________________
૨૭૪
જેનરત્નચિંતામણી
જૈન વિદ્યાલયની સ્થાપનાથી તેઓએ વહીવટ, સંચાલન, વિકાસ અને માર્ગદર્શન, નિકટને કર્તવ્યપરાયણ સંબંધ હતા. વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે અને સંસ્થાના સાચા સલાહકાર તરીકે આપેલી સેવા અવર્ણનીય છે.
૧૯૫૧ – ૫રમાં વેચાણવેરા વિધી લડતમાં ભાગ લેતાં કેદની સા. સાથે મહુવા કાપડ એસોસિયેશનને મંત્રીપદે વરણી.
૧૯૫૭ થી ૧૯૬૦ માં મહુવા નગરપાલિકાની જુદી જુદી કમિટીના સભ્ય તરીકે તથા ચેરમેન પદે કામગીરી બજાવી. આ સમય ગાળા દરમિયાન ધર બાંધનારી સહકારી મંડળીઓ ઊભી કરી. સસ્તાદરે દરેક વર્ગને લોટ આપ્યા. પૂર હોનારતમાં બેઘર બનેલા લેકેને ફરી વસવાટ કરાવ્યો.
૧૯૬૨માં યશવૃદ્ધિ જૈન બાલાશ્રમના મંત્રી તરીકે ચૂંટાયા. અને બાલાશ્રમનું નવું બિલ્ડિંગ બાંધ્યું. ૧૯૬૨ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંધના મંત્રી તરીકે ચુંટાયા. ૧૯૬૪માં સહકારી પ્રવૃત્તિમાં વિકાસ કર્યો અને એક કરોડ રૂપિયા સુધીને વેપાર વિકસાવ્યો. ૧૯૬૪થી ડેવલપમેન્ટ બેડના ચેરમેન તરીકે ચુંટાયા અને ડેનેજની યોજના કરી. ૧૯૬૮ થી ૧૯હરના સમય દરમિયાન નાગરિક સહકારી બેંકમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. ઘર બાંધનારી પાંચ સહકારી મંડળીઓ ઉભી કરી. ૧૯૬૨ના જૂન માસમાં મહુવા નગર પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા જે આજ સુધી નગર પાલિકાના પ્રમુખ, સહકારી બેંક, મહુવા માર્કેટ યાર્ડ, મહુવા કેવળણુ સહાયક સમાજ, તાલુકા રાહતસમિતિ જિલ્લા નાની બચત સલાહકાર સમિતિ તેમ જ તાલુકા અને જિલ્લાની જુદી જુદી કમિટીઓમાં થતા સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાદાર તરીકે કામગીરી બજાવે છે.
શ્રી ચિમનલાલ નેમચંદ શ્રોફ સેવાધર્મને વરેલા અને એ રીતે જ જીવનભર માનવ સેવાની જ્યોત જલતી રાખનાર શ્રી ચિમનભાઈ વલસાડ જિ૯લાના પારડીના વતની હતા. મુંબઈમાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૨૦માં લંડન ગયાં. ૧૯૨૮માં મુંબઈ આવી રામવાડી ફી હોસ્પિટલ શરૂ કરી. પચાસ વર્ષ સુધી કાલબાદેવી ઉપરની આ હોસ્પિટલમાં આપેલી સેવાઓ એમની જીવનસુવાસ મઘમઘી ઊઠી–બોમ્બે સી વોર્ડ મેડીકલ એસોસીએશનના પ્રમુખ અને મેરબર તરીકે આપેલી સેવાએ તેમની લોકપ્રિયતામાં વધારે કર્યો. શંકુતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ઘણાં વર્ષો સુધી સેક્રેટરી હતા. વતન પારડીની હાઈસ્કૂલમાં વાઇસ પ્રેસીડેન્ટ હતા, માંગરોળ જૈનસભાના ટ્રસ્ટી અને ટ્રેઝરર હતા.
પારડી શહેર અને તાલુકાની જનતાને શૈક્ષણિક, બેન્કીંગ, વૈદકીય અને સહકારી ક્ષેત્રે પ્રગતિને પંથે મુકાવવામાં અગ્રેસર હતા.
