Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1259
________________ સવ સંગ્રહગ્રંથ-૨ ૩૦૯ તેમણે પ્રથમ રૂપાલ ગામમાં ગુજરાતમાં ૪૫ આગમ કર્યું. સંવત ૨૦૧૯ના માગસર માસમાં વાલકેશ્વર મુકામે ઉપધાન કર્યા. ૨૦૨૦ની સાલમાં સમેતશિખરજીની યાત્રા કરી. ૨૦૨૧ની સાલમાં વષીતપની તપશ્ચર્યા કરી અને પાલીતાણામાં પારણું કર્યું. ત્યારબાદ ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ના વર્ષોમાં કચ્છ-ભૂજ -પંચંતીર્થની યાત્રા કરી. તેમણે ૨૦૨૬ની સાલમાં ખીર સમુદ્ર (સાત ઉપવાસ) કર્યા. ૨૦૨૦ની સાલમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, ૨૦૩૩ની સાલમાં ફાગણ વદી ૨ના રોજ તેમનો સ્વર્ગવાસ થયે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરીને જન્મ તા. ૩-૫-૧૯૪૧ માં થયે હતો. તેમનું મૂળ વતન શંખલપુર (ઉત્તર ગુજરાત) છે. તેમની ઉંમર ૪૨ વર્ષની છે. તેમને અભ્યાસ ચાર્ટડ એકાઉન્ટનટ સુધી છે. શ્રી મનુભાઈએ સને ૧૯૬૧ થી કપરા સંજોગોમાં પોતાના જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કર્યા. તેઓશ્રી સામાજિક અને . ધાર્મિક ક્ષેત્રે સારી એવી કામગીરી કરી રહ્યા છે. ૧૯૬૨ થી જાહેર સેવા ના કાર્યો કરવાની શરૂઆત કરી. શ્રી મનુભાઈ સામાજિક, ધાર્મિક, કેળવણી તથા જ્ઞાતિના મંડળ વગેરે વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શેરીસા જૈન ભોજનશાળા, શ્રી જાગૃતિ મિત્ર મંડળ ના વિકાસમાં સારો એ ફાળો આપેલ છે. તેમના પિતાશ્રી બે વર્ષની ઉંમરે ગુજરી ગયા. માતા કાંતાબહેને પૈર્ય, સેવા તથા ધર્મના સંસ્કારનું સિંચન કર્યું અને કાકાશ્રી મંગલદાસની પ્રેરણાથી સેવા, પરોપકારની વૃત્તિથી આગળ વધ્યા. આચાર્ય ઈન્દ્રવિજયસૂરિશ્વરજી મ. સાહેબ. શાહ બાબુલાલ વાડીલાલ વાસણવાળા, શાહ મંગલદાસ ચુનીલાલ પાદરી વગેરે મહાનુભાવે એમના જીવનમાં સારા એવા યશભાગી બન્યા છે. શ્રી ઝવેરીભાઈ ધાર્મિકવાંચન, ધાર્મિક સંસ્થાના કામમાં યથા શક્તિ ફાળે આપ, સેવાની ભાવનાના કાર્યો કરવા તેમજ બીજાને ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ મહુવા પાસેના બોરડા ગામના વતની શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ ૪૯ વર્ષની ઉંમરના છે. બી. કોમ. સુધીના અભ્યાસ બાદ ૧૯૫૩માં મુંબઈ આવ્યા અને શરૂઆતના બે વર્ષ નોકરી કરી અનુભવ મેળવ્યો. પણ સાહસિક વેપારી જીવને નોકરીમાં જગ્યું નહીં. તેથી લોખંડના ધંધામાં ઝંપલાવ્યું. અને તેમાં સફળતા મેળવતા ગયા. આ ધંધામાં સખત પુરુષાર્થ કરી સ્વયંબળે જ આગળ આવ્યા. શ્રી મનસુખલાલભાઈએ ગુજરાત અને રાજસ્થાનમાં યાત્રાર્થે પરિભ્રમણ કરેલું છે. તેઓશ્રીનું મહુવા જૈન બાલાશ્રમના સેક્રેટરી તરીકે, મહાવીર જૈન વિદ્યાલય (અંધેરી શાખા)ના સેક્રેટરી તરીકે, ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સારું એવું પ્રદાન રહ્યું છે. તેમણે વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિ અને મહુવા યુવક સમાજમાં સારે રસ લીધે છે. અંધેરીમાં તેમણે ૧૯૭૮માં મહાવીર જૈન વિદ્યાલય દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. તેઓ શ્રી ચંદ્રોદયસૂરિ મહારાજ સાહેબના સંપર્કમાં છે. ભવિષ્યમાં વ્યાવસાયિક ક્ષેત્રે તેઓ મશીનરીની લાઈનમાં અને કેમીકલમાં આગળ વધવાની ઈચછા રાખે છે. સ્વ. શ્રી : 1 સંઘજી શાહ મૂળ નિંગાળા-(બોટાદ)ના વતની-સીતેર વર્ષ પહેલા મુંબઈમાં તેમનું આગમન થયું. સેવા પરાયણતાના સંસ્કાર નાનપણથી મળેલા. અન્યને દુઃખી જોઈને તેમને આત્મા કકળી ઊઠતે. ગરીબ પરત્વેની મમતા અને લાગણીને કારણે તેઓ સૌના પ્રીતિપાત્ર બન્યા. નિરાધાર પરિવારોને હંમેશાં તેમણે મદદ કરી છે. બોટાદમાં સ્વ. જેઠાલાલ સંધવી નામે સ્થાનિક માસી જેના બેડિ"ગ એ આ પરિવારની મોટી દેણગી છે. માણેકલાલભાઈના સુપુત્ર શ્રી બાબુભાઈએ પણ નાનામેટા ફંડફાળામાં દાનને પ્રવાહ હંમેશાં ચાલુ રાખ્યો છે. સોનગઢમાં પ. પૂજય કાનજી સ્વામીના દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળમાં સારું એવું દાન આપેલું છે. શ્રી બાબુભાઈ ભારતમાં લગભગ બધે ફર્યા છે. મનન, ચિંતન અને ગરીબ પરત્વેની ભારે મેટી હમદર્દી એ એમના જીવનનું પરમ ધ્યેય રહ્યું છે. • શ્રી મૂળચંદ પૂનમચંદ મહેતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના વતની શ્રી મૂળચંદ પૂનમચંદ મહેતાએ ધાનેરા દેરાસરમાં મોટી રકમનું દાન આપેલું છે અને દેરાસરનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે થયેલું છે. ૭૦ વર્ષની જૈફ ઉંમર ધરાવતા શ્રી મૂળચંદભાઈ ૪૦ વર્ષથી સામાયિક, પ્રતિક્રમણ અને ચોવિહાર જેવા કઠોર વ્રત કરે છે. તેમણે પાલિતાણાના ડુંગર ઉપર પણ પ્રતિષ્ઠા કરાવેલ છે. તેમને અભ્યાસ મેટ્રીક સુધી છે. તેમણે પ્રથમ રંગૂનમાં ઝવેરાતના ધંધાની શરૂઆત કરી હતી. ૧૯૪૨ની લડત વખતે રંગૂન છોડી, મુંબઈ આવી ઝવેરાતનો ધંધો શરૂ કર્યો. તેમણે ભારતના બધા જ તીર્થોની યાત્રા કરેલી છે. સુરત હોસ્પિટલના કેન્સર વોર્ડ માટે એમણે દાન આપેલું છે. આ ઉપરાંત સુરતમાં મંદિર તથા ઉપાશ્રય પણ મણિબેન મૂળચંદના નામે બંધાવેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1257 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330