________________
તીર્થકર દેવોની “કેશ (વાળ) મીમાંસા શું તીર્થકર દેવને છદ્મસ્થાવસ્થા અને કેવલી અવસ્થામાં વાળ હોય ખરા?
અવસ્થિત-અતિશયની આસપાસ
–૫. પૂ. આચાર્ય દેવશ્રી યશેદેવ સૂરીશ્વરજી મ. સાહિત્યમંદિર પાલીતાણા નેધ – અહીં રજૂ થતા લેખ અયન્ત ઉપયોગી છે. આ લેખ તીર્થ કરદેવને દીક્ષા લીધા પછી વાળ હોય કે કેમ ? અને જે હોય તે છરથ અને કેવલી બંને અવસ્થામાં હોય કે કેમ? આ પ્રશ્ન ઉપર પૂજ્ય આચાર્યશ્રીએ અકાટય દલીલો સાથે શ્રેષ્ઠતમ શાસ્ત્રાધાર પૂર્વક સંપૂર્ણ તટસ્થતા જાળવીને વિશદ રજૂઆત અને વિશદ છJવટ કરતે જે લેખ લખ્યો તે અહીં રજૂ કર્યો છે.
પુજ્ય આચાર્યશ્રીઓને એવી વેધક દષ્ટિ છે કે કયારેક ક્યારેક કંઈક નવીન વાત સમાજ પાસે રજૂ કરતા રહે છે. એમની શાહબુદ્ધિએ ભાગ્યે જ યાન જાય એવા વિષયને પકડી સેંકડે વરસમાં પહેલી જ વાર આ વિષય ચર્ચાની એરણ પર લાવી મૂકયો. અને આખરી સત્યનો નિર્ણય કરવા વાચકેના હાથમાં મૂકી દીધે.
આપણા સંધના મોટાભાગના એટલે સેંકડે ૯૦ ટકા પૂ. આચાર્યો, મુનિવરે, સારી એ, પંડિત, શિક્ષા અમુક પાઠના આધારે એવી જ સમજણ ધરાવે છે કે દીક્ષાને લોચ કર્યા પછી જે કંઈ વાળ બન્યા હોય પછી તેમાં કશી હાનિવૃદ્ધિ થતી નથી. આપણું સંઘમાં એકપક્ષી આ સમજણ ખૂબ જ ઊંડી અને વ્યાપક બનેલી છે. આ સમજ કેટલાક પૂર્વાચાર્યો અવસ્થિત નામના અતિશયને માત્ર દીક્ષા વખતથી લાગુ પડે છે એવી માન્યતાને આભારી છે.
પણ આ લેખ બહુમતી પુરાવાઓ દ્વારા પૂરવાર કરી આપશે કે અવસ્થિત અતિશય કેવલી અવસ્થાથી લાગુ પડે છે. ભગવાનને છદ્મસ્થકાળથી પણ વાળ હોય અને કેવલી બને ત્યારે ઇન્દ્ર મડારાજા, માથામાં તે વખતે જે વાળ હેાય તેને અને દાઢી-મૂછ વગેરેના વાળને સુંદર, સુશોભિત, સુવ્યવસ્થિત કરી નાંખે છે. તે પછી તેમાં કશી હાનિ-વૃદ્ધિ થાય નહિ અને નિર્વાણુ પર્વને ભગવાનનું માથું અને દાઢી-મૂછ વાળવાળા જ હોય છે.
યદ્યપિ વાત પુરાણી, પણ આજના યુગ માટે આ વખતે એક નવી કહેવાય તે વાતને આચાર્ય શ્રીજીએ રજૂ કરી છે. આ ચર્ચાત્મક લેખ આચાર્યશ્રીજીને અસલી લેખ નથી. અસલી લેખ તે જુદો છે. તે લેખ “તીર્થ કરદેવની કેશ( –વાળ) મીમાંસા.'
આ નામથી ૨૪ પાનાં વડે પ્રસિદ્ધ થયેલી પુસ્તિકામાં પ્રગટ થયો છે. અહીંયા એમાંથી બહુ ટુંકાવીને લેખ પ્રગટ કર્યો છે. વાચકોને ટૂંકે હેવાથી પૂરી સંતોષ નહિ થાય એટલે જેમણે આ વિષયને સાંગોપાંગ યથાર્થ રીતે સરલ ભાષાથી જાણવો હોય તે પ્રસ્તુત મીમાંસાની પુસ્તિકા જૈન સાહિત્ય મંદિરમાંથી મેળવી લેવી જોઈએ. આ પુસ્તિકા આ વિષય સમજવા ખરેખર ખૂબ મૂલ્યવાન છે.
આ લેખ ઉપસ્થિત કરવાનું કારણુ ઘણુ વરસેથી આચાર્યશ્રી જી તીર્થકરનું યદ્યપિ વાળવાળું ચિત્ર કરાવવા માંગે છે, મૂર્તિઓમાં તે બે હજારથી વધુ વરસથી વાળ બતાવાની પ્રથા છે જ પશુ તે તરફ પ્રેક્ષકાનું લય ગયું નથી એટલે વાળવાળુ મૂર્તિનું ચિત્ર જોઈ વિરોધ ઊભો થાય, તે ન થાય એ માટે સાધુ એને ખાત્રી કરાવી દેવી જોઈએ કે ભગવાન વાળવાળા જ હતા. - પૂજ્યશ્રીએ શિ૯૫-કલાનાં ક્ષેત્રે અભૂતપૂર્વ બેનમુન સિલ સમાજને આપ્યા. કલાના ક્ષેત્રમાં ભગવાન મહાવીરનું ૨૫૦૦ વર્ષમાં પહેલી જ વાર જોવા મળે એવું ચિત્ર સંપુટ આપ્યું. અને સાહિત્યના ક્ષેત્રે પણ વિવિધ વિશિષ્ટતાએ દર્શાવવા સાથે ઘણું નવું આપ્યું. આજ શેાધક્ષેત્રે અભિનવ લેખ આપણને આપે છે. આપણે એને સહર્ષ સાદર કરી શાંતિ અને ધીરજથી વાંચીએ અને વિચારીએ.
આ લેખ “કલ્યાણ” માસિકમાંથી સાભાર ઉધત કરવામાં આવ્યો છે. – સંપાદક
Suniી
છે
SIVUT
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org