________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૮૧
આવવા પ્રેરણું મળી હૈદરાબાદ જેનું નાનું નામ ભાગ્યનગર હતું. એક પછી એક તક સાંપડતી જ ગઈ. કારોબારમાં ભાગીદારીથી વ્યવસાય શરૂ કરી પિતાની આંતરપ્રેરણાથી ધીમે ધીમે વ્યાપાર તેમજ ઉદ્યોગોમાં પણ પ્રવેશી વિકાસ થતો ગયો.
બહુમુખી સેવાઓની ટૂંક યાદીમાં, સર્વોદય, ચક્ષુદાન પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હોસ્પિટલ, જૈનધર્મ વિકાસ શિક્ષા, નારી સુધાર સેવા, અનાથાલય, ખાદીગ્રામોદ્યોગ કૃષિસુધાર, રોટરી કલબ, ગાંધીજ્ઞાન મંદિર, રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડે, સેલ્સ ટેકસ બાબત હોય કે કોગૅસના અધિવેશન હેય, ગુજરાતી, હિન્દી, તેલુગુ, ભાષાઓનું સેવાકાર્ય હેય; જળપ્રકોપ કે દુષ્કાળ રાહતનાં કાર્યો હોય, કેવળ હૈદરાબાદમાં જ નહિ, દેશના કેઈપણ ભાગમાં. ગુજરાત રાજ્ય હેય કે બિહાર રાજ્ય હેય, સ્થળ સમયને કોઈ બાધ એમને આવતા નથી. હૈદરાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજિંગ ટ્રસ્ટી, માનદમંત્રી, પ્રમુખ આદિ પદ પર સેવા બજાવી છે. આ સંસ્થાને એમણે પોતાના કાપડીઆ ગ્રુપના ટ્રસ્ટમાંથી રૂ. એકલાખ પંચોતેર હજારની સખાવત આપી. કાપડીઆ ટ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઓ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કૅલેજની સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂા. એકલાખ એકાવન હજારનું દાન આપી “અમૃત કાપડીઆ ’ નવજીવન વીમન પિસ્ટ ગ્રેજ્યુએટ સાયન્સ કોલેજ સાકાર બનાવી છે. આ સિવાય હૈદરાબાદ ચિલ્ડ્રન એઈડ સેસાયટી અને ફસાઈ પડેલી સ્ત્રીઓ માટેનાં રાધાકીશન હેમની પ્રવૃત્તિઓ વિકસાવવામાં મહત્ત્વને ફાળો આપ્યો છે. તેઓશ્રી ધી હૈદરાબાદ સ્ટેટ ગ્રેઈન ઍન્ડ સીડ્ઝ મરચર્સ એસોસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત તેના વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ તરીકે કામગીરી બજાવી છે. આંધ્રપ્રદેશ ઓઈલ મીસ એસે.ને એક સ્થાપક હાલમાં પ્રમુખપદે સંભાળ્યું છે. સેન્ટ્રલ ઑઈલ સીઝ કમિટીના ચેરમેન અને ઓલ ઇન્ડિયા ફૂડ ચેઈન્સ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓના અને મંડળોમાં તેઓશ્રી સક્રિય સેવા આપે છે. ગત વર્ષે ફેડરેશન ઑફ આંધ્રપ્રદેશ, ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં મહાવીર હોસ્પિટલ (૧૦૦ બેડની સુવિધાની), ગુજરાતી મારવાડી રિલીફ ઍન્ડ વેલફેર કમિટી, આફટર કેર હેમ, દક્ષિણ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી રહ્યા છે. તેમજ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે.
ધંધામાં મન પરોવ્યું. ચાણક્ય બુદ્ધિ, ખંતથી કામ કરવાની આવડત વગેરેથી ધંધામાં લાખો રૂપિયા મેળવ્યા અને અર્થસિદ્ધિ સંપાદન કરી. ગરીબાઈમાંથી શ્રીમંત થયા, પછી તેમનું જ્ઞાતિઅભિમાન સવિશેષ જાગૃત થતું ગનુ. જ્ઞાતિનાં બાળકે તરફના અસીમ પ્રેમને લઈ કેળવણીના કામને ઉત્તેજન આપે છે. તેમનું ચારિત્ર્ય, ધર્મભાવના, સાહસ વગેરે અનુકરણીય છે.
