________________
સર્વસંગ્રહગ્રંથ
૬૮૧
ગુરુવર્ય
પાંચ મહાવ્રતોને આજીવન ધારણ કરનારા, આપત્તિ પ્રસંગે પણ એ મહાવ્રતનું પાલન કરાવામાં ધીર-ગોચરી માધુકરી વૃત્તિ દ્વારા શરીરને અનાસક્ત ભાવે પિષણ આપનારા, સદાય સમભાવમાં રહેનારા અને જેનાથી આત્માની ઉન્નતિ થવા સાથે દ્રવ્યભાવ અને પ્રકારના સુખની પ્રાપ્તિ થાય તેવા ધર્મને ઉપદેશ આપનારા જે હોય તે સદ્દગુરુઓ છે.
જેઓ સાધુ, મુનિ, શ્રમણ, નિગ્રંથ, અણગાર, યતિ, તપસ્વી, સંયમી વગેરે નામે ઓળખાય છે. વર્તમાનમાં જે પૂજ્ય ગુરુદેવ વિચરે છે તેમાં શ્વેતામ્બર ગુરુઓના સાધુ સફેદ કપડાં પહેરે છે. સ્થાનકવાસી ગુરુઓના સાધુ સફેદ કપડાં તથા મુખે મુહપતી રાખે છે અને દિગમ્બર ગુરુઓના સાધુ નિર્વસ્ત્ર હોય છે. આ શ્રમણ ભગવંતોની સેવાભક્તિનો મહિમા અનેકગણો ગવાય છે.
શાસ્ત્રોની પવિત્ર આજ્ઞાનુસાર સાધુ-વૈયાવચ્ચ સુપાત્રદાનના સુફી રે ચક્રવતિ મહારાજ ભરત અને મહાબકી બાહુબલીજી પૂર્વજન્મમાં
બાહુ-સુબાઘુ હતા. સંયમ લઈને ૫૦૦-૫૦૦ સાધુઓની વૈયાવચ્ચે ભક્તિ કરી અપૂર્વ ફળ પામ્યા. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુના આત્માએ ધનાસાર્થ વાહના ભવમાં પૂ. આ. મ. ધર્મધેષ સૂરીશ્વરજી મ. સા. ના સાધુઓની
અપૂર્વ ભક્તિ કરીને સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું. ( અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના આત્માએ નયસારના આ ભવમાં સાધુવની ભક્તિ કરી અને માર્ગ દેખાડ્યો તો એમને
સમ્યગદર્શનરૂપ માર્ગ પ્રાપ્ત થશે. કૃષ્ણ મહારાજાએ પૂ. ગુરુવને ઉત્કૃષ્ટ ભાવથી વંદના કરીને અંતિમ ચાર નારકનું આયુષ્ય તેડયું યાવક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થકર નામ કમ ઉપર્યું. શાલિભદ્રજીએ સંગમ ગોવાળની ભવમાં સાધુ ભગવંતને હયાના ઉમળકાથી મીરનું દાન કર્યું ને ૯૯-૯૯ પેટીઓરૂપ ઋદ્ધિસદ્ધિ પ્રાપ્ત કરી. સમાધિરૂપ સંયમ પણ પામ્યા. નંદીસે મુનિવરે ગ્લાન. વૃદ્ધ બાલ ગુરુવરોની કસોટીમય વૈયાવચ્ચ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. રેવતી શ્રાવિકાએ પરમાતમાં મહાવીરની ભક્તિ દ્વારા...ઉચ્ચ દેવલોકની પ્રાપ્ત કરી છે. પ્રભુની ભક્તિ કરવામાં નિમિત્ત બનેલ, રેવતી શ્રાવિકા અમર બની ગઈ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org