________________
૨૮૦
જૈનનચિંતામણિ
ધણું સમયથી કરી. સ્વયંબળે જ આગળ આવ્યા. શાસનસેવા અને સમાજસેવાને બચપણથી શાખ-અખિલ ભારત અચલગચ૭ વેતામ્બર જૈન સંઘના ટ્રસ્ટી અને મંત્રી, જૈન તવ વિદ્યાપીઠના ટ્રસ્ટી, શ્રી કરછ દેવપુર જૈન વર્ધમાન તપ આયંબિલ ખાતામાં પ્રમુખ તરીકે, વીતરાગ સંદેશને તંત્રી તરીકે, કચ્છી વીસા દેરાવાસી મહારાજની માનદમંત્રી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. નાની મોટી સંસ્થાઓમાં યશસ્વી દાનગંગા રેલાવી છે. હિંદુસ્તાનનાં ધણ દર્શનીય સ્થાનને પ્રવાસ કર્યો છે.
નિમિત્તરૂપ બન્યા. શાહ સોદાગર દાનવીર શેઠ શાહ મેઘજી પેથરાજ તરફથી દાનનો પ્રવાહ સુરેન્દ્રનગરમાં વિપુલ પ્રમાણમાં વહેરાવવામાં સૌ પ્રથમ સુરેન્દ્રનગરને પરિચય કરાવવામાં નિમિત્ત બન્યા. વતનમાં ઉજમબાઈ સોમચંદ પ્રાથમિક શાળા બંધાવી આપી.
શ્રી જીવતલાલ પરતાપશીભાઈ જૈનધર્મ પુરીઓનાં આગેવાન ગણતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મ શ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકારબેનને ત્યાં શ્રી જીવાભાઈને જન્મ વિ. સં. ૧૯૪૩ના જેઠ વદી ૪ ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યવહારિક સંસ્કાર અને શ્રદ્ધા સચ્ચાઈને વાર મળ્યો હતો.
પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પૂરો કરી માત્ર સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નેકરીથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સોના ચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીને ધંધો શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન વાયદા બજારને માન્ય દલાલ બન્યા. હિંદુસ્તાને બહાર લીવ૨પુલ કોટન એક્ષચેંજ અને ન્યુયોર્ક કોટન એક્ષચેંજના પણ મેમ્બર બનેલ. અનેક ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેકટર તરીકે સેવા બજાવેલ. ૩૬ ૩૭ કંપનીઓના ડાયરેકટર હતા. વાલચ દનગર ઈન્ડસ્ટ્રીઝ લી. ના ડાયરેકટર તથા સૌરાષ્ટ્ર પોઈન્ટ પ્રા. લી.ના ચેરમેન તરીકે રહ્યા. વેપાર સાથે સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ રસ લેતા હોઇ અનેક સંસ્થાન ટ્રસ્ટી તરીકે સેવા આપી અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા છે. છતાં શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકામશ્ર, મહેસાણા જૈન સંસકૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન તપ આયંબિલ સંસ્થા, શેઠ આણંદજી કલ્યાણજની પેઢીની કમિટીમાં પણ સક્રિય ભાગ લીધે. ધાર્મિક પ્રસંગો ધણું નાના મોટા તેમના જીવનમાં ઉજવાયા. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચળજીને છરી પાળતા સંધ, નવ્વાણું યાત્રા, બે વખત પાલીતાણામાં ચાતુર્માસ, ઉપધાન તપ તમના ભત્રીજા ઇંદ્રવદન તથા ભત્રીજી મંજુલાબેનના દીક્ષા પ્રસંગે, તમના પિતાશ્રીને સ્મરણાર્થે ઉજવેલ ઉજમણુને પ્રસંગ તથા સં ૨૦૦૫ની સાલમાં ૧૩ માસ પાલીતાણા સળગ રહી નવ લાખ નવકારને જાપ કર્યો હતો. આ બધા વિશિષ્ટ પ્રસંગે હતા. ધાર્મિક કાર્યો ધણાં જ ઉત્સાહથી અને ખંતથી સંભાળે છે.
