________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૩૦૩
મહુવાકરને તા. ૪-૯-૧૯૮૪ ના રોજ સ્વર્ગવાસ થયો. * મોટા ખુંટવડામાં તા. ૧૩-૭–૧૮૯૭ માં તેમને જન્મ પ્રાથમિક અભ્યાસ મોસાળ મહુવામાં કર્યો અને પોતાનું વતન બનાવ્યું. પાલીતાણુ શ્રી સિદ્ધક્ષેત્રે જૈન બાલશ્રમમાં રહી હાઈસ્કૂલને અભ્યાસ કર્યો. શાસ્ત્ર વિશારદ આ. વિજયધર્મસૂરિજી પાસે શિવપૂરીમાં રહી ધાર્મિક અભ્યાસ કર્યો અને એ પછી અત્રેની બે ડિગમાં ગૃહપતિ તરીકે સેવા આપવાને પ્રારંભ કર્યો. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મ. ના સંપર્કમાં આવતા ગુજરાનવાળામાં શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળની સ્થાપના સાથે ગૃહપતિ તરીકેની જવાબદારી આચાર્યશ્રીએ ફુલચંદભાઈને સોંપી. આ પછી અમદાવાદમાં શ્રી ચી.ન.વિદ્યાવિહાર, શ્રી પાટણ જૈન મંડળ છાત્રાલયમાં ગૃહપતિ તરીકે કાર્ય કરી પાલિતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં કુલપતિ કરીકે કામ કર્યું. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. ના જીવન ચરિત્રના પાંચ ભાગ મહુવાકરે લખેલ છે. સાહિત્યક્ષેત્રે વાર્તા, નિબંધ, નાટક, જીવન ચરિત્રો યાત્રા પ્રવાસો ૭૨ જેટલા પુસ્તકો, “ શ્રી મહુવાકર”ના નામથી લખ્યા છે. “ઘેધારી જૈન દર્શન ” પત્રમાં તેમના લેખે અવારનવાર પ્રસિદ્ધ થતા રહ્યા હતા.
જાહેર સેવાના ક્ષેત્રે તેમને અપૂર્વ ફાળે હતા. પાલિતાણામાં રહીને શહેરના અનેક પ્રશ્નોમાં ફુલચંદભાઈએ આગેવાની લઈ, વિવિધ પ્રવૃત્તિઓના મંડાણ કરાવ્યા હતા. આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. - કેળવણુ અને માનવ કલ્યાણના કાર્યો માટે રૂા. ૩૧૦૦૦નું કેશર ફાઉન્ડેશન ટ્રસ્ટની જાહેરાત તેમના પુત્રોએ કરી ઉચિત રીતે શ્રદ્ધાંજલિ અપી છે.
શ્રી બટુકભાઈ ત્રિભોવનદાસ સલોત શ્રી સિદ્ધક્ષેત્રપાલીતાણાની પવિત્ર ભૂમિમાં ઈ. સ. ૧૪- ૧૧-૩રના મંગળ દિવસે ધર્મનિષ્ઠ માતા અજવાળીબહેન અને પિતાશ્રી ત્રિભોવનદાસ પંડિતને ત્યાં શ્રી બટુકભાઈને જન્મ થયો. બટુકભાઈની માત્ર સામાસની વયમાં પિતાશ્રી સ્વર્ગે સિધાવી ગયા. ત્રણ બંધુઓ હતા. બધા નાના નાના બાળકે જ હતા. બંને બંધુઓએ ગુરુ કુળમાં રહી પાંચ અંગ્રેજી સુધી અભ્યાસ કરી છોડી દીધે ને મુંબઈ આવ્યા. મામાશ્રી દલીચંદ પરશોત્તમદાસ જેઓ મુંબઈના ઘેધારી સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન છે એમને ત્યાં રહ્યા અને ધંધામાં આગળ વધતા ગયા. પુણ્ય અને પુરુષાર્થને વેગ જામ્યો. ભાગ્યે યારી આપી. બંને બંધુઓ બજારમાં R. T એન્ડ B. T ના નામથી જ ઓળખાય છે.
એમના ધર્મપત્ની અ. સૌ. નિર્મળાબેન ધર્મશ્રદ્ધા, ત્યાગ તપશ્વર્યા, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ, સાધામિક, ભકિત, મહેમાનની સરભરા સવની સાથે હળીમળીને બધાને પ્રેમ ખૂબ જ સંપાદન
કર્યો. ઉપધાન તપ અઠ્ઠાઈ વિ. તપસ્યા કરી. વરડામાં રથમાં બેસવાને, સારથી બનવાને, આચાર્ય ભગવંતને પગલા કરાવવા ઇત્યાદિ અનેક પ્રકારે દાન ધર્મને લહાવો લઈ સંસારને ઉજમાળ બનાવી રહ્યા છે.
પાઠશાળા, આંબેલશાળા, ધર્મશાળા, બોર્ડિગે, હોસ્પિટલે બાલાશ્રમ વિગેરે અનેક સંસ્થાઓમાં સારી એવી રકમો ખુલ્લી તથા ખાનગી આપી જીવનને લ્હાવો લીધે છે. શ્રી ચિંતામણી ઘંટાકર્ણ મહાવીર મંડળના પ્રેસિડન્ટ છે. એમને બે પુત્રો, ત્રણ દીકરી છે. રાજેન્દ્ર, પંકજ તથા ઈલા, નયની આશા. ધંધે પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રો મટીરીયલ્સને છે. ધાર્મિક અભ્યાસ સાધારણ છે. છતાં ધર્મને માગે ધન વ્યય કરવામાં સદાય આનંદ આવે છે. સ્વભાવ અત્યંત શાંત, પ્રેમાળ અને આનંદી, નમ્રતા અને વિવેક જેવા ગુણ આદર્શરૂપ છે. બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી એવી ભાવના એના હૈયામાં રહ્યા જ કરે છે.
શ્રી બચુભાઈ પોપટલાલ દેશી - મુંબઈ જેવા વૈભવશાળી શહેરમાં છેલ્લા બત્રીશ વર્ષથી તેઓ મિશનરી ભાવનાથી જૈન કેળવણી મંડળ તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પિતાની સેવાઓ આપી રહ્યા છે. જૈન કેળવણી મંડળ–મુંબઈના કાર્યાલય મંત્રી-મેનેજર છે. ઉપરાંત નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સૌરાષ્ટ્ર હોસ્ટેલ માનદ સંચાલક, બોટાદ પ્રજામંડળ, મંત્રી રાણપુર પ્રજામંડળ, મુંબઈમંત્રી વિદ્યા ભારતી બોટાદ, આરોગ્યભારતી બેટાદ, અમૃતલાલ શેઠ હોસ્પિટલ રાણપુર, જન્મભૂમિ હાઈસ્કૂલ રાણપુર, જૈન સોશિયલ ગ્રુપ ઝાલાવાડ, સોશિયલ ૨૫ મુંબઈ, શ્રી ૨.વિ. ગોસલીયા સ્થા જૈન છાત્રાલય–બોટાદ, શ્રી ઝાલાવાડી સ્થા. જૈન સભા મુંબઈ, સંયુકત જૈન વિદ્યાથી ગૃહ મુંબઈ વિ. સંસ્થાઓ તેમજ જૈન ધર્મ અને સમાજના વિવિધ પત્રો સાથે સંકળાયેલા છે.
વિદ્યાથી પ્રત્યે અસીમ પ્રેમ, સંસ્થાઓ પ્રત્યે પ્રેરક કત| નિષ્ઠા અને કાર્યશુદ્ધિને લગતા વિરલ ત્રિવેણીસંગમ બચુભાઈ દેશીના જીવનમાં સહજ રીતે સધાય છે.
રાષ્ટ્ર તરફની પણ ભકિત ઓછી નથી કેમકે રાજદ્વારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે મિત્રોને અને વડીલોને સારો સહકાર આપે છે.
વિદ્યાવ્યાસંગના ક્ષેત્રે તે સેવા આપી છે. પણ જૈન ધર્મ અને સમાજ ક્ષેત્રે પણ પ્રદાન છે.
બીજી માર્ચ ૧૯૨૬ ના રોજ બોટાદમાં બચુભાઈ દોશીને જનમ થયેલ છે. તેમના પિતાશ્રી પોપટલાલ છગનલાલ દોશી શિક્ષક હતા. બચુભાઇના માતુશ્રી સમજુબેનનું બચુભાઈ ત્રણ વષ ના હતા ત્યારે અવસાન થયેલ. મોસાળમાં રહેમેટ્રિક સુધીને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org