________________
વિસ્તારમાં વીશેક દેરાસર કરાવ્યા છે. આ ઉપરાંત આદિવાસીઓને ધાર્મિક શિક્ષણું આપવું, વ્યસનમુકત કરવા, આર્થિક સહાય આપવી, જન ધર્મની સમજ આપવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે.
આ ઉપરાંત તેઓ ધાર્મિક શિક્ષણ સંધ, એજયુકેશન બોર્ડ, ગોડીજી પાઠશાળા, હીરસૂરિશ્વરજી પાઠશાળા, મહાવીર વિદ્યાલય, આત્મવલભ કેળવણી સંધ, જગતગુરૂ મિત્રમંડળ, પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા, ભણશાલી દ્રસ્ટ, વર્ધમાન કલ્યાણ કેન્દ્ર અને શંખેશ્વર આરાધક મંડળ જેવી ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાએ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.
આજથી ૪૦ વર્ષ પહેલા શ્રી વલભસૂરિ મ. સા. ના ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણથી પ્રેરાઈને એમણે પોતાની બધીજ મૂડી (૧૦,૦૦૦ રૂા.) સકાય કરવામાં ખચી નાખેલી. એમને આધ્યામિક પ્રેરણું પૂરી પાડનાર છે પન્યાસ શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબ.
તેઓશ્રીએ હીરાને ધંધે વિદેશ જવાને કારણે તથા મર્યાદિત પરિગ્રહને કારણે ૫૦ વષે ધંધો છોડી વાનપ્રસ્થમાં પ્રવેશ કર્યો છે.
સ્વ. શ્રી કાંતિભાઈ પટણી ભારતમાં વિકાસશીલ પ્રવાસ પ્રવૃત્તિમાં પોતાને પ્રમાણિક ફાળો આપનાર સ્વ. કાંતિભાઈ પટણી ગુજરાતીઓમાં અગ્રગણ્ય છે. પોતાના જીવનકાળના છેલ્લા દસકાથીયે વધારે સમય સુધી ગુજરાત અને ગુજરાતની બહાર વસતા દરેક ધર્મપ્રેમીયાત્રાળુ ઓની યકિ‘ચિત સેવા કરી છે.
શ્રી ઘોઘારી જૈન સેવા સમાજ તરફથી શ્રી શિખરજી યાત્રાની સ્પેશ્યલ ટ્રેઈનનું સેક્રેટરી તરીકે સફળ સંચાલન કર્યું હતું. ત્યારબાદ તેઓએ વ્યાસાયિક ધોરણે યાત્રાએ જવાને પ્રારંભ કર્યો. જેના એક કે બે કોચથી શરૂઆત કરી આજે પચીશેક સ્પેશ્યલ યાત્રાપ્રવાસ દ્વારા પ્રતિવર્ષ ૨૫૦૦ યાત્રિકોની સેવા કરે છે.
આ યાત્રામાં ખાસ તો ૧૯૬૯માં આફ્રિકાથી આવેલા ૨૦૦ યાત્રિકોને પહેલા વર્ગની સ્પેશ્યલ ટ્રેઈન દ્વારા ૪૦ દિવસની ભારત યાત્રા, ૧૯૭૪માં કાલહાપુર શ્રોફ મરચંટ એસોસીએશનને સફળતા પૂર્વકને યુરોપને એક માસને પ્રવાસ તથા ૧૯૭૬માં ૫. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયધમ સૂરીશ્વરજીની પ્રેરણાથી એક હજાર યાત્રિકોને એક હજાર કિલોમીટરને મુંબઈથી પાલીતાણા (સિદ્ધગિરિ ) સુધી પગપાળા પ્રવાસ અને તેનું સફળ આયોજન દયાનાકર્ષક ગણાય.
આજીવન સેવામાં વિતાવનાર શ્રી કાંતિભાઈ ૮-૧૦-૭૯ ના રોજ સ્વર્ગવાસી થયા.