શ્રી ટોકરશીભાઈ ભુલાભાઈ વીરા
શ્રી ટોકરશીભાઈ લાલજી કાપડીયા પત્રી, ગુજરાતના કચછ વિભાગનું એક નાનું ગામ, તા-૧૯ જાન્યુઆરી સને ૧૯૧૬ના શુભ દિવસે આ સ્થાને શ્રી ટોકરશીભાઈને જમ. ધર્મપ્રેમી અને સેવાભાવી પિતાશ્રી લાલજીભાઈ અને એવાજ આદર્શ ગૃહિણી માતા વજેબાઈ. લાલજીભાઈને મૃત્યુ સમયે ટોકરશીભાઈની ઉંમર કેવળ ૧૦-૧૧ વર્ષની હતી. ઉંમર ભલે નાની હતી, પરંતુ પિતાના ગાંધીવાદી વિચારે, સેવા સંસ્કાર એમનામાં પાકી જડ જમાવી ગયા. બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં જાણે દિવ્યપ્રકાશ રૂપે પથરાયા હતા. નાની વયથી જ તેમના પ્રત્યે પ્રેમ જોવામાં આવતા. પિતાના ગામમાં પુસ્તકાલય, રાત્રી પાઠશાળા, વગેરે કાર્યોમાં તન-મનથી જોડાઈ જતાં. નાનકડા પુસ્તકાલયમાં દાનથી મળતી જૂની ફાટેલી ચોપડીઓ પણ તેઓ પિતજ સાથીઓના સહકારથી બાઈડીંગ કરતા જે કામ તેમને શિખવાડનાર પૂ. શ્રી ગુલાબચંદજી મુનીને તેઓ આજે પણ નથી ભૂલી શકયા. પિતાના મિત્ર મગનલાલ ઠક્કર સાથે હરિજનોને ભણાવવા-નવડાવવાનું વગેરે કાર્યોમાં મશગૂલ થઈ જતા. આમ નાની વયમાંથી જ સેવામય જીવન જીવવાની ભાવના જાગેલ જે નિરંતર બર્મામાં રહી ને પિતાની હરિજનશાળા માટે ફંડ એકઠું કરેલ. ગાંધીજીને સાત્ત્વિક જીવનની અસરથી એટલા બધા પ્રભાવિત થયા કે ખાદીના વપરાશને કાયમી સ્થાન મળ્યું.
મુંબઈ એકાદ વર્ષ રહી જાતમહેનતથી, ખંતથી જ્યાં કામ મળવું એ શેઠિયાઓને પ્રેમ, સદ્દભાવ સંપાદનથી બ્રહ્મદેશ જવાની તક મળી. સમયના પ્રચલિત રિવાજેથી ૧૬ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા, ધર્મપત્ની શ્રીમતી અમૃતબાઈની વય આ પ્રસંગે ૧૪ વર્ષની હતી, અમૃતબાઈ પણ એટલાં જ સંસ્કારી કુટુંબનાં હતાં કે ટોકરશીભાઈની અંતરંભાવનાઓમાં સર્વ રીતે સહાયરૂપ બની ભારતની અદશનારી તરીકે જીવન ધન્ય બનાવવામાં પોતાની ભાવનાઓ કેન્દ્રિત કરેલ જોતાં સર્વ ગર્વ અનુભવે છે.
બીજા વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૧માં લગભગ શ્રી ટોકરશીભાઈને બ્રહ્મદેશ છેડવું પડયું. કલકત્તા થોડો સરય રહી ભારતના અન્ય મુખ્ય શહેરોની મુલાકાત લઈ મુંબઈ આવતાં જૂનાં સબ તાજા થયા અને હૈદરાબાદ આવવા પ્રેરણા મળી. હૈદરાબાદ
કચ્છ (દેવપુર) તરફના વતની. ૧૯૯૮માં મુંબઈમાં તેમનું આગમન થયું. અનાજના વ્યાપારમાં સ્વતંત્ર વાની શરૂઆત
Jain Education Intemational
For Private & Personal Use Only
ucation Intemaliona
www.jainelibrary.org
For Private & Personal Use Only