ કાલીદાસ શેઠ શ્રી મંગલદાસભાઈને જન્મ કુવા ગામે થયો. તેમના માતુશ્રી મણિબેનની છાયા નીચે જ એ મને ઉછેર થયે, કારણકે પિતાશ્રી કાળીદાસ તે મંગલદાસની આઠ વર્ષની ઉંમરે સ્વર્ગ સિધાવ્યા હતા. શ્રી મંગળદાસે અમદાવાદ આવી નોકરીની શરૂઆત કરેલી. હાલમાં મોડાસામાં તેઓશ્રી અગ્રણી વેપારી તરીકેની ખ્યાતિ ભોગવે છે. ગુપ્તદાન દ્વારા કોઈનું ભલું કરી છૂટવાની ભાવનાવાળા છે. મોડાસામાં કબૂતરે માટે કાયમી ફંડ ઊભું કરેલ છે. તેમને છ દીકરીએ અને વિજય નામે એક દીકરે છે. તેમના ધર્મપત્નીનું નામ કમળાબેન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org