________________
૨૮૪
જેનરત્નચિંતામણિ
કમાયા પરંતુ ઈશ્વર પાસે માનવ કલ્યાણની કમાણી કરી પુણ્ય લઈ જવા તેમણે તેમના પુત્ર શ્રી પ્રીતમભાઈ અને ડો.એસ.ટી. દેશીને વાત કરી રાખી હતી. આ દેહને ભરોસ નથી માટે આત્મા વિદાય થે પછી ચક્ષુદાન અને દેહદાન કરશે. કુટુંબીજનોએ સગતની અંતિમ ઇચ્છાને માન આપી તેમનું ચક્ષુદાન તથા દેહદાન કરી તેમને મૃત્યુને મહાન બનાવી અન્યને પ્રેરણા આપી.
આમ ૭૮ વર્ષની વય સુધી પોતાના જીવનને સંપૂર્ણપણે માણી અત્યંત ટૂંકી માંદગીમાં સ્વસ્થતાપૂર્વક અરિહંતસ્મરણ કરતા તેમણે તા. ૩-૬-૮પના દેહત્યાગ કર્યો. અને તેના દેહને જામનગર મેડિકલ કોલેજને સોંપેલ. એક નોંધપાત્ર બાબત એ પણ છે કે ભાવનગર જૈન કેમ ૨કતદાન પ્રવૃત્તિમાં ૪૦ ટકા, ચક્ષદાનમાં ૫૦ ટકા અને દેહ દાનમાં ૨૦ ટકાને ઉમદા ફાળે રહ્યો છે.
શ્રી તલકચંદ દામોદર મહેતા જે ધર્મ યોગીઓને પણ દુર્લભ છે એવો પવિત્ર સેવાધમ જેમના જીવનમાં ચરિતાર્થ થયેલું જોવામાં આવે છે એવા શ્રી તલકચંદ દામોદરદાસ મહેતાનો જન્મ શત્રુજ્ય તીર્થની શીતળ છાયામાં આવેલા પાલિતાણાની નજીકના ઘેટી ગામમાં ધર્મનિષ્ઠ સુશ્રાવક મહેતા દામોદરદાસ દેવચંદને ત્યાં સંવત ૧૯૭૧ને શ્રાવણ વદી ૭ તા. ૩૧-૮-૧૯૧૫ના દિવસે થયો હતા. પ્રાથમિક અભ્યાસ ઘેટીમાં કરી માત્ર ૧૬ વર્ષની ઉંમરે સંવત ૧૮૮૭માં નેકરી અથે તેઓ મુંબઈ આવ્યા. શરૂઆતમાં છેડો સમય નોકરી કરી, પરંતુ સ્વભાવ અને પ્રકૃતિથી પતિ સ્વાશ્રયી અને સ્વાવલંબી હેવાથી ટૂંક સમયમાં જ દૂધને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને આ ધંધામાં ભારે કુશળતા અને સફળતા પ્રાપ્ત કરી શ્રી તલકચંદભાઈએ પોતાના ધંધાને ખીલવ્યો, પરંતુ મન દુર્બળ બને, આધ્યાત્મિક જીવનને રસ ઊડી જાય, નૈતિક અને ન્યાયની સારાસારની દષ્ટિ નષ્ટ થઈ જાય એ પ્રકારનું ધન મેળવવા મૂળથી જ તેમનું લક્ષ્ય ન હતું. વર્તમાન કાળમાં પરિવર્તનની પરિસ્થિતિને કારણે દૂર દૂરનાં ગામોમાં વસતાં આપણા સિઝાતાં સાધાર્મિક ભાઈ-બહેનને આપણું સમાજના સુખી અને સાધન સંપન્ન ભાઈઓએ સહાયરૂપ બનવું જોઈએ. એ વિચાર સૌથી પ્રથમ તલકચંદભાઈને આવ્યા. આ વિચારની ફલશ્રુતિ રૂપે મુંબઈમાં સંવત ૨૦૨૨ની સાલમાં શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સહાયક ફંડ સંસ્થાની સ્થાપના થઈ. શ્રી તલકચંદભાઈ આ સંસ્થાના મુખ્ય કર્ણધાર બન્યા. આપણું દુઃખી સ્વધાર્મિક ભાઈ બહેનની વિકટ આર્થિક પરિસ્થિતિમાં બની શકે તેટલી હદે સહાયરૂપ બનવું એ આ સંસ્થાનું પાયાનું યેય હતું. તેમણે હસ્તગીરી તીર્થમાં પિતાને નામે ધર્મશાળા,
બંધાવવા મોટી રકમનું દાન આપ્યું છે.
