________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
ના 4 II#like
ભવાસુપૂછ્યસ્વામિ ના નિવાર _શ્રી ચંપાપુરી તી_
જહાંગીરે કેટલાક લેખો લખાવ્યા છે. સમ્રાટ અકબરે અહીં કિલ્લે બંધાવી આ શહેર આબાદ કર્યું ત્યારથી તેનું હાલનું નામ અલ્હાબાદ પડયું. અહીંના મ્યુઝીયમમાં પ્રાચીન જૈન અવશેષો આ સ્થળનું જૈન તીર્થ તરીકે સમર્થન કરે છે.
કૌશાંબી - આ નગરી યમુના નદીના કિનારે વિશાળ સમૃદ્ધિ ધરાવતી હતી જે આજે કોસંબમાળી નામના ગામડા અવશેષ તરીકે અલ્હાબાદથી દક્ષિણ પશ્ચિમમાં ૪૫ કલમીટર દૂર મનાય છે. આ પ્રાચીન સ્થળે મૃગાવતી અને ચંદનબાળા ને કેવળજ્ઞાન લાધ્યું હતું. આ તે જ સ્થળ હતું, કે જયાં પ્રભુ મહાવીરના સમયમાં રાજા શતાનીકને સ્વરૂપવાન મૃગાવતી નામે રાણી હતી. ઉજજૈનના રાજવી ચંડ પ્રદ્યોતે મૃગાવતી મેળવવા કૌશાંબી ઉપર ચઢાઈ કરી જીતી લીધું. રાણીએ ઉજજૈનીને કિલ્લે પાડી, કૌશાંબીમાં કિલ્લો તેની પાસે યુક્તિથી બંધાવ્યું. મૃગાવતીએ પુત્ર ઉદયનને ગાદી ઉપર બેસાડી દીક્ષા લીધી. ચંડ પ્રદ્યોતની પુત્રી વાસવદત્તાને સંગીત શિખવવાના પ્રયોગ નીચે ઉધ્યન ઉપાડી ગયો અને ચંડ પ્રદ્યોતને ગર્વ ઊતરી ગયો. ચૌદમી સદીમાં આ નગરી સમૃદ્ધ હતી. ચંદનબાળાએ પ્રભુ મહાવીરને અભિગ્રહ અહીં જ પૂર્ણ કરી આત્માને ઉન્નતિના પગથારે ચઢાવ્યા. પૂર્વકાળમાં શ્રી પદ્મ પ્રભુના ચાર કલ્યાણકાની આ ભૂમિ છે. જે ભૂમિની સ્પર્શના કરી માનવ કલ્યાણના માર્ગે દેડી શકે છે. | ભાગલપુર - રેલવે જંકશન છે. ગામ મોટું દેખાય છે. નાનકડાં ચાર ગામડાં ભેગા મળીને જૈનની વસતિ અલ્પ છે. સ્ટેશન પાસે ધર્મશાળા છે. જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધી મંદિર છે. સ્ફટિક આરસની અન્ય મતિઓ છે, બાજુમાં કસોટીના પ્રાચીન પગલાં મિથિલાના લેખવાળા છે. આ નગરી ભગવાન મહિલનાથ અને નેમિનાથની જન્મભૂમિ હતી. આ એક એવી સમૃદ્ધ નગરી હતી જ્યાં સતી સીતા જમ્યા હતા. ભગવાન મહાવીરે અહીં છ માસા કર્યા હતાં. વિદ્યાનું પ્રાચીન કેન્દ્ર હતું,
જ્યાં આર્ય મહાગિરિએ ચોથા નિહવની સ્થાપના કરેલી. પડેશમાં વિશાલી વિદેહ દેશનું રાજનગર હતું જેને “બસાઢ ગામ માનવામાં આવે છે. આ સ્થળે ચેટ રાજાની બેન ત્રિશલા મહાવીર પ્રભુની માતા પરણ્યા હતા. આ વૈશાલીનું ગણતંત્ર લિછવી લોક ચલાવતા અને ત્યારે આ નગર અનેક હવેલીઓ વિગેરેથી સમૃદ્ધ હતું. લિચ્છવીઓને સંપ અજોડ હતા.
