________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
ઉમેરતા પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. ઘણી વાર સેમ્યુઅલ જેસનનું વાક્ય ટાંકે છે: “એવા દરેક દિવસને હું વેડફાયેલો ગાણું છું કે જયારે મેં એકાદ પણ નવો પરિચય ન બાં હેય.”
જૈન સેશ્યલ ગ્રુપ-મુંબઈ અને જૈન સેશ્યલ ગ્રુપ્સ ફેડરેશનને તમના જેવા બહુમુખી પ્રતિભાશાળી પ્રમુખ મળ્યા એ જ કેવા પરમ સૌભાગ્યની ઘટના છે. શ્રી સંઘવી સાહેબ જૈન સમાજનું ખરેજ ગૌરવ છે.
શ્રી ચન્દ્રકાન્ત દામજી શામજી શાહ
B. E. ( civil) સીવીલ એજી. જૈન સમાજના બાંધકામ ક્ષેત્રે ખ્યાતનામ સ્વ. દામજી શામજી શાહ ગઢસીસાવાળાના સુપુત્ર શ્રી ચન્દ્રકાન્તભાઈએ બાંધકામ ક્ષેત્રે અદ્વિતિય સિદ્ધિ હાંસલ કરી છે. અને આ ક્ષેત્રે એમની સલાહ આધારભૂત ગણાય છે. અલ્પ મૂડીમાં પિતાનું સ્વતંત્ર રહેઠાણ ધરાવવાનું સ્વપ્ન સેવતા મધ્યમવર્ગીય ભાઈઓ માટે તેને મેળવી હાઉસીંગ સોસાયટીઓ ઊભી કરી એ સ્વપ્ન સાકાર બનાવવામાં જૈન સમાજમાં તેઓ પ્રથમ તેમજ સૌથી મોખરે રહ્યા છે. યુવાન વયે જ તેઓ જાહેર જીવનમાં ઝડપથી આગળ વધી ગયા છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે રહી જે તે સંસ્થાના ઉત્થાન માટે નોંધનીય કાર્યો કરેલા છે. તે પૈકીની કેટલીક નીચે મુજબ છે – (૧) શ્રી કચ્છી વીશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન સંધ-મુંબઈ. (૨) શ્રી ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા-ઘાટકોપર (૩) લાયન્સ કલબ ઓફ ધાટકોપરના ૧૯૮૨-૮૩ના પ્રમુખ તરીકે (૪) શ્રી ગઢસીસા જૈન મિત્ર મંડળ-મુંબઈ. (૫) શ્રી હીરજી ભેજરાજ એન્ડ સન્સ (૬) શ્રી કચ્છી વિશા ઓશવાળ શ્રેયસાધક સંધ (૭) શ્રી કરછી મેડીકલ ટ્રસ્ટ (૮) બિલ્ડર્સ એસે. ના કારોબારી સભ્ય વિગેરે. પિતાના સ્મરણાર્થે કચ્છમાં દુષ્કાળ વખતે રાહતકાર્ય પણ કરેલ.