શ્રી તારાચંદભાઈ ધનજીભાઈ મહેતા જેમનું સમગ્ર જીવન સાહસ અને પુરુષાર્થની અનન્ય કિતાબ જેવું છે, જેમને અનુકરણીય કાર્યો યુવાન પેઢીને તેમજ શ્રીમંતોને પ્રેરણાની પગદંડી બને તેવા છે અને જેઓ મનસા વાચા તથા કમણ સમાજ, શાસન અને ધર્મના અભ્યદય માટે પ્રદાન આપવા અનુગ્રહી રહ્યા છે. એવા સાચા આત્મવાન અને તનિષ્ઠ મહાનુભાવ શ્રી તારાચંદભાઈ મહેતાના સદ્દભાગી હાથે વડે જે જે કાર્યો થયા છે તેમાંથી એમના ઉજજવલ જીવનની નરવી ફોરમ પ્રગટતી રહી છે.
સાહસ અને પુરુષાર્થના પ્રતીક સમા પ્રમુખ શ્રી તારાચંદભાઈ ધનજીભાઈ મહેતાનું સમગ્ર જીવન પ્રેરણીમય છે. તેમના અનુકરણીય કાર્યો યુવાન પેઢીને તેમજ શ્રીમંતોને પ્રેરણાની પગદંડી બને તેવાં છે. તપોનિષ્ઠ મહાનુભાવ શ્રી તારાચંદભાઈ ધનજીભાઈ મહેતાના સદ્દભાગી હાથ વડે જે જે કાર્યો થયા છે તેમાંથી એમના ઉજજવળ જીવનની નવી ફોરમ પ્રગટી રહે છે. તેઓ સૌરાષ્ટ્રના જુનાગઢ પાસેના મજેવડી ગામના વતની છે. મધ્યમવર્ગી કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ તેઓશ્રી યુવાન વયે સને ૧૯૨૨ માં તકદીર અજમાવવા એડન ગયા. ત્યાં એમણે સારી એવી પ્રગતિ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, અને તેઓશ્રી સને ૧૯૪૦માં મુંબઈ આવી ધંધાકીય ક્ષેત્રે અદ્દભુત વિકાસ સજીને અઢળક સંપત્તિના સ્વામી બન્યા છે.
જૈન સમાજના ઇતિહાસમાં દાન અને સખાવત કરનારા શ્રેણીઓના ઔદાર્યના પરંપરા સકાઓથી ચાલી આવે છે. પરંતુ શ્રી તારાચંદભાઈએ તેમાં યશકલગી બની રહે તેવા દાનની નવી પ્રણાલિકા સ્થાપી છે. શ્રી તારાચંદભાઈએ સાંપ્રત સમયમાં એકી સાથે રૂપિયા એક કરોડ જેવી માતબર રકમની સખાવત જાહેર કરીને તેને માટે પિતાને નામે એક ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે. તેમાંથી દર વર્ષે ઊભી થનારી રૂપિયા ૧૫ લાખ જેવી મેટી રકમમાંથી લોકહિતનાં વિવિધ કાર્યો દર વર્ષે થશે.
આ ઉપરાંત તેઓશ્રીએ પોતાના ધર્મપત્ની શ્રીમતી સમરતબહેનના નામે પણ રૂપિયા પાંચ લાખનું એક અલગ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમાંથી ઊભી થનારી રકમ ધાર્મિક કાર્યો માટે વાપરવામાં આવશે. આવી ભવ્ય ઉદારતા દાખવવા બદલ અખિલ ભારતીય જેન વેતામ્બર કોન્ફરન્સ તથા શ્રી સોરઠ વિસા શ્રીમાળી જૈન સમાજ તરફથી તેઓશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. એમની અંગત જીવનની વિનમ્રતા, સાદાઈ અને સહુ કોઈને સદા આવકારતી હૃદયની વિશાળતા, આ બધું જ શ્રીમંત વ્યક્તિઓમાં વિરલ જોવામાં આવે છે. આવા ઉદાર ચરિત શ્રી તારાચંદભાઈએ કન્યા કેળવણીના કાર્યમાં ઊંડો રસ લઈ આ નિશાળના વાર્ષિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org