જૈન સમાજમાં તેમની કીર્તિ પ્રભાવના ઝળહળી રહી છે. તેમની સફળતાનો કેટલોક યશ શ્રી ચીમનલાલ જાદવજીને ફાળે જાય છે. મુંબઈમાં દેરાસર કમિટીમાં, દારૂખાના વ્યાપારી મંડળમાં અને બીજી અનેક સંસ્થાઓમાં આગળ પડતો રસ લે છે. તેમણે હમણાં જ સારી એવી રકમ નડિયાદ જૈન ઉપાશ્રયમાં અર્પણ કરી છે. ભવિષ્યમાં વતન તરફ ઔદ્યોગિક દિશામાં પગરણ માંડવા શરૂ કર્યા છે.
તેમની ધંધાકીય કારકિર્દીના ઊજળા ઇતિહાસનો પાયો તેમના ઉમદા સ્વભાવ ઉપર રચાય છે. અને સદાયે કર્તવ્ય પરાયણ રહ્યા છે. અત્યારે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં તેઓ જે કાર્ય હાથમાં લે તે વગર આળસે પૂરું કરે છે. આવા ધર્મ-કર્મવીરની નિઃસ્વાર્થ સેવાઓની સરવાણુઓ હરદમ હર સ્થળે વહેતી રહે તેવી શુભકામનાઓ વાંછીએ છીએ.
શ્રી દીપચંદભાઈ એસ. ગાડી ઓલ ઈન્ડિયા જૈન કોન્ફરન્સના સૂત્રધાર અને મુંબઈની અનેક સંસ્થાઓના અધિષ્ઠાતા બનેલા શ્રી સાહેબ જનસમાજમાં સારું એવું બહુમાન પામ્યા છે. કાઠિયાવાડના એક નાનકડા ગામ પડધરીમાં વર્ષો પહેલાં એક સામાન્ય કુટુંબમાં શ્રી દીપચંદભાઈને જન્મ થયો. નાની ઉંમરમાં જ દીપચંદભાઈએ પિતાનું સુખ ગુમાવ્યું. દાદાજીની છાયામાં ઊછર્યા. વાંકાનેરમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે શ્રી જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થયા. વિદ્યાર્થી અવસ્થામાં વેપારી બની બેઠા છતાં જ્ઞાન પિપાસા તીવ્ર હોવાથી બી. એસસી., એલ. એલ. બી. થઈને ઈંગલેન્ડ જઈ બેરિસ્ટર થયા. વકીલાતના ક્ષેત્રે સફળતા મળવા લાગી. પણ વ્યાપારી જીવ હોવાથી વિધવિધ વ્યાપારમાં ઝુકાવ્યું, અને લક્ષમીની વર્ષા વરસી રહી. ૫ણું હૃદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ, માનવરહિત, ઉદ્યોગ કેન્દ્ર અને એ ઉપરાંત સેવાના વિવિધ ક્ષેત્રોમાં
જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યું. માતૃભૂમિ પડધરીમાં પૂ. પિતાજીને મરણમાં એક કન્યાશાળા અને બાલમંદિર ની સ્થાપના કરાવી. મુંબઈમાં ઘાટકોપરમાં પૂ. માતુશ્રીના સ્મરણમાં શ્રી ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં સભાખંડ આપ્યો. ‘ડુંગરી ” વિસ્તારમાં ગાડી હાઈસ્કૂલ સ્થાપીને આજ તેઓ તથા તેમનાં સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી વિદ્યાબહેન બેરિસ્ટર, શાળાના પ્રાણ બની રહ્યા છે. આ શાળામાં હારેક બાળકે જ્ઞાનને પ્રકાશ અને
શ્રી દલીચંદ લક્ષ્મીચંદ કોઠારી જેનરત્ન શ્રી દલીચંદભાઈ ઠારી સુરેન્દ્રનગર જિલ્લાના સાપકડા ગામના વતની છે. નાની વયમાં કૌટુંબિક જવાબદારીઓ આવી પડતાં આર્થિક મુંઝવણને લઈને દેશાટન પસાર થતાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org