Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1250
________________ જેનરત્નચિંતામણિ અને નામાંકિત થયેલ છે. તેમને બંને પુત્રો પ્રવીણભાઈ તથા કિશોરભાઈ અને ત્રણ પૌત્રો નલિનભાઈ, જગતભાઈ અને વિમલભાઈ તેમની પ્રેરણા મુજબ આ કંપની ચલાવી રહેલ છે. તેઓશ્રી પ્રમીલાબહેન સાથે અને ૧૯૫૮માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓના દરેક કાર્યમાં છેલ્લે સુધી પ્રમીલાબેનને સાથ રહેલ હતા. ઉમદા સ્વભાવ અને ઉજળા કર્યોથી સુવાસ પ્રસરાવી તેઓ ૭૬ વર્ષની છેલ્લે સુધી પ્રવૃત્તિમાં રચાયેલ રહીને ૨૫-૮-૧૯૭૯ ના દિને આ જગતમાંથી ચિરવિદાય થયા. ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગંધ સુગંધ ફેલાઈ જાય તેમ તેમના પગલે પગલે આખાએ કુટુંબમાં દાન અને દયાની, તપ અને ત્યાગની, વિનય અને વિવેકની, સં૫ અને સમર્પણની ખુઓ મહેકવા માંડી. તેમણે સિંચેલા આવા સંસ્કારોથી આખું યે કુટુંબ નંદનવન બની ગયું. સંસ્કાર ને જીવનમાં વણુને આંબે જેમ ફળ આપે અને નમે તેવી રીતે લક્ષ્મી મળવા છતાં, નિષ્કામ અને નિસ્વાર્થભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સવ્યય સ્વધમિઓ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે થઈ રહ્યો છે. શ્રી પ્રાણલાલભાઈ એમ. વડાલીયા શ્રી પ્રાણલાલભાઈને તા. ૧-૧૦-૧૯૩૨ માં જન્મ . ૫૧ વર્ષે ૫-૬-૮૪ ના રોજ અવસાન પામ્યા. અમરેલીમાં અભ્યાસ કરી મુંબઈમાં સિદ્ધાર્થ કેલેજમાં ૧૯૫૬માં બી. એ. થયા. લોખંડ બજારમાં એન. મેહનલાલની કુ.માં ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ ભાગીદારીમાં ઇન્ડિયન સ્ટીલ કોર્પો. સ્થાપી અને ભાગીદારીમાંથી નિવૃત્ત થયા અને સ્વતંત્ર માલિક બન્યા. સ્વબળ, કલ્પનાશક્તિ અને ઊંડી સૂઝથી ધંધાને ખૂબજ વિકાસ કર્યો. વિવિધ ક્ષેત્રે સ્કોલરશીપ, નવા ધંધાથીઓને વ્યવસાયની સુલભતા કરી લાખોની રકમનું રોકાણ કરતાં સૌને પગભર કરવાનો સંતોષ મેળવતાં અમરેલી સંસ્થામાં છેલ્લા તેર વર્ષ માનદમંત્રી તરીકે સેવા આપી, બોમ્બે આયર્ન મરચન્ટ એસસીએશનના ૧૯૭૩ થી ત્રણ વર્ષ ડાયરેકટર રહ્યાં. તેઓશ્રી ઘેધારી વિશા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટની કારોબારીના સભ્ય હતા. વડાલીયાએ જિંદગીની શીલાને ધીરજ, ખંત, નિષ્ઠા અને શ્રદ્ધારૂપી વિવિધ હથેડીઓ અને ટાંકણથી ઢંકારીને પોતાના જીવનને જીવંત શિલ્પકૃતિ બનાવી. મોટાઈ કયારેય બતાવી નથી. નાના ગામમાં પાણી પરબ, ગ્રામ્યશાળાઓને ઉધાર, વગેરે તેમના મોભાનું કાર્ય છે. તેમને મન જિંદગી એ હવાઈ કિલાની અપ્રતિમ પાષાણની બનેલી ઈમારત હતી. કર્તવ્ય અને પુરુષાર્થ ના ટાંકણુ વડે એક યાદગાર ઈમારત બનાવી. સ્વભાવે નિખાલસ, સરળ અને નિરાભિમાની હતા. બાળક જેવા સરળ અને નિષ્કપટ વ્યક્તિત્વ ધરાવતા હતા. જૈન સમાજની અનેકવિધ સેવા કરી ભગવાન મહાવીરે પ્રબોધેલા જીવન સિદ્ધાંતને તેમણે આત્મસાત કર્યા. કોઈને પણ દુઃખ થાય એ તેમને રૂચતું નહીં. સમાજના નીચલા થરના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિશેષ મદદ કરવા તેઓ હંમેશાં તત્પર રહેતા. તેમને કેળવણીની સર્વ પ્રવૃત્તિઓ પ્રત્યે અપૂર્વ મમતા હતી. તેમની સહાય કોઈપણ જાતના ભેદભાવ વગરની હતી. તેમના હિતચિંતકેનું વર્તુળ વિશાળ હતું. ધણજ ધર્મ પ્રેમી હતા, તેઓ વટવૃક્ષ જેવા હતા. તેમની લાગણી અને પ્રેમ વિશાળ સમૂહને મળ્યા હતા. વસ્ત્ર, દવા, અનિદાન, રોકડ, તથા પારેવાની જુવાર માગ્યું છે તેને તે આપ્યું છે પણ નથી માંગ્યુ એને પણ આપ્યું છે. પિતાના માટે જીવ્યા નથી, મહારાજા હતા, સિંહ સમાન હતા. કચારેય કોઈપણ જાતનું અભિમાન કર્યું નથી. કોઈ ડાળ કર્યો નથી. મહાશ્રી જૈન વિદ્યાલય, સાયન જૈન સંધ, ઘેધારી જૈન સમાજના જયુરી છે, આમાં તેમને સારો સહયોગ છે. ૧૯૫૮માં ચલાલા નિવાસી મણીલાલ જુઠાલાલ દોશીના સુપુત્રી નિર્મળાબહેન સાથે લગ્નગ્રંથી જોડાયા. સદાચાર, લાગણી, પ્રેમ, આતિથ્ય અને કર્તવ્યના મોતી ઉપર તેમાં અંખડ દિપકની જેમ ઝળહળતા રહ્યાં. શ્રી પ્રવિણચંદ્ર રતીલાલ અમરેલીના વતની શ્રી પ્રવિણચંદ્ર રતીલાલ શાહને જન્મ તા. ૨૮-૧૧-૧૯૩૭ના રોજ થયો. અભ્યાસ કાળથી જ તેજસ્વી પ્રતિભા ધરાવતા શ્રી પ્રવિણભાઈએ તબીબી ક્ષેત્રે G. E. A. M., L. M. P., D. K. P. તથા M.B. B.S.ની ઉપાધીઓ ધરાવે છે. હજુએ તેમને પોતાના ક્ષેત્રને આગળ અભ્યાસ કરવાની તમન્ના છે. માત્ર ૨૪ વર્ષની યુવાન વયે ૧૯૬૧માં પ્રથમ દવાખાનું ખેલી તબીબી ક્ષેત્રે પદાર્પણ કરી માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં જ લોકચાહના મેળવી. ૧૯૬૭માં બીજું દવાખાનું શરૂ કયુ'. ૧૯૭ર થી તેઓશ્રી હેસિપટલમાં પિતાની સેવાઓ આપી રહેલ છે. તેઓએ જનરલ પ્રેકટીશનર્સ કેન્ફરન્સમાં “ સાયન્ટીફીક સેશન ” માં પ્રથમ ઈનામ, “લિનીકલ સેશનમાં દ્વિતીય ઈનામ તથા બોમ્બે મેડિકલ કોગ્રેસ તરફથી “જનરલ પ્રેકટીશનર્સ કેટગરીમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરી એક અભ્યાસી ડોકટર તરીકેની નામના મેળવી છે. આ ઉપરાંત કુટુંબ નિયોજન ક્ષેત્રે પણ ગણના પાત્ર કામગીરી બજાવી છે. તેઓ શેઠ ડી. જે. હાઈસ્કૂલમલાડ, મહિલા કોલેજ-મલાડ, મહેન્દ્રનગર સ્કૂલ, સેન્ટ થેમ્સ સ્કૂલગોરેગાંવ વગેરે શિક્ષણિક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહે છે. ઉપરાંત જુનીયર્સ ચેમ્બર્સ જેવી સંસ્થાના સક્રિય સભ્ય છે તથા ગઝલ જેવા સાહિત્ય પ્રકારના પણ તેઓ વ્યસંગી છે. આમ બહુમુખિ પ્રતિભા ધરાવતા ડે. પ્રવિણચંદ્ર પિતાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330