________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
૨૬૧
શ્રી કાંતીભાઈને ત્રણ પુત્રો અને એક પુત્રી છે. તેમના પત્ની કલાવતી બહેન સમાજ અને ધર્મસેવામાં સહાયરૂપ છે. આવા એક સમાજના સંનિષ્ઠ શ્રી કાન્તિભાઈ જેવી વ્યક્તિ ધણી સંસ્થાના પૈન બનતા અમે હર્ષ અનુભવીએ છીએ.
શ્રી કાંતિલાલ ભગવાનદાસ સાવડિયા
શ્રી કાંન્તિલાલભગવાનદાસ સાવડિયાને જન્મ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં સંવત ૧૯૭૮ના કારતક વદિ ૩ શુક્રવાર તા. ૧૮-૧૧-૧૯૨૧ના શુભ દિવસે થયો હતો. પિતાને સહાયરૂપ બનવા માટે તેણે પ્રાથમિક થી જ અભ્યાસ પૂરો કર્યો. શેરબજારને અનુભવ લઈ વિમા કંપનીમાં નોકરી કરી, પરંતુ તેનું દયેય અને લક્ષ ધંધા પર હતું. બુકસેલરનો વ્યવસાય પસંદ કર્યો અને અનુભવ પ્રાપ્ત કર્યો. માનવ જીવનના ચણતરમાં ભણતર કરતાં ગણતરનું જ વિશેષ મહત્વ છે. અને આ વસ્તુ શ્રી કાંતિલાલભાઈના જીવનમાં જોવાની મળે છે. શ્રી કાંતિલાલભાઈ કાપડના સ્ટારમાં ભાગીદાર બન્યાં. સતત મહેનત અને પરષાથ દ્વારા પોતાને ધંધે વિકસાવ્યો. અને વિખ્યાત બન્યા. જ્ઞાતિ અને સમાજના કાર્યોમાં તન-મન-ધનપૂર્વક પિતાને યોગ્ય ફાળો આપે છે. ટૂંક સમય પહેલાં જ શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજના નૂતન વર્ષાભિનંદન સમારંભમાં તેઓની વરણી સમારંભના અતિથિ વિશેષ તરીકે થઈ હતી. ઈ. સ. ૧૯૩૮માં સત્તર વર્ષની ઉંમરે શ્રી કાંતિલાલભાઈના લગ્ન પિોરબંદર નિવાસી શેઠ નાનજી વસનજી મહેતાના સુપુત્રી વિમળાબહેન સાથે થયા હતા. વિમળાબહેન સરળ, સહનશીલ અને ધાર્મિક છે. યથાશક્તિ તપ અને ધર્માનુષ્ઠાન કરે છે. અનેક જૈન તીર્થોમાં બંનેએ સાથે જાત્રા કરેલી છે. પતિને વિકાસ પણ આ નારી રનના ઘરમાં પગલા થયા પછી જ શરૂ થયા છે. ગરીબાઈ એ કડવી અને તિરસ્કાર પાત્ર હોવા છતાં તે કથાકારક પણ બની શકે છે. એ વસ્તુ શ્રી કાંતિલાલભાઈના જીવન પરથી જોઈ શકાય છે. કાંતિલાલભાઈ આજે પિતાના સ્વબળથી તેમજ સતત પુરુષાર્થ વડે એક સામાન્ય માણસમાંથી એક આગેવાન વેપારી બનેલા છે. ધનવાન હોવા છતાં તેમના જીવનમાં સાદાઈ, સરળતા અને પવિત્રતા જોવા મળે છે. યથાશક્તિ અન્યને ઉપયોગી બનવું એ તેમના જીવનને મુદ્રાલેખ છે. કાંતિલાલભાઈ એકના એક સંતાન હેવાથી માતા-પિતાનું તેમના પર અથાગ હેત હતું. માતાની સેવા ચાકરી પતિ-પતિએ કરી જે આજે ભાગ્યેજ જોવા મળે છે. શ્રી કાંતિલાલભાઈને પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. આવા ઉદારચરિત, સેવાભાવી અને સૌજન્યશીલ કાંતિભાઈ જેવી વ્યક્તિ મેળવીને ગારવ અનુભવીએ છીએ.
શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશવિજય જૈન ગુરુકુળના ગારવશાળી રત્ન ગણાતા શ્રી કાંતિભાઈ મૂળ ઝાલાવાડના પાટડીના વતની છે.
રંગુનમાં એક્ષપર્ટ-ઇપેટનું સારું કામકાજ હતું. બની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગુન ખાતેને વ્યવસાય સમેટી લીધે. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રીક સુધીનો અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસથે મુંબઈની મશહૂર સીડનહામ કૅલેજમાં જોડાયા. કૅલેજમાં તેમના આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષે ઊંચા નંબરે પાસ થઈ બી. કોમને અભ્યાસ પૂર્ણ કરી સી. એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છગલમલ એન્ડ કું. માં જોડાયા,
જ્યાં તેમણે પેઢીને પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઈરછત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૯માં તેમને સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈન સહકાર સાથે ભાગીદારમાં મેસર્સ જૈન પારેખ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીસ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણું વ્યાપારી પેઢીઓના ઈન્કમટેકસ અને સેકસટેક્સના સલાહકાર તરીકે સારી એવી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મેટું બહુ માન ઉપજાવે તેવી છે.
વતન પાટડીમાં માતા-પિતાના નામે વિશ્રામગૃહ બનાવરાવ્યું છે. અને એક આંખની હોસ્પિટલ ઊભી કરવામાં માતબર રકમ આપી છે. જૈન ગુરુકુળની પ્રવૃત્તિમાં અવિરત પણે રસ લઈ રહ્યા છે.
શ્રીકપુરચંદભાઈ ત્રિવનભાઈ મૂળ લેતાન જેસર. ધંધે વેપાર પણ ત્યાં જ. પરંતુ પોતાની મિલનસાર સ્વભાવ, સહૃદયતા, માનવસેવા એજ પ્રભુસેવાના સૂત્ર દુઃખી, દલિત, પીડીતને આર્થિક, સા.જિક, રીતે ઉપયોગી બનવું એજ એમના જીવનની ફિલસૂફી સાથે જીવદયાના હિમાયતી હતા,
ગુજરી ગયાને આજે ૧૯ વર્ષ થયા છતાં તેમને વારસો તેમના સુપુત્રોએ જાળવી રાખ્યો છે.
શ્રીકુમુદચંદ્ર સી. છેડા એમનું જીવન અને કારકિર્દીને ઇતિહાસ કેળવણીની શરૂઆત કરી ત્યારથી કોલેજ જીવનના અંત સુધી પ્રથમ કક્ષાના વિદ્યાર્થી તરીકે રોમાંચક છે. રોમાંચક એટલા માટે કે સાથે સાથે શાળા કેલેજની અન્ય તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મોખરે રહી પિત પ્રથમ કક્ષાના વિદ્યાથી બની શાળા કોલેજના આચાએના પ્રતિપાત્ર બન્યા છે. પોતાની કોલેજમાં બી. કે. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર તેઓ વિદ્યાથી ઓને પ્રેરણારૂપ બને તેવી, આચાર્યોની તથા વિશાળ સમુદાયની મતા સાથે ભૌતિક જગતમાં પગ મૂકે છે અને વેસ્ટ ઈન્ડિયા ઈન્નુરન્સ કુ. લી. માં પ્રથમ કારકિર્દીની શરૂઆત કરી એક સાથે પગથિયાઓ.
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org