આંખની તદ્દન મફત ધર્માદા હોસ્પિટલ રામવાડીની સ્થાપના સંચાલન કરી ગરીબ, અસહાય અને નિરાધા રે પ્રત્યે તેમના દિલમાં જે કરુણાભાવ, દયા અને દરીદ્રોપયોગી કાર્યોની સુવાસ સદા સર્વદા કાળ સુધી લોકમૃતિમાં રહેશે. મહાવીર
સમાજની ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને તેઓની ઉત્કૃષ્ટ સેવાનો લાભ મળ્યો નહિ હોય.
ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસીએશનના મંત્રી અને પ્રમુખ તરીકે તેમણે આપેલું પ્રદાન નોંધપાત્ર બન્યું છે. મહાવીર જૈનવિદ્યાલયની અંધેરી શાખાને મકાનને શિલાન્યાસ તેઓશ્રી અને સદ્ભાગી તારાબહેનને હાથે થયો હતો. બંનેના પુણ્યબળ અને શુભભાવનાથી આ શાખાને સતત વિકાસ થતો રહ્યો.
સદ્ગતના પુત્ર છે. શ્રી અશોકભાઈએ આંખના નામાંકિત નિષ્ણાત તરીકે સારી નામના મેળવી છે અને પિતાના વારસાને ઉજજવળ બનાવ્યું છે.
કેન્ફરન્સના માનદ માજીમંત્રી આ પ્રભાવશાળી નવરત્ન શ્રી શ્રોફ વર્ષોથી કોન્ફરન્સ સાથે સંકળાયેલા હતા. તેમને સૌમ્યસ્વભાવ તથા મિતાહારી જીવન હતું.
તેઓ સુંદર જીવન જીવી ગયાં. સારા કાર્યોની સુવાસ મૂકતા ગયા-પિતાની ઉમદા કાબેલિયતથી સુંદર સેવાભાવી પ્રણાલિકાએ પાડી. તા. ૧૮૮૪ના રોજ આ સંસારમાંથી વિદાય લીધી—તે મની સુવાસ સદા કાળ મધમધતી રહે છે.
શ્રી છોટાલાલ ભાયચંદ વોરા
શ્રી છોટાલાલ ભાઈચંદ વોરાને જન્મ જામનગરમાં થયો હતા. તેમનું મૂળ વતન વડાલા. તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ૧૯૦૫માં તેમના દાદાએ મુંબઈમાં એક ઈસ્યુરન્સ કંપનીની સ્થાપના કરી. શ્રી છોટાલાલભાઈ એ જ કંપનીમાં જોડાયા. શ્રી છોટાલાલભાઇ મુંબઈમાં જ્ઞાતિના પ્રમુખ હતા અને કમિટીમાં તેમણે પંદરેક વર્ષ સેવા આપી. એકધારી અવિરત પ્રગતિ એ જ એમનું જીવન ધ્યેય રહ્યું છે. બીજી રીતે કહીએ તે એમનું મુખ હંમેશા ઉત્થાન ભણી રહ્યું છે. તેથી જ તેમનું જીવન એકાંગી નહીં બનતા બહુમુખી બન્યું છે. વ્યવસાય, સમાજસેવા, નાના મોટા ફંડફાળામાં દાન; આ બધા ઉપરાંત તેમને ક્રિકેટ અને મ્યુઝીકને પણ શોખ હતો. તેમણે જોલી જીમખાનાની શરૂઆત કરી અને સ્પોર્ટસ-કલબ સ્થાપી. તેમણે ભારતના બધાજ તીર્થોની યાત્રા કરેલી છે. વળી શ્રી ધર્મસૂરિ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમણે ચેમ્બર અને ઘાટકોપર ઉપાશ્રય-દેરાસરનો પાયો નાખ્યો અને પરિવારને મૂર્તિ પ્રતિષ્ઠાને લાભ આપાવ્યો. મહાવીર જૈન વિદ્યાલયમાં દાન આપ્યું છે. કાલાવાડ પાસે વડાલામાં દેરાસર
દરીદો. ૨ કલે
ધી લે
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org