________________
જૈનરત્નચિંતામણિ
વડા મથક હિંમતનગરમાં આવી વિદ્યાભ્યાસ ચાલુ કર્યો. વિદ્યાથી તરીકેની કારકિર્દી બહુ જ ઉજવળ હતી. હંમેશાં સારા ગુણ મેળવી વગમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા. મેટ્રીક પાસ કરી આગળ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ડોકટર થવાની ભાવના સંજોગોવશાત પૂરી ન થઈ પણ તે તરફના લક્ષ્ય રોગોને અટકાવવા માટેના આરોગ્યના વિષયોને લગતા અભ્યાસક્રમ લઈ તેમાં ઉત્તીર્ણ થઈ સરકારી નોકરી મેળવી. સરકારી ને કરી પ્રમાણિકપણે અને નિષ્ઠાપૂર્વક કરી. આરોગ્ય કર્મચારી મંડળની રચના કરી. વરસો સુધી તેના પ્રમુખ તરીકેની સેવા આપી. પિતા તથા માતુશ્રી મોતીબહેન બને ધર્મ શ્રધ્ધાળુ તથા દયાળુ સ્વભાવના હોઈ તેમને સંસ્કાર પડેલા હતા. નોકરી દરમિયાન શ્રી સંધની સેવા કરવાનો મોકો ટ્રસ્ટી તરીકે વરણી થતાં મળે. શ્રી હિંમતનગર જૈન સંધના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે વરણી થતાં પિતાને સંપૂર્ણ સમય સંસ્થાના ઉત્કર્ષ માટે ફાજલ પાડી સતત સંસ્થાના કામમાં રત રહી રાત દિવસ સંસ્થાના ઉત્કર્ષના જ વિચારે કરી વહીવટી કુનેહથી સંસ્થાને આર્થિક રીતે ધણી જ સદ્ધર બનાવી. પિતાને જીનેશ્વર ભગવાનને સેવક ગણી જિનાલયને જીર્ણોદ્ધાર પિતાની દેખરેખ નીચે કરાવ્યો. પિતાની શેષ જિંદગી પણ શાસનની સેવામાં ગાળવાની ભાવના રાખે છે. શાસનના બધા કાર્યોમાં, હંમેશાં ધમમાં રત રહેલા એવા પત્ની શ્રી સુભદ્રાબહેનની પ્રેરણા મળતી જ રહે છે.
શ્રી કેશવલાલ ગીરધરલાલ સ્વ. શેઠશ્રી કેશુભાઈને જન્મ મહુવામાં થયો હતો. નાનપણથી જ તેઓમાં ધાર્મિક સંસ્કારો પડયા હતા.
યુવાનવયે વેપાર ધંધાના વિકાસ અથે વેરાવળમાં તેલલીબીયા અને કમીશન એજન્ટની પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. પિતાની કુશળ બુદ્ધિ અને સાહસિક વિચારોથી બહુ થોડા સમયમાં આગળ વધી ગયા અને સારી એવી નામના પ્રાપ્ત કરી. ધન કમાવા સાથે તેઓએ ધાર્મિકક્ષેત્રે વાપરવાનું શરૂ કર્યું હતું. આ માટે તેઓએ સૌરાષ્ટ્રથી માંડી બિહાર સુધી જૈનતીર્થક્ષેત્રોમાં પોતાની સંપત્તિને ઉપયોગ કર્યો છે.
પાલીતાણા શેત્રુંજી ડેમ પર જૈન યાત્રાળુઓની જરૂરિયાત માટે ભેજનશાળા બંધાવી આપેલ ઉપરાંત કેશરીયાનગરમાં ભેજન શાળાનું ખાતમુહૂર્ત કરી યથાશકિતફાળે આપેલ છે. અંજાર જૈન ભજનશાળા ઊભી કરવા માટે તેમણે તન-મન-ધનથી સહકાર આપેલ. કદમગીરીની ટૂંકમાં ભવ્ય કલાત્મક દેરાસર બંધાવી યાત્રા ધામની શોભામાં વધારો કર્યો છે.
તેમના નામે અબેલ શાળા પણું મહુવામાં બંધાયેલ છે.
દાઠામાં ધાર્મિક પાઠશાળા અને જૈન ભોજનશાળા માટે તેઓએ સારી એવી જહેમત ઉઠાવી કાર્ય કરાવી આપેલ છે.
મહુવામાં પરમ પૂ. શ્રી કસ્તુરસુરિશ્વરજી મહારાજ પધારેલ ત્યારે મહુવામાંથી છરી પાળતો સંધ કાઢવાની તેમની ઈરછ પ્રમાણે તેઓએ સુંદર કામગીરી બજાવી હતી, ઉપરાંત વેરાવળ પાંજરાપોળ, જન સાર્વજનિક દવાખાનું તથા અન્ય તીર્થક્ષેત્રમાં તેઓએ તન, મન અને ધનથી સહાય કરી હતી. અને સંસ્થાએમાં ટ્રસ્ટી અને સભ્ય તરીકે સુંદર સેવાઓ આપી હતી.
બીજાના દુઃખમાં ભાગ લેતા અચકાતા નહીં. તેમના વ્યહારિક કેટલાક કાર્યો દાખલા લેવા જેવા છે જેમાં આજના યુગમાં અશકય વાતને શકય બનાવેલ કે પોતાના પિતાશ્રીનું વીસ વર્ષ જૂનું અને ત્રીસ હજાર દેવું કે જે લેણદારને પણ આ લેણાની ખબર ન હતી તેવું દેવુ ઘરે અને શહેર ફરી અને પોતે જાતે વસુલ આપી દેવામાંથી પેઢી દર પેઢીને મુક્ત કરી પ્રફુલ્લિત થયા.
આ સિવાય ગુપ્ત દાન અસંખ્ય કર્યાના દાખલા પણ ચર્ચાય રહ્યા છે આજે મહુવા, પાલીતાણા, વેરાવળ, દાઠા, કદમગીરી, બોટાદ અને બિહાર સુધીના જૈન તીર્થ ધામે તેમના દાનની સાક્ષી પૂરી રહ્યા છે.
શ્રી કાન્તિલાલ લક્ષ્મીચંદ શેઠ સાવરકુંડલામાં શ્રી કાન્તિલાલને જન્મ થયો હતો. નાવલી નદીને કાંઠે ખેલકુદની મઝા મહાણી હતી, પરિણામે સાહસ અને રૌજન્યતાના સિંચન જીવન પર સુંદર રીતે થયા હતા. સંવત. ૧૯૬૦માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ધીમે ધીમે પ્રગતિ સાધી આજે મુંબઈમાં તેમની માતબર પેઢી છે. કાપડના વ્યવસાયે સંપત્તિ પણ સારી મળી છે. ધર્મ, સદગુણ અને સંપત્તિને સંગમ થયો તેથી સમાજસેવા અને ધર્મકાર્યોમાં રસ લે શરૂ થયો. વર્ષોથી સાવરકંડલાં જૈન વિદ્યાર્થી ભવનના મંત્રી તરીકે સેવા આપે છે. જન બંધુઓ ઉચ્ચ શિક્ષણ ત્યાં જ પ્રાપ્ત કરી શકે તેવી સુવિધા માટે પ્રયત્નમાં છે. ઘોઘારી જૈન શ્રીમાળી દવાખાનાના તેઓ મંત્રી છે, ટ્રસ્ટી પણ છે. પાર્લા સંધની કમિટિના મેમ્બર છે તેમજ વિશા શ્રીમાળી ટ્રસ્ટની સમિતિના સભ્ય છે. ત્યાંના મિત્રમંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે.
ધાર્મિક ક્ષેત્રે તેમણે ઘણુ શુભ કાર્યો કર્યા છે. તપશ્ચર્યા અને તપસ્વીઓ પ્રત્યે ઘણું માન ધરાવે છે.
- ભાવનગર મુકામે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી મેરૂપ્રભસુરિની નિશ્રામાં વિનુભાઈ તરફથી ઓળી વખતે તેમની દેખરેખ હતી. તેમના ભાઈ પણ ધર્મપ્રેમી છે.
ઉપરાત મહુવા મહાજનની લાગણીને માન આપી નૂતન ઉપાશ્રયના ભવ્ય બીડીંગ માટે ઉદાર દિલથી યથાશકિત ફાળો આપેલ છે આ બીડીંગ ટૂંક સમયમાં પૂરું થઈ જશે. ઉપરાંત
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org