જનરત્નચિંતાર્માણ શ્રી કપિલભાઈ તલકચંદ કોટડિયા હિંમતનગરના વતની. ૧૦ વષ વકીલાત કરી, પછી ૧૯૭૫ સુધી સહકારી પ્રવૃત્તિમાં રહ્યા. ૧૯૭૨થી અધ્યાત્મિક જીવન ગુજારવાની શરૂઆત કરી. ૧૯૭૫માં તે પ્રવૃત્તિમાં રત રહેવા બધી ઈતર પ્રવૃત્તિઓ છોડી. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સહકારી અનેક સંસ્થાઓમાં સભ્ય, મંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખ રહ્યા અને ઘણી સંસ્થાઓને માતબર અને અનુપમ બનાવી સાપ કાંચળી ઉતારે તેમ તે બધાને ત્યજી. હવે પ્રભુભક્તિમાં દિવસે ગુજારે છે. હાલ અધ્યયન, સ્વાધ્યાય, દેવપૂજન, તીર્થયાત્રા, ધામિક લખાણ કરવાં તે તેમની પ્રવૃત્તિ છે. જૈન સાધુઓના સંપર્કમાં વધુને વધુ રહેવું તેવા નિર્ણયથી ચાતુર્માસ જૈન મુનિઓ જોડે જ કરે છે. વર્ષમાં એક બે વખત જાત્રાએ જાય છે. યમ, નિયમ અને સંચમધારી એકાસણુ, નિર્જળ ઉપવાસ કરવા તે તેમની અનેખી આદત છે. આજીવન બ્રહ્મચારીની સ્થિતિએ પહોંચવા માટે તે ગૃહત્યાગ તથા મોટા ભાગને પરિગ્રહ ત્યાગવાની તૈયારીઓ તેમણે કરી દીધી છે. કદાચ એકાદ વર્ષમાં તેઓ જૈન સાધુના વેશમાં પણ જોવા મળે તે પણ સંભવ છે.
શ્રી કનીયાલાલ જમનાદાસ શાહ સૌરાષ્ટ્રમાં સિહોર પાસે વરલના વતની. ૧૯૧૭માં ફાગણ સુદિ ૮ ને શુકવારે વણિક પરિવારમાં તેમને જન્મ થયો. છ ગુજરાતી સુધી જ અભ્યાસ. બહુ જ નાની ઉમરમાં મુંબઈમાં તેમનું આગમન થયું. ને તે પહેલાં સાળ મહુવામાં જૈન બાલાશ્રમમાં રહીને પ્રાથમિક અભ્યાસ કર્યો. મુંબઈમાં પિતાશ્રીએ વિકસાવેલ ધંધામાં નાની ઉંમરથી જ લાગી ગયા. ધંધાનું જ્ઞાન અને અનુભવ મેળવી પિતાશ્રીથી છૂટા પડી મોટર સ્પેર પાસ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો, એમાં સારી એવી પ્રગતિ હાંસલ કરી. આ પ્રગતિમાં ભાગીદારોને પણ સારો એ મહત્ત્વનો હિસ્સો રહ્યો. સામાજિક પ્રવૃત્તિઓમાં સારો એવો રસ લીધો. જન સોશ્યલ ગ્રુપમાં સભ્યપદ રહ્યા. મણિભદ્ર જૈન મંડળની પ્રકૃત્તિમાં પણ સારે એવો રસ લી. નાના મોટા ફંડફાળામાં તેમની દેણગી હોય જ, કુટુંબ સહિત બધી જ જગ્યાએ તીર્થયાત્રાએ કરી છે. - સ્વ. શ્રી કાંતિલાલ મગનલાલ ઝવેરી - અમદાવાદ તરફનું આ કુટુંબ ધમભાવનાથી રંગાયેલું કુટુંબ હતું. ઘર દેરાસર તરીકે ગણાતું ગોડીજી પાર્શ્વનાથનું જૈન દેરાસર એ આ કુટુંબની ઉત્કૃષ્ટ ધર્મભાવનાનું પ્રતીક ગણીએ તે અતિશયોક્તિ નહિ જ ગણાય, જીન્યા ત્યાં સુધી તેમણે આ ઘરદેરાસરના ટ્રસ્ટી તરીકે રહીને ધણી જ ઉમદા સેવા બજાવી હતી અને યશકીતિને પામ્યા હતા. કાળકને પછી તે આ સંસ્કાર
dain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org