શ્રી ચંદુલાલ ટી. શાહ ૮૦ વર્ષની ઉંમરના અને મુંબઈમાં સારું એવું માનપાના પામેલા જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી ચંદુભાઈ ટી. શાહ મૂળ તે સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના વતની છે. નાની ઉંમરથી જ પિતાની સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. પિતા વિમાના વ્યવસાયમાં હતા. તેઓ ૧૯૨૧ માં ગુજરી ગયા બાદ પોતાની વીશ વર્ષની વયે ૧૯૨૬માં મેસર્સ કિલાચંદ દેવચંદની કુ.માં એના વિમા વિભાગમાં ભાગીદાર તરીકે જોડાઈ ને કારકિર્દીની શરૂઆત કરી. તે પછી ઘણા વર્ષો સુધી જુદી જુદી પરદેશની મોટી વિમા કંપનીઓમાં જવાબદારીભર્યું સ્થાન ભોગવ્યું. ૧૯૩ર
થી કેનેડાની પ્રખ્યાત જીવન વીમા કંપની “કાઉન લાઈફ માં જોડાયા અને તેમાં તેમને મળેલી અભૂતપૂર્વ સફળતાના પરિણામે એ કંપનીના હિંદના વડા ચીફ એજન્ટ મી. ટી. ડબલ્યુ બદ્દે ૧૯૩૬ થી તેમની સાથે અખિલ હિંદના કંપનીના બિઝનેસમાં ભાગીદાર તરીકે જોડાવાની ઓફર કરી. પરિણામે જિંદગીના વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થતાં સુધી ભાગીદારી ચાલુ રહી એ એમના માટે ગૌરવ સમાન હતું. તેમણે અફઘાનીસ્તાન, રશિયા, જર્મની, ઈટલી, ઈંગ્લેંડ સ્વીટઝરલેન્ડ, અમેરિકા અને પૂર્વ આફ્રિકાને પ્રવાસ પણ કર્યો છે. સેવાભાવનાના અંકુર વારસામાં મળેલા તેને લઈને તથા વાંચન-મનન, ચિંતન, સંગીત, સત્સંગ અને નવા નવા સ્નેહબંધ વધારવાના પિતાના આગવા શોખને કારણે ઘણી સામાજિક, ધાર્મિક, સંસ્થાઓની સાથે સંકળાઈને સમાજસેવાના કામમાં પણ ઘણું મે ટું પ્રદાન કરેલ છે. અખિલ હિંદ વેતામ્બર જૈન કોન્ફરન્સ શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, વિલેપારલે સેવા સમાજ કેળવણી મંડળ, પારલા જૈન સંધ, મહાવીર જૈન વિદ્યાલય, નાણાવટી હોસ્પિટલ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, યશોવિજયજી જૈન ગુરુકુળ, મુંબઈની જીવદયા મંડળી અને અન્ય કેટલીક સંસ્થાએના મંત્રી, પ્રમુખ અગર કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા હતા. અને ભારતને સ્વરાજય મળ્યા બાદના પ્રથમ જે. પી અને ઓનરરી પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટોની નિમણૂકે થયેલી ત્યારે તેમની પણ નિમણૂક થયેલી અને ૧૭ વર્ષ સુધી એ પદ ભોગવીને ૬૦ વર્ષે રિટાયર્ડ થયેલા.
તેઓ નાની ઉંમરથી કમાતા થયા ત્યારથી, બંધારણપૂર્વક વ્યવસ્થિત રીતે પોતાની કમાણીને સારે એ ભાગ શુભકાર્યોમાં સ્વેચ્છાથી વાપરતા રહેલા. આવી તેમની પોતાની સચ્ચાઈ સહ્યદ થતા, ધગશ, મળતાવડાપણું અને નિસ્પૃહ ભાવે સંબંધ બાંધવા અને નિભાવવાની તેમની ઉચ્ચતમ ભાવનાએ સમાજે તેમને ઘણું ઉચ્ચ સ્થાને બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના પ્રખ્યાત અલંકાર સિનેમામાં ભાગીદાર છે. ઘણુજ સેવાભાવી, વ્યવહારકુશળ અને નેકદિલ શ્રી. સી. ટી. શાહ થી ઓળખાતા ચંદુલાલભાઈ ટી. શાહ ખરેજ આપણું સમાજના ગારવરૂપ છે.
શ્રી ચીમનલાલ લવજીભાઈ પિતાના સાહસિક સ્વભાવથી ત્રણેક દાયકાની અખૂટ જહેમત પછી વ્યાપારમાં ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ચીમનભાઈ ને સૌરાષ્ટ્ર ભાવનગર-મહુવા લાઇન પર તણસા પાસે રાજપરાના વણિક કુટુંબમાં ૧૯૩૪માં આ સુદી પૂનમના રોજ જન્મ થયો. ત્રણ ગુજરાતી અને બે અંગ્રેજી સુધી જ અભ્યાસ. પંદર વર્ષની બાળવયે ધંધાની શરૂઆત કરી અને વીશ વિષે શ્રીમતી રંભાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શ્રી ચીમનભાઈના પ્રભાવશાળી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org