________________
જૈન શ્રેષ્ઠીવર્યા-દાનવીરો
સંદર્ભ સાહિત્ય કે સંદર્ભ માહિતીનું ક્ષેત્ર દરિયા જેવું વિશાળ છે. વ્યક્તિ પરિચયમાં જેટલાનો વ્યક્તિગત સંપર્ક સાધી શકાય અને રૂબરૂ મુલાકાત પછી સતતપણે જે તે વ્યક્તિની યોગ્ય વિગતે માટે મથામણ કર્યા પછી પણ આ પણ ઘર આંગણુના પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરનાર જૈન સમાજની વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની આછી પાતળી જે કાંઈ માહિતી મેળવી શક્યા છીએ, તે પરિચયરૂપે અત્રે રજૂ કરીએ ૬ છીએ; આશા છે કે સંબંધર્તાઓને આ માહિતી મહદ અંશે ઉપયોગી બનશે. - જૈન શાસનસેવાના ક્ષેત્રે, દાનધર્મને ક્ષેત્રે, ઉપાશ્રયો અને મંદિરોના નિર્માણ કાર્યમાં જેમણે જેમણે યત્કિંચિત ફાળો આપ્યો છે તેવા શ્રેષ્ઠીવર્યોની ટૂંકી નોંધ ભાવી પેઢીને પ્રેરણાદાઈ બની રહેશે એવી શ્રદ્ધાથી અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
-સંપાદક
શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી ૮૩ વર્ષની યશસ્વી જિંદગી જીવી જનાર શ્રી અમૃતલાલ ભાઈ દોશી, સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના એક નાનકડા ગામડામાં ૧૮૯૪ ની સાલમાં જમ્યા અને જીવનભર જનસમાજમાં સુમધુર સુવાસ પ્રસરાવી ૭ મી જાન્યુ-૧૯૭૭ ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ધંધાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે જીવનકાળ દરયાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી, પરંતુ તે કરતાંયે
ન શાસનની સેવામાં, જનકલ્યાણની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને પરોપકારી કામે કરવામાં કરવામાં જ વિશેષ સમય ગ . શેઠ શ્રી અમૃતલાલભાઈ એમના ત્રણ પુત્ર. શ્રી રસિકલાલ, શ્રી ચંદ્રકાંત, શ્રી અરૂણકુમાર, અને પુત્રી જ નાબેન દ્વારા આજે પણ જીવંત ગણી શકાય. તેમનું આ નિકટનું કુટુંબ ઉપરાંત ૨૫૦૦ કામદારોનું વિશાળ કુટુંબ જેએ એમને ઔદ્યોગિક એકમે સાથે સંકળાયેલા છે.
દાન ધર્મનો વિશિષ્ટ વારસે પિતા કાળીદાસ વીરજી દેશી તરફથી મળેલ છે. ઇગ્લિશ અને સંસ્કૃત ઉપર કાબૂ મેળવીને જામનગરની કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. પિતાનું અવસાન થતાં કુટુંબની જવાબદારી પોતાને શિરે આવી. મુંબઈ આવ્યા અને એક પેઢીમાં નોકરી મેળવી. તેમની વ્યાપારી દીર્ધદષ્ટિ અને કુશળતાને પરિણામે ઝડપી પ્રગતિના સોપાન ચઢતા રહ્યા અને સ્વતંત્ર રીતે વ્યાપારના શ્રી ગણેશ કર્યા. તેમણે ધંધાકીય હેતુસર ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ બેહિજઅમ, સ્વિઝરલૅન્ડ અને જમનીની મુલાકાત લીધી. ૧૯૪૧માં ધંધાને બોજ હળવે કરવા શ્રી. છે. એચ દેશીને ધંધામાં સાથે લીધા. ૧૯૪૨ માં પિતાની
સ્કૃતિમાં જૈન મંદિર બંધાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી અને નેમીનાથજી મંદિરના ધણુ વર્ષો સુધી. ટ્રસ્ટી રહ્યા. તેઓ સારા વક્તા હતા. તેમને સાંભળવા એ એક લહા ગણાત. દીન-દુઃખિયા
અને. જરૂરિયાતવાળાને હંમેશાં કાંઈ ને કાંઈ આપીને સંતોષ મેળવતાં તેઓ ખરેખર ભારતીય પ્રણાલિકાઓના એક સાચા પ્રતિનિધિ હતા. જીવનમાં તેમણે “બીજી સાથે જીવો અને બીજા માટે જીવો' એવો આદર્શ અપનાવ્યું હતું. ભારતીય સમાજ આવા ગૌરવશાળી તેને માટે ધન્યતા અનુભવે છે.
શ્રી અનુભાઈ ચીમનલાલ શાહ અમદાવાદના આ શ્રેષ્ઠીવયે નાનપણથી જ ધંધામાં પ્રવેશ કર્યો. ઓજ બેસઠ વર્ષની ઉંમરે અનેક સંસ્થાઓને પ્રેરણાદાતા બનીને સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રીય આંદોલન પૂર જોશમાં ચાલતું હતું ત્યારે ૧૯૪૨ થી શેઠ શ્રી અનુભાઈએ “અનુભાઈ ચીમનલાલ એન્ડ બ્રધર્સ' ના નામથી કામકાજ શરૂ કર્યું. ધંધાથે થાઈલેન્ડ, હોંગકૅગ, ઈન્ડોનેશિયા, સિલેન જાપાન વગેરે દેશોના સફર કરી વિશાળ અનુભવ મેળવ્યું. આજે તેઓ અમદાવાદની આગેવાન ગણાતી મિલેની સેલિંગ એજન્સી ધરાવે છે. સિકન્દ્રાબાદ, નાગપુર, મંદાસ વગેરે સ્થળે ધંધાના કામની સારી એવી જમાવટ છે. પાંચકૂલા કાપડ મહાજનના પ્રમુખ તરીકે, સિદ્ધચક્ર આરાધક સમાજના પ્રમુખ તરીકે, પાનસર જૈન આગમ મંદિરના ટ્રસ્ટી તરીકે, મધ્ય પ્રદેશમાં આવેલા ભે પાવર જૈન તીર્થના જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે, શ્રી સેરીસાજૈન ભેજનશાળા, ટ્રસ્ટી તરીકે, અમદાવાદ લક્ષ્મી કે. એ. બેંકના ડાયરેકટર તરીકે, શંખેશ્વર જૈન આગમ મંદિર સંસ્થાના પ્રમુખ તરીકે, અમદાવાદ રોટરી કલબના પ્રમુખ તરીકે, સમી સી. એમ. હાઈસ્કૂલના ચેરમેન તરીકે, ટ્રાફિઈ એડવાઈઝરી બોર્ડની કમિટિના સભ્ય તરીકે, રેલવે કન્સલટેટિવ કમિટીના સભ્ય તરીકે, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ કમેટીમાં સભ્ય તરીકે તથા ૧૯૫૪માં સેક્રેટરી તરીકેની તેમની સેવા જાણીતી છે. સી.એમ. હાઇસ્કૂલ પાલિતાણુ નમસ્કાર મહામંત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org