________________
જૈનરત્નચિંતામણિ
પણ શ્રી છગનલાલ કસ્તુરચંદ અને રવજી ઝવેરચંદ જેવી મોટી પેઢીઓ સાથે સંબંધ બંધાયો. જીવનમાં ચડતી પડતી આવ્યાજ કરે છે. પણ એવા પ્રસંગે જે સ્થિર અને સમતોલ રહી શકે છે, તે અવશ્ય આગળ વધી શકે છે. ધંધાની શરૂઆતમાં જ તેઓ પર એક મોટો ફટકો પડ્યો. બેંક ઑફ એબીસીનીઆના કેશિયરના ગેટાળાને કારણે તેમની રૂા. ૮૦,૦૦૦ જેવી મોટી રકમ ગઈ પરંતુ આ કપરા કાળમાંથી પણ તેઓ સુખરૂપ પાર ઉતર્યા. પ્રમાણિકતા, ચીવટતા અમે કાર્યકુશળતાના કારણે ત્યાંની એક મોટી કંપની એ બી. ( A Beses)ની પસંદગી તેમના પર ઊતરી અને સોલ સેલિંગ કામ તેમને સોંપાયું. શ્રી કુલંચંદભાઈની સિદ્ધિના પાયામાં આ પેઢીને મહત્ત્વનો હિસ્સો છે. આ એડનની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા પછી શ્રી ફુલચંદભાઈ અને તેમના ત્રણે પુત્રોએ મુંબઈમાં સ્થિર થઈ નવા ઉદ્યોગ ( Industries) શરૂ કર્યા છે. માટુંગામાં તેમની માલિકીના બે મકાને છે.
બંધું જ અહીં મૂકીને જ આપણે આ વિશ્વમાંથી વિદાય લેવાની છે. માત્ર પુણ્ય–પાપ બંને જ આપણું સંગાથે આવનાર છે. આ વાત શ્રી પ્રભુદાસભાઈ સારી રીતે જાણે છે. અને તે મુજબ જ ઉચ્ચ જીવન જીવે છે.
( શ્રી ફત્તેચંદ કેસરીચંદ શાહ - ભાવનગર પાસે સિહોરના વતની શ્રી ફત્તેચંદભાઈ કેસરીચંદ શાહ ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ. નાની વયમાં જ મુંબઈમાં તેમનું આગમન થયું. એક દલાલને ત્યાં નોકરીથી જીવનની શરૂઆત કરી પાંચ છ વર્ષ પછી ભાગીદારીમાં દલાલીનું કામ કર્યું. આશા, શ્રદ્ધા અને ધાર્મિક મનોવૃત્તિના કારણે કેસરના ધંધામાં પછી તો છેલ્લા પચીસ વર્ષથી એકધારી પ્રગતિ થતી રહી. સ્વયં બળે આગળ આવ્યા અને ધંધામાં બે પૈસા કમાયા. સંપત્તિને સદ્દઉપયોગ વિશેષ કરીને ગુપ્તદાનમાં કરતા રહ્યા. નામની પ્રસિદ્ધિથી દૂર ભાગ્યા છે. માનવસેવા અને ધાર્મિક પ્રવૃત્તિ પરત્વે તેમનું વિશેષ મમત્વ રહ્યું છે. આ કામમાં શ્રીમતી ચંદ્રવતીબહેનની પણ તેમને સતત પ્રેરણા મળતી રહી છે. સાયન જૈન સંધની મેનેજિંગ કમિટિના સભ્ય છે. મુંગા કામને માનનારા છે.
સ્વ. શ્રી ફત્તેચંદ ઝવેરભાઈ ભાવનગર અને મુંબઈના જૈન સમાજમાં આગવું સ્થાન હતું. ધાર્મિક પ્રવૃત્તિઓમાં જેઓ હંમેશા મોખરે હતા. વિદ્વાન અભ્યાસીઓ માટે જેમનું નિવાસસ્થાન ચર્ચા અને ચિંતનથી સભર રહેતું અનેક સામાજિક પ્રવૃત્તિઓના સંચાલનમાં જેમને. સીધે યા આડકતરે હિસ્સો હતા. એવાશ્રી ફતેચંદભાઈનું પાલીતાણું જન્મ સ્થાન હતું. પૂર્વ પુણ્યના યોગથી અને મુનિવર્યોના સમાગમથી અનેક જૈન શિક્ષણ સંસ્થાઓના અધિષ્ઠાતા બન્યા હતા. એક યશસ્વી વેપારી તરીકે તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમને ધાર્મિક અભ્યાસ વિશાળ હતા, લેખન શકિત સુંદર હતી અને ઘણે ભાગે સ્થિતપ્રજ્ઞ રહેતા તેમનું બહાળું કુટુંબ ખૂબજ સંસ્કારી અને કેળવાયેલું છે.