ચંપાપુરી - ભાગલપુરની પાસે જ ૬ કિલોમીટર ચંપાનાળા નામે સ્ટેશન છે. રાજગૃહીના રાજન કોણુકના અવસાનથી પુત્ર કણિકે ચંપાનગરી રાજધાની બનાવી હતી. ચંપક વોથી ચંપાપુરી, ચંપાનાળુ આદિ નામો પડેલાં. રાજધાની હોવાથી વિશાળ નગ૨ હતું જ્યાં, રક્ષણાત્મક કિલે, ખાઈઓ, હવેલીઓ, હાટ અને અનેક પ્રકારના રસ્તાઓથી સુશોભિત વેપારનું કેન્દ્ર હતું. રાજગૃહીની કમી અહીં આવી વસેલ. આ નવીન ચંપાપુરી નગર
હતું, જેની બાજુએ અસલ ચંપા ગામ હતું. સુદર્શન શેઠ, કુમારનંદી સુવર્ણકાર, મહાવીર ભક્ત શ્રાવક કામદેવનું અને ચંદનબાળાનું જન્મસ્થાન હતું. ચૌદપૂવી શ્રી શય્યભવસૂરિએ પુત્ર મનકને “દશવૈકાલીક' સૂત્ર રચી, અંતિમ જીવન સાધના કરાવેલી. અહીં જ સતી સુભદ્રાએ કાચા તાંતણેથી કૂવાનું જળ કાઢી નગર દ્વાર ખોલ્યાં હતાં. આ સ્થળ અનેક પવિત્ર આત્મા અને મહાવીર પરમાત્માની ચરણધૂલિથી પુણ્યભાગી બન્યું છે. હાલના ચંપાપુરી ગામમાં બે શિખરબંધી મંદિર છે, જેમાં પહેલામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી મૂળનાયક છે, બીજામાં નિર્વાણ કલ્યાણુક છે. આ ઉપરાંત ચાર ધાબાબંધી મંદિર છે. આ જગાના પ્રાચીન પુરાવા સંવત ૧૮૫રથી પાછળના મળતા નથી. આજે જે ડું ઘણું છે તે તીર્થ ભક્તિનું ભાજન બની રહ્યું છે.
મંદારગિરિ – ભાગલપુર રેલ્વે લાઈનમાં ૪૦ કિલોમીટર મંદારહિલ’ સ્ટેશન છે. ગામનું નામ બાંસી. મંદારહિલ ગામથી ૩ કિલોમીટર છે. પહાડ ઉપર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ સ્થાન છે. હાલમાં બે જિનાલયમાં પ્રભુના પગલાં છે.
બાલુચર :- કલકત્તાથી સાલદા સ્ટેશન પાસે જીયાગ જ સ્ટેશને ઊતરવું પડે છે, જ્યાંથી સો કિલોમીટર બાઉચર ગામ ગંગા કિનારે છે. અહીં પ૦ શ્રીમંત જેને વસે છે. ઉપાશ્રય, ધર્મશાળા, ત્રણ શિખરબંધી અને એક ઘર દેરાસર છે. નાનકડા જ્ઞાન ભંડાર પણ છે. બાલુચરને સામા કાંઠે અજીમગંજ જવા ગંગા નદીમાં હોડીને ઉપયોગ કરવો પડે છે.
કટગોલા – આ જીયાગજ સ્ટેશનથી ૩ કિલોમીટર દટગોલા નામે મુશદાબાદનું પરું છે. ઉદ્યાનમાં શ્રી આદીનાથ પ્રભુનું ત્રણ શિખરનું દેદીપ્યમાન મંદિર છે. માતા મહેતાબ-કુબેરબાની પ્રેરણુનું પ્રતિક છે. ઉદ્યાનમાં જાજરમાન બંગલાઓ, તળાવ, તેજ, લતામંડપ છે. પ્રવેશતાં જ અશ્વારોહી નજરે પડે છે. બાબુના અવસાન પછી આજે સ્થળ ઊભું છે પણ જહોજલાલી અદશ્ય
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org