________________
૪૨
જૈન સ્નેચિંતા ણી
જાણી
તેને હરાવ્યું, અને કેદ કર્યો, પર્યુષણમાં સમાનધમ મૂક્તિ આપી.
ફેજાબાદ અયોધ્યાથી ચાર માઈલ દૂર ફેજાબાદ છે. અહીં એક નાનું સુંદર છે. જૈન મંદિર છે. તે શ્રી બાબુ મોતીચંદજી વખતે બંધાવ્યું છે. અહીં ધર્મશાળા પણ છે.
અહીં એક મ્યુઝીયમ છે જેમાં પ્રાચીન શ્રાવસ્તી નગરીના જિનમંદિરની મૂર્તિ લાવીને રાખવામાં આવી છે. મૂર્તિ પરિકર સહિત છે. બીજી પણ જૈન મતિઓ છે.
પારસનાથ હિલ અહીં સ્ટેશન નજીક આણંદજી કલ્યાણજીની પેઢી છે. અહીં વિશાળ ધર્મશાળા તથા એક જિનાલય છે. યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ મળી રહે છે.
અહીંથી મધુવન મોટર રસ્તે ૧૪ માઈલ થાય છે. રસ્તો કુદરતની શોભાથી સ્વગીય આનંદ આપનારો જણાય છે. સુગંધી વાયુને વીંઝતા વક્ષે થાક હરી લે છે.
ભેલપુર બનારસનું પરું કહેવાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચવન અને જન્મકલ્યાણક સ્થાન મનાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મંદિર છે. વિશાળ ધર્મશાળા છે.
ભદિની ભની ગંગાકિનારે વછરાજ ધાટ પર સુંદર મંદિર છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચ્યવન અને જન્મસ્થાન મનાય છે. ધાટ ઉપરનું આ મંદિર બહુ જ મહત્ત્વનું અને ઉપયોગી છે. તેને . જીર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
મણિકર્ણિકા ઘાટ પર પંચાગ્નિ તપસ્યા કરતા કમઠ નામના તાપસ આગળ શ્રી પાર્શ્વનાથ ભગવાને કુમારેપણમાં બળતી ધુણીના કાષ્ટમાંથી બળતા સાપને બહાર કઢાવી નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો.
૩. શૌરીપુર - શિકહા બાદથી બહા સ્ટેશનથી હકિલોમીટર યમુના કિનારે બટેશ્વર નામે ગામ છે. હરિવંશમાં સરી અને વીર નામના બે ભાઈઓના નામ ઉપરથી આ નામ પડયું છે. “વસુદેવ હિન્દી” છઠ્ઠા સૈકાના રચાયેલ જૈન ગ્રંથ આધારે આ સ્થળ અતિ પ્રાચીન છે. શ્રી નેમિનાથ પ્રભુને અહીં જન્મ થયો હતો. રાજા કંસને મારી શ્રીકૃષ્ણ મથુરાનું રાજ્ય લીધું પણ પછીથી શ્રી જરાસંધના ભયથી બધા યાદ સાથે શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળી હાલના દ્વારકા આવી નગરી વસાવી. ભગવાન શ્રી મહાવીર રાજા શૌર્યદત્તના સમયમાં પધારેલા શ્રી બમ્પ ભટ્ટ સૂરિથી શ્રી જીન પ્રભુસૂરિ સુધી આ તીર્થના અનેક ઉધ્ધાર થયા. સમ્રાટ અકબરના સમયમાં સંવત ૧૬૪૦માં શ્રી હીરવિજય સૂરિ સંધ સાથે ચાત્રાથે પધાર્યા અને શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર ચૈત્ય બંધાવ્યું. અનેક મુનિ પુંગવોએ પિતાના ચરણ સ્પર્શથી આ ભૂતિ પાવન કરી છે. આ સ્થળના પ્રાચીન અવશેષો કેટલાક ખોદકામથી મૂતિઓ, સિક્કાઓ, શિલાલેખો, વગેરે મળી આવ્યા છે.
૪. બનારસ કાશી :- બનારસના બીજા નામે વારાણસી, અગર કાશીથી જાણીતા છે. અહીં બાજુમાં “વારણ અને અસી” નામની બે નદીઓનો સંગમ થાય છે. જે ઉપરથી “વારાણસી” નામ પડયું લાગે છે. અહિ અનેક વિદ્યાધામ, જૈનોનાં તથા
તીર્થસ્થાનોમાં કિલોમીટર અંતર
પાલિતાણાથી ભદ્રેશ્વર તીર્થ પાલિતાણાથી રાજકોટ ૧૭૨, રાજકોટથી મોરબી ૨૯, મોરબીથી ભચાઉ આ ૧૨૨, ભચાઉથી ગાંધીધામ ૩૮, ગાંધીધામથી ભદ્રેશ્વર તીર્થ ૩૭, ભદ્રેશ્વરથી
મુંદ્રા ૩૦, મુંદ્રાથી ભુજપુર ૧૦, ભુજપુરથી મોટીખાખર ૨૫, મોટીખાખરથી નાનીખાખર ૮, નાનીખાખરથી બીદડા ૭, બીદડાથી માંડવી ૩૦, માંડવીથી ડુમરા ૩૫, ડુમરાથી સુથરી ૪૦, સુથરીથી કોઠારા ૧૫, કોઠારાથી જખ ૩૦, જખૌથી નળીયા ૧૬, નળીયાથી તેરા ૧૫, તેરાથી ભૂજ ૮૦, ભૂજથી અંજાર ૪૫, અંજારથી શંખેશ્વર ૨૩૫, શંખેશ્વરથી પંચાસર ૧૨, પંચાસરથી વડગામ ૭, વડગામથી માંડલ ૧૨, માંડલથી ઉપરીયાળ તીર્થ ૧૬, ઉપરીયાળાથી વિરમગામ ૨૫, વિરમગામથી સાણંદ-બાવળા થઈ પાલિતાણા ૧૯૦, કુલ ૧૩૯૨ કી. મી. ને યાત્રા પ્રવાસ.
[સોમચંદ ડી. શાહના સૌજન્યથી ]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org