શ્રી કુલચંદ લીલાધર વોરા જેમના જીવનમાં સાદાઈ, સૌમ્યતા અને લક્ષમીને ત્રિવેણી સંગમ થયો છે, એવા શ્રી ફુલચંદ લીલાધર વેરાને જન્મ છત્રાસા (સોરઠ)માં ૧૮-૧૦-૧૮૯૪ના દિવસે સગત વોરા લીલાધર ચંદરજી ને ત્યાં થયો હતો. તેમના માતુશ્રીનું શુભનામ નંદુબહેન હતું.
શ્રી ફુલચંદભાઈના જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેને સુમેળ થયો છે. અને તે કારણે એડનમાં તેમની પ્રગતિ દિન પ્રતિદિન વધવા લાગી. શ્રી ફુલચંદભાઈએ પછી કરી છડી સ્વતંત્ર કમિશન એજન્ટ અને કાપડનું કામ શરૂ કર્યું. ભારતમાં
સં. ૧૯૭૦માં શ્રી ફુલચંદભાઈને લગ્ન પાનેલીવાળા શ્રી રૂપશી નથુભાઈ મહેતાની પુત્રી પાર્વતીબહેન સાથે થયા. અઠ્ઠાવીસ વર્ષના સુખી દાંપત્ય જીવનને અંતે શ્રી પાર્વતીબહેનના મૃત્યુ પછી તેઓ વાનપ્રસ્થ જીવન ગાળે છે.
સગત પત્નીના સ્મરણાર્થે મોટી પાનેલીમાં શ્રી પાર્વતીબેન સાર્વજનિક દવાખાનું ચાલે છે. એડનની ગુજરાતી સ્કૂલની સ્થાપનામાં તેમને મહત્ત્વને ફાળે હતા, અને રૂપિયા ૨૫૦૦૦જેવી રકમ આપી હતી. શેઠ દેવકરણ મુલજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જૈન બોડિ•ગના તેઓ ટ્રસ્ટી હતા અને અવારનવાર આ સંસ્થાને આર્થિક સહાય આપે છે. મહાવીર જૈન વિદ્યાલય તેમજ અમરેલીનાં શ્રી ખી. મુ. જૈન બોડિ•ગના તેઓ પેટન હતા. મોટી પાનેલીમાં બંધાયેલા મંદિરની જગ્યા ભેટ આપી છે. અને એ મંદિરમાં પણ તેઓને મોટો ફાળો છે. તેમના સદ્ગત પુત્રવધૂ સૌ. પ્રભાકુંવરના સ્મારકરૂપે પાનેલીમાં “ પ્રભાકુવર પ્રાણલાલ વોરા માતૃકલ્યાણુ, બાલમંદિર અને પ્રસૂતિગૃહ” ચાલે છે, તેમજ એક વિદ્યાથી મહાવીર જૈન વિદ્યાલયમાં સ્કેલર તરીકે રહે એવી વ્યવસ્થા કરી છે. ઈ. સ. ૧૯૪૦ માં સૌરાષ્ટ્ર વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિનું સંમેલન જૂનાગઢ મુકામે ભરવામાં આવ્યું હતું, ત્યારે અધ્યક્ષપદે શ્રી ફુલચંદભાઈની વરણી કરવામાં આવી હતી. - શ્રી ફુલચંદભાઈને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓને પરિવાર છે.
શ્રી ફુલચંદભાઈ મહુવાકર આદર્શ ગૃહપતિ, ઉત્તમ સમાજસેવક અને સિદ્ધહસ્ત લેખકની ત્રિવિધ પ્રતિભા ધરાવતા શ્રી ફુલચંદ હરીચંદ દોશી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org