Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1260
________________ ૩૧૦ જૈનરત્નચિંતામણ તેમણે પૂ. સુબોધસાગર મહારાજ સાહેબની પ્રેરણાથી સાધુ -સાધ્વીઓને ભણવા માટે વિજાપુરમાં એક અદ્યતન ફેલ વિમળાબેન રસિકલાલના નામે બંધાવેલ છે. શ્રી મહાસુખભાઈ લક્ષ્મીચંદ શેઠ દાનગંગાના પ્રવાહી વહેડાવતા ઘોઘારી સમાજના દાનવીરો જુદા જુદા ક્ષેત્રોમાં દાનપૂણ્ય કરવામાં આગવું સ્થાન ધરાવે છે. સાવરકુંડલા નિવાસી શ્રી મહાસુખભાઈએ અખલિત દાનગંગા વહાવી સમાજના પ્રત્યેક કાર્યોમાં લક્ષ્મીને સદ્દઉપયોગ કર્યો છે. તેમના જીવન ઘડતરની અપ્રતિમ સાધના, સામાજિક ક્ષેત્ર તરફની મૂકસેવાવૃત્તિ અને આત્મકલ્યાણને પ્રત્યેક કાર્યોની પુષ્ટિએ તેમના જીવનને એક અનોખું સ્વરૂપ આપ્યું છે. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, વ્યાપારની કૌશલ્યતા, દાનવૃત્તિને વારસો એ એમના કુળની વિશિષ્ટ પરંપરા રહી છે. તેમના વડવાઓએ સંધ, શાસન અને સમાજની પ્રત્યેક પ્રવૃત્તિમાં આપેલું યોગદાન એ ખરેખર તેમના કુટુંબની યશોગાથા છે. તેમના વડીલબંધુ શ્રી કાન્તિભાઈ તથા લઘુબંધુ શ્રી સુમતીચંદ્રભાઈએ સૌએ સાથે મળી એ સંસ્કારવારસાને આજે પણ જાળવી રાખે છે. વિલેપારલામાં મહાસુખભુવન ઉપાશ્રય, આયંબિલભુવન-પાઠશાળા તેમજ વ્યાખ્યાન હેલ બંધાવી ધાર્મિક વૃત્તિને પરિચય કરાવ્યો છે. હસ્તગિરિતીર્થમાં માતબર રકમનું દાન આપ્યું છે. નવપદજીની સામયિક ઓળી કરાવવામાં લાભ લીધે, ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ દ્વારા સમૂહલગ્નના આયોજનમાં રસ લીધો. ૧૯૬૭માં સાવરકુંડલામાં પ્રતિષ્ઠા પ્રસંગે મુનિસુશ્રુતસ્વામી ભગવાનને ગાદીનશાન કરવાને લાભ લીધે, જીથરી હોસ્પિટલમાં પણ તેમનું દાન છે. ‘તપવન” સંસ્થાને સાત આંકડાની માતબર રકમનું દાન જાહેર કરેલ છે. સ્વયંસૂઝથી આગળ આવેલા શ્રી મહાસુખભાઈએ આજ સુધીમાં અનેક સંસ્થાએમાં લાખો રૂપિયાના દાને આપેલા છે. શાસનસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં પાયાના જે જે કામ હોય તેવા કામોને અગ્રતા આપી શકય એટલી સહાયભૂત બનવાની હજુ આજે પણ ઇચ્છા રાખી રહ્યા છે. ૧૮૭૮ની સાલમાં એડનમાં તેમણે સ્વતંત્ર કાપડ અને કરિયાણાને વ્યાપાર શરૂ કર્યો પ્રમાણિકતાની ઊંચી છાપ ઊભી કરી હોવાથી ઘણું દેશ સાથે વ્યાપાર શરૂ કર્યો અને તેમાં દિન પ્રતિદિન સારી સફળતા પ્રાપ્ત કરી. આ સફળતાના મૂળમાં તેમની ધાર્મિક-શ્રદ્ધા અને સાચી માનવતાનું દર્શન થાય છે. નિત્ય પ્રભુ પૂજ, વ્યાખ્યાન શ્રવણ અને પિતાની લક્ષ્મીને ધારિક તેમજ જાહેરક્ષેત્રે સારે સઉપયોગ કરી રહ્યાં છે. તેમની વ્યવહારકુશળતા, સાદાઈ, સેવાભાવના, અને આનંદી સ્વભાવથી વ્યાપારી તેમજ સામાજિક ક્ષેત્રે તેઓ અગ્ર સ્થાન ધરાવે છે. - શ્રી મગનભાઈએ માતા-પિતાના આત્મશ્રેયાથે ૨૦૨૩માં પાલીતાણું તળેટી ઉપરની બાજુના દેરાસરમાં ત્રણ દેરીઓ બનાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. આ સિવાય નાના મોટા જૈનતીર્થોની કુટુંબ સાથે યાત્રાઓ કરી છે. તેમના શુભ હાથે અનેક ધાર્મિક કાર્યો થયા છે. નીરોગી શરીર, તેજસ્વી બુદ્ધિ અને સાથી અલંકૃત આત્મા જેમને પ્રાપ્ત થતા હોય તેમને આ જગતમાં મેળવવા જેવું કંઈ રહેતું નથી. સામાન્ય રીતે જીવનમાં ધન, સત્તા અને કીતિને આપણે મહત્ત્વ આપીએ છીએ, પણ જેના જીવનમાં સાચી સજજનતા અને માણસાઈ સ્વાભાવિક રહેલા છે, એવા મગનભાઈનું જીવન અનુમોદનીય છે. મુંબઈ કોટ શાંતિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટીપદે રહી સેવા આપી રહ્યા. દરેક સેવાના કાર્યોમાં તેઓ મોખરે રહ્યા. તેમનું મિત્રમંડળ વિશાળ છે. આવા ધર્મશ્રદ્ધાળુ અને સેવાભાવી મગનભાઈ ગુજરાતનું ગૌરવશાળી રત્ન ગણી શકાય. શ્રી મનસુખલાલ સાકરચંદ શાહ શ્રેષ્ઠીવર્ય શ્રી મનસુખભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં લીંબડીના વતની. પિસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈમાં ધંધાથે તેનું આગમન થયું. તેમના સગાં-સંબંધીઓની હૂંફ મળતા અને હમદર્દી મળતાં રોજગારીની કેટલીક સવલતો પ્રાપ્ત થઈ. શરૂમાં બિલ્ડિંગ મટીરિયલ્સ સપ્લાઈંગનું કામ શરૂ કર્યું. તેને અનુભવ મેળવી એજ લાઈનમાં આગળ વધ્યા અને ઈન્ટીરીયર ડેકોરેશનમાં તેમના પુત્ર તૈયાર થયા. પિતા-પુત્રની જોડીએ પછી તે વ્યવસાયમાં પૂરી દિલચસ્પી બતાવી મનસુખલાલ એન્ડ કુાં, નામની પેઢી દ્વારા બિલ્ડિંગ મટીરિયલ્સ સપ્લાઈંગ અને ફર્નિચર વગેરેનું કામ. વિશાળ પાયા ઉપર હાથ ધર્યું. સેવા જીવનની ઇતર પ્રવૃત્તિઓમાં પણ એવી જ સક્રિયતા દાખવી. વીસ વર્ષ સુધી પ્રતિમંડળ કે. એ. સોસાયટીની મેનેજિંગ કમિટીમાં ઉપરાંત વિલેપાર્લા મૂર્તિપૂજક શ્રેતામ્બર જૈનસંધમાં વર્ષોથી અગ્રણી શ્રી મગનભાઈ જેઠવાભાઈ શાહ જમ સોરઠના તીર્થધામમાં પ્રભાસ પાટણતાં થય. વ્યવહારિક અભ્યાસ તો માત્ર ત્રણ અંગ્રેજી સુધીને જ પણ ભણતર કરતા ગતર અને ઘડતર ઘણું વિશાળ. પંદર વર્ષની નાની વયમાં પિતાની છત્રછાયા ગુમાવી બીજે વર્ષે એટલે કે સોળ વર્ષની ઉંમરે પરદેશ ખેડવાના મનોરથ જાગ્યા અને સુદાન (અરબસ્તાન) ગયા. ત્યાં શેઠ આણંદજી કલ્યાણજી રોષકરણની પેઢીમાં નોકરીથી વ્યવસાય જીવનની શરૂઆત કરી. મહત્ત્વાકાંક્ષી વિચાર શ્રેણી અને વ્યાપારી સંસ્કારોએ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330