________________
૭૪૦
શિલ્પમાં દરેક તીર્થંકરની મુખાકૃતિ એક સરખી દર્શાવાતી હાવાથી તેમને આળખવા મુશ્કેલ હેાઇ, દરેક તીર્થંકરને ઓળખવા માટે જુદાજુદા લાંછન મૂકવાની પ્રથા અપનાવાઈ. કુષાણકાલ સુધીની જૈન તીર્થંકરાની મૂર્તિ એમાં લાંછન જોવા મળતાં નથી. કુષાણુકાલ પછી લાંછન મૂકવાની પ્રથા શરૂ થઈ હોવાના પુરાવા ઉપલબ્ધ છે. જૈન સાહિત્યમાં લગભગ ૬ઠ્ઠી-૭મી સદીથી લાંછનાની ચાઢી જોવા મળે છે. પ્રવચન, સારાદ્વાર, અભિધાન ચિન્તામણી તેમજ અન્ય પ્રથામાં ઋષાદ્રિ ચાલીસ તીર્થંકરાના લાંછના ગણાવ્યાં છે. દા. ત. ઋષભદેવનુ લાંછન વૃષભ, પાર્શ્વનાથનું લાંછન સર્પ, મહાવીર સ્વામીનું લાંછન સિંહ વગેરે. શલ્પમાં લાંછન મૂકવાના સૌથી પ્રાચીન પુરાવા ગુપ્તકાલમાં મળે છે. બહારના રાજગીર (વૈભારગીરી ) પર્વત પર નેમિનાથની એક સૂર્તિમાં પગ નીચે આસનના મધ્યભાગમાં ‘ચપુરુષ' અને આજુબાજુ એક એક શંખ જોવા મળે છે. મથુરામાંથી પ્રાપ્ત પ્રાચીન પ્રતિમામાં પણ લાંછન મૂકવાની પ્રથા જોવા મળે છે. દરેક તીર્થંકરના લાંછન તેમના આસનની નીચે મધ્યભાગમાં કંડારવામાં આવે છે. લાંછન વિના માત્ર ઋષભદેવ અને
પાર્શ્વનાથને ઓળખી શકાય છે. કયારેક ઋષભદેવના
મસ્તકના વાળની લટ તેમના સ્કંદ પર પથરાયેલી હાય છે તેથી તેમને ઓળખી શકાય છે. તે જ રીતે પાર્શ્વનાથના પર હંમેશાં નાગફણાનું છત્ર હોવાથી તેમની પ્રતિમા લાંછન વિના પણ આળખી શકાય છે. આ ઉપરાંત જીવંતસ્વામી વર્ધમાન)ની પ્રતિમા અલંકરણા પરથી
મસ્તક
ઓળખાય છે.
જૈન 'દિને દેરાસર કે જિનાલય તરીકે ઓળખવામાં આવે છે. દેરાસરમાં એક કરતાં વધુ તીર્થંકરાની મૂર્તિઓ હોય છે; પર ંતુ ગર્ભગૃહ (ગભારા)માંની મુખ્ય પ્રતિમાને જ ‘ મૂલનાયક’ તરીકે એળખવામાં આવે છે. તીથ કરની સપરિકર પ્રતિમામાં તીર્થંકરની પ્રત્યેક બાજી એક એક તીર્થ'કરની નાના કદની પ્રતિમા કાયાસ મુદ્રામાં હોય તા તેને ‘ત્રિતીથી અને એ કાયાત્સગની ઉપર પ્રત્યેક બાજુ એક એક ચાગાસનમાં પદ્માસન વાળીને બેઠેલી મૂર્તિ કડારી હોય તેા તે પ્રતિમાને પચતીથી પ્રતિમા કહેવામાં આવે છે. ચારે દિશામાં ચારેય બાજુથી તીર્થંકરની પ્રતિમાનું મુખ દેખાય તેવી પ્રતિમાને ચૌ મુખજી ' ( સતાભદ્રાદિ) કહે છે. આ સતાભદ્રાદ્રિ મૂર્તિમાં મુખ્ય ચાર તીથૅ કરો આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર હાય છે. આવી મૂર્તિ એ મથુરા, કાસાંખી વગેરેમાંથી મળી આવે છે. આ ઉપરાંત ‘ચાવીસીના પટ્ટ” ( ચાવીસ તીર્થં‘કરાના સમૂહ ) તરીકે ઓળખાતા પટ્ટમાં મૂલનાયક સાથે ત્રેવીસ તી કરેાની નાના કદની પ્રતિમાએ હાય છે.
Jain Education International
જૈનરત્નચિંતામણિ
તીર્થંકરાની પ્રતિમા સાથે ‘ અષ્ટિસિદ્ધએ ’ દર્શાવવાનું વરાહ મિહિરની બૃહદ સંહિતામાં જણાવ્યું છે. આ અસિદ્ધિએને ‘અષ્ટ પ્રાતિહાય કહે છે. આ અષ્ટ પ્રાતિહાર્યમાં જૈન શાંતિપાઠ અનુસાર દ્વિવ્યવૃક્ષ, દ્વિવ્યપુષ્પવૃક્ષ, દુંદુભિ, આસન, આતપાત્ર, દિવ્યનાઇ, ચામર અને મસ્તક પાછળ પ્રભામંડલ હેાય છે. આ સાથે સ્વસ્તિક, દર્પણ, કુંભ, નેત્રાસન, મીનયુગલ, પુષ્પમાળા અને પુસ્તક પણ શુભ ચિહ્ન તરીકે એવા મળે છે.
જૈન ધર્મમાં સમય જતાં તત્કાલિન બીજા ધર્મોની અસર પડતાં તીર્થંકરાની સાથે યોા, શાસનદેવીએ તેમજ અન્ય પરિવાર દેવે પણ ભળી ગયાં અને એથી શિલ્પમાં તીથ કરની સાથે તેમની મૂર્તિ એ પણ મુકાવા લાગી. આમ સ્કૂલનાયક પ્રતિમાની જમણી બાજુ યક્ષ અને ડાબી માજી દેવતા તરીકે ઓળખાય છે. તેને જીવનના રક્ષક દેવયક્ષિણીની પ્રતિમાએ હાય છે. જૈન શાસ્ત્રોમાં તે શાસન દેવી માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં યક્ષ-ક્ષિણીની પૂજા લેાકધમ સ્વરૂપે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હતી. એના જેટલી પ્રાચીન, લેાકવ્યાપી અને લોકપ્રિય કાઈ બીજી
પરપરા નથી. અને અન્ય ધર્મોની જેમ જૈન ધર્મોમાં પણુ
એને સ્વીકાર થયા. આ યક્ષ-યક્ષિણીની મૂર્તિઓમાં મથુરા જિલ્લાના પારખમ ગામની ‘મણિભદ્રયક્ષ’ ની મૂર્તિ તેમજ પટણા પાસેના દિદારગજમાંથી પ્રાપ્ત થયેલ ચામરધારિણી યક્ષિણીની મૂર્તિ, અશાકકાલીન મૂર્તિકલાના અદ્વિતીય નમૂના ગણાય છે. આ યક્ષ-ક્ષણીની સ્વતંત્ર મૂર્તિ આ બનાવી પૂજા કરવાની પરપરા પ્રાચીન ભારતમાં હતી.
જિન પ્રતિમાનું બીજું એક આગવું લક્ષણ તે મુખ્ય પ્રતિમાની સાથે ગધરાનું અસ્તિત્ત્વ છે. આ ગધરા મુખ્ય પ્રાંતેમાની જમણી અને ડાબી બાજુ મુકાય છે. તેમાંથી કેટલાકના હાથમાં ચામર, પુષ્પમાળાએ અથવા કેટલાકના હાથ અલિમુદ્રામાં હાય છે.
જૈન તીર્થંકર પ્રતિમાઓનુ' ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય (૧) સુંદર દેવ-દેવીઓના રૂપાંકન કરેલી પરિકરવાળી મૂર્તિઓ (૨) સાદી-ફક્ત પૂજા માટેની મૂર્તિઓ (૩) આયાગપટ્ટોમાંની મૂર્તિ એ. આ ત્રણેમાં તીર્થંકરનું કલાવિધાન શિલ્પામાં જ ફેરફાર હોય છે. એક સરખુ જ હાય છે. માત્ર પરિકરા અને આજુબાજુના
મૂર્તિની સ્થાપના માટે સામાન્ય રીતે પીઠિકા [ સિંહાસન બનાવવામાં આવે છે. પીઠ, આસન અને છત્રવાળા આખાય ભાગને ‘ પરિકર’ નામે ઓળખવામાં આવે છે. મુખ્ય પ્રતિમાને અનુલક્ષીને પરિકરાની લંબાઈ, પહેાળાઈ કરવામાં આવે છે. રિકામાં કેટલાંક સુંદર અને કલામય શિલ્પા હોય છે. પરિકરમાં યક્ષ, યક્ષિણી, સિ', મૃગની જોડ, કાઉસગ્ગિયા, છેડા ઉપર તંભેા, ઉપરના ભાગે